બોડી માસ ઈંડેક્ષ (બી.એમ.આઈ) વિષે જાણો !!
બી.એમ.આઈ એ એક (બોડી માસ ઈંડેક્ષ) પોષણના સ્તરને માપવા માટેનો સરળ માપદંડ છે. ઘણી વાર લોકો પોતાનું વજન બરાબર છે કે નહીં, પોતે દૂબળા છે કે જાડા થઈ ગયા છે તે બાબતે અજાણ રહેતા હોય છે. ત્યારે બી.એમ.આઈ ના ઉપયોગ દ્વારા તેઓ પોતાનું વજન યોગ્ય વજનની હરોળમાં આવે છે કે નહીં તેના વિશે જાણી શકે છે. આ માપદંડ દ્વારા સામાન્ય વજન, દૂબળાપણા, મેદમયતા, વજન વધારો, ખુબજ મેદસ્વીતા એવી રીતે જુદી-જુદી કક્ષામાંથી વ્યક્તિનું વજન કઈ કક્ષામાં આવે છે તે જાણી શકાય છે.
BMI જાણવા માટે ગુગલ માં ફક્ત BMI લખજો તરત સામે જ જેવીરીતે રૂપિયા ને ડોલર કન્વર્ટ માટે નું આવે છે તેવું બોક્સ આવી જશે તેમાં ઊંચાઈ સેન્ટીમીટર માં નાખજો તો તમે કેટલા જાડા છો કે પાતળા તે જાણી જશો.
વ્યક્તિનું વજન કી.ગ્રા.માં નોંધવામાં આવે છે. બી.એમ.આઈ માપવા માટે ઉંચાઈ અને વજન બંને શારીરીક પરીમાપનોની જરુર પડે છે. જ્યારે ઉંચાઈને મીટરમાં નોંધવામાં આવે છે. વ્યક્તિના વજન ને વ્યક્તિની ઉંચાઈના વર્ગ દ્વારા ભાગવામાં આવે છે. અને જે આંક મળે તેને બી.એમ.આઈ તરીકે ઓળખવામાં આવે છે.
વ્યક્તિ જાતે પોતાનો બી.એમ.આઈ ગણી શકે છે. બીજી મહત્વની બાબત એ છે કે એક મહિલાની ઉંચાઈ ૫ ફૂટ છે જ્યારે બીજી મહિલાની ઉચાઈ ૫ ફૂટ ૫ ઈંચ છે. તો વજન એક સરખું હોવા છતાં ઉંચાઈના તફાવતને લીધે બંને મહિલાઓનો બી.એમ.આઈ જુદો-જુદો આવશે.
બે વ્યક્તિઓ એક સરખું વજન ધરાવતી હોય, દા.ત. બે મહિલાઓનું વજન એક સરખું ૫૦ કીગ્રા છે. પરંતુ ૫૦ કીગ્રા અને ૫ ફૂટ વજન ધરાવતી મહિલાનો બી.એમ.આઈ સામાન્ય આવશે જ્યારે વધુ ઉચાઈ ધરાવતી મહિલાનો બી.એમ.આઈ ઓછો આવશે. બી.એમ.આઈ ન માપતા હોવાને લીધે પોતાનું વજન ખરેખર કેટલું હોવું જોઈએ અને વજન સપ્રમાણ છે કે નહીં તે બાબતે અસમંજસમાં રહે છે. આવે વખતે બી.એમ.આઈ એ સાચો ખ્યાલ આપે છે. આથી લોકો પોતાનું વજન તો માપી લે છે.
જો બી.એમ.આઈ ૧૮.૫ થી ઓછો હોય તો વ્યક્તિ દૂબળી છે અને બી.એમ.આઈ 16 થી ઓછો હોય તો અતિશય દૂબળી છે તેમ ગણી શકાય. જો બી.એમ.આઈ ૧૮.૫ થી લઈને ૨૫ સુધી આવે તો વ્યક્તિનું વજન સપ્રમાણ છે તેમ કહી શકાય. આનો અર્થ એ થાય કે વ્યક્તિના ખોરાકમાં કાર્બોદિત, શક્તિ અને પ્રોટીનની ઉણપ, ચરબી, છે. અતિશય દૂબળાપણું હોય ત્યારે શરીરના વૃધ્ધિ-વિકાસ પર માઠી અસર પડે છે. જો કિશોરાવસ્થા દરમિયાન આવી પરીસ્થિતી લાંબો સમય રહે તો કાયમી ઠીંગણાપણું જોવા મળે છે. વ્યક્તિની ઉંચાઈ વધતી નથી અને વ્યક્તિ વારંવાર ચેપી રોગોનો ભોગ બને છે અતિશય દૂબળી અને અતિશય દૂબળી વ્યક્તિમાં ઉત્સેચકો અને અંત:સ્ત્રાવોની અનિયમિતતા સર્જાય છે. રોગપ્રતિકારકશક્તિ નબળી પડે છે. સંતોત્પતિ પર પણ માઠી અસર પડે છે. જો બી.એમ.આઈ 16 થી ઓછો હોય તો આ કુપોષણની ગંભીર પરીસ્થિતી છે. આવી પરીસ્થિતિ લાંબો સમય ચાલુ રહે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
હાલના સમયમાં ૨૩ થી વધુ બી.એમ.આઈ પણ અમુક કિસ્સાઓમાં વજન વધવાની શરુઆત ગણવામાં આવે છે. ૨૫ થી વધુ હોય તો વ્યક્તિ વધુ વજન ધરાવતી છે તેમ કહી શકાય. જોકે, આવી સ્થિતિમાં વ્યક્તિ બરાબર યોગ્ય વજન અને વધુ વજન વચ્ચેની સરહદે ઉભી છે તેમ ગણી શકાય. કેમ કે આ તબક્કે જો વજન વધારાને ગંભીરતાથી લેવામાં આવે વજન ઘટાડવું સહેલું બનતું હોય છે. પરંતુ એક વખત મેદમયતાનું પગથીયું ચડી ગયા બાદ વજન ઘટાડવું એ પ્રમાણમાં કપરું કામ છે. ૨૫ થી લઈને ૨૯.૯૯ સુધીનો બી.એમ.આઈ ધરાવતી વ્યક્તિ મેદમયતાના ઉંબરે ઉભી છે તેમ કહી શકાય. ૩૦ થી વધુ અને ૩૪.૯૯ જેટલો બી.એમ.આઈ ધરાવતી વ્યક્તિ મેદમયતાની પ્રથમ કક્ષામાં આવે છે. આ કક્ષાથી આગળ જેમ-જેમ બી.એમ.આઈ વધતો જાય તેમ સ્વાસ્થ્ય સંબંધી ગંભીર હાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. હવે જો વ્યક્તિનો બી.એમ.આઈ ૩૫ થી લઈને ૩૯.૯૯ ની વચ્ચે હોય તો આવી વ્યક્તિ મેદમયતાની બીજી કક્ષામાં આવે છે. જો બી.એમ.આઈ ૪૦. થી વધે તો આવી વ્યક્તિના જીવ પર જોખમ રહેલું છે તેમ કહી શકાય. મેદમયતાની કક્ષામાં સમાવેશ થતો હોય તેવી વ્યક્તિઓમાં હાઈબ્લડપ્રેશર, ડાયાબીટીસ, લોહીની ચરબીમાં વધારો, હ્રદયરોગ, ઘૂંટણનો ઘસારો (આખા શરીરના વજનનું વજન ઘૂંટણ ઉપર જ પડે છે.), પ્રજનન ક્ષમતામાં બદલાવ, કેંસર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે.
આમ તો બી.એમ.આઈ ને પોષણ માટેનો માપદંડ ગણાય છે પરંતુ નોર્મલ બી.એમ.આઈ હોવા માત્રથી વ્યક્તિ સ્વસ્થ છે એવું ન કહી શકાય. કેમકે બી.એમ.આઈ માપતી વખતે શરીરનું કુલ વજન ગણનામાં આવે છે. આને લીધે શરીરનું વજન ચરબીને લીધે છે કે સ્નાયુને લીધે છે તે હકીકતે નક્કી થઈ શકતું નથી. વળી, સામાન્ય બી.એમ.આઈ ધરાવતી વ્યક્તિના શરીરમાં જો એક કે વધુ પોષકતત્વોની ઉણપ હોય તો તે પકડાતી નથી. બાળકોના પોષણસ્તરનો ખ્યાલ લેવા માટે પણ પોષણશાસ્ત્રીઓ બી.એમ.આઈનો વ્યાપક રીતે ઉપયોગ કરે છે. જોકે, બાળકો માટે બી.એમ.આઈ મોટાની જેમ જ ઉપયોગમાં લઈ શકાય નહીં. બાળકોનો બી.એમ.આઈ મોટાઓની જેમ જ મપાય છે. પરંતુ મોટાઓ માટે બી.એમ.આઈ ના જે આંક નિર્ધારીત છે તે બાળકો માટે ઉપયોગમાં લેવાતા નથી. પરંતુ બાળકો માટે જે-તે ઉંમરના તંદુરસ્ત બાળકના વજન અને ઉંચાઈની ગણતરી કરી ગ્રોથ ચાર્ટ બનાવવામાં આવે છે અને તેના આધારે બાળકોના બી.એમ.આઈનું મુલ્યાંકન થાય છે.