બોર્ડ 2019 ટોપર તનુને લાગણીવશ આવી ગયા આંસુ, ખેતરોમાં ઘઉંની કાપણી કરતા કર્યો અભ્યાસ

૨૭ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ ઉત્તર પ્રદેશ ઇન્ટરમીડીયેટ અને હાઈસ્કુલનું પરિણામ એક સાથે આવ્યું અને ઉત્તર પ્રદેશના બાળકોએ એક વખત ફરી વિજય પ્રાપ્ત કર્યો. પરંતુ અમે તમને એક એવા ટોપરની વાત જણાવી રહ્યા છીએ, જેના પરિણામના સમાચાર સાંભળતા જ આંખો ભરાઈ આવી. બાગપતમાં ખેડૂતની દીકરી તનુ તોમરે ઇન્ટરમીડીએટના મેરીટમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે.

અને તેમાં ખાસ વાત એ છે કે, તે સવારે ઘઉંની કાપણી કરતી હતી અને જયારે બપોરે પરિણામ આવ્યું તો તનુએ સૌથી પહેલા ખેતરમાં કામ કરી રહેલા પિતાને પોતાના પરિણામના સમાચાર આપ્યા. તનુએ રાજ્યમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો અને આનંદથી ગદગદિત થઇ ગઈ. પોતાના પિતાને એવા સારા સમાચાર આપતા તનુની આંખો લાગણીવશ બની ગઈ, ત્યાર પછી તેણે બધાને ઘઉંની કાપણીની સ્ટોરી પણ જણાવી.

ટોપર તનુની આંખો લાગણીથી ભરાઈ ગઈ :

બાગપતમાં ફતેહપુર પૂઠટી ગામના એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી તનુ તોમરે ઇન્ટરમીડીએટના મેરીટમાં પહેલો નંબર પ્રાપ્ત કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશની શોભા વધારી દીધી. ગંભીરતા સાથે તનુ કહે છે કે, સરકાર દીકરીઓની સુરક્ષા કરે તો તે આકાશ માંથી તારા પણ તોડી શકે છે. સફળતા માટે સૌથી જરૂરી છે કે ધ્યેય નિર્ધારિત કરીને તે રસ્તા ઉપર ચાલી નીકળો અને તેમાં તમારો જીવ પરોવી દો.

ફતેહપુર પૂઠટીની શ્રીરામ શિક્ષણ મંદિર ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરનારી તનુએ તમામ મુશ્કેલીઓને પાર કરીને ૯૭.૮૦ ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, અને ખેડૂત હરેન્દ્ર સિંહ તોમરની છાતી ગર્વથી ફુલાવી દીધી. મળેલી સફળતાના પ્રશ્નો ઉપર તનુનું કહેવું છે કે, દસમાં પછી ટોપર બનવાનું ધ્યેય નક્કી કર્યુ હતું અને દૃઢ સંકલ્પ સાથે તે પૂરું કરી દીધો.

સ્કુલથી ઘરે આવવા-જવામાં સમય બગડતો હતો એટલા માટે શરુઆતમાં ટાઈમ મેજેનમેંટમાં તેને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. અભ્યાસમાં શિસ્ત અને સમય પાલન સૌથી વધુ જરૂરી હોય છે, અને તે તેણે કર્યું. તનુએ જણાવ્યું કે, રજાઓમાં સ્કુલમાં જ એક્સ્ટ્રા ક્લાસ ભરતી હતી, અને બહાર કોઈ પ્રકારના કોચિંગ ક્લાસમાં ભણતી ન હતી. તેનું કહેવું છે કે, સફળતાનો મુખ્ય મંત્ર સંકલ્પ અને મહેનત છે. ત્યાર પછી શિક્ષકો અને અભીભાવકોનો સહયોગ મળી જાય છે.

તનુ તોમર કહે છે કે, તેનું સપનું ડોક્ટર બનવાનું છે અને ડોક્ટર જ એક એવો વ્યક્તિ છે, જે સમાજની સૌથી વધુ સેવા કરે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તે પોતાની મહેનત જાળવી રાખશે. ફતેહપુર પૂઠટી ગામની નાની જાતના ખેડૂત હીરેન્દ્ર સિંહની દીકરીની સફળતા પછી તેના આનંદનો પાર નથી, અને આ બાબતે તે કહે છે કે દીકરીની સફળતાથી આખું પરિવાર ગર્વ કરી રહ્યું છે.

પરદાદા ઈશ્વર સિંહ તોમર, દાદા મહિપાલ સિંહ, દાદી હરવીરી દેવી, માતા રૂમાં દેવી, કાકા વિશ્વેન્દ્ર તોમર, બહેન સાક્ષી તોમર અને ભાઈ જયંત તોમરને પોતાના ઘરની આ લાડલી ઉપર ગર્વ છે. અને તે પ્રસંગે ઢોલ અને મીઠાઈ વહેચવું સામાન્ય બની ગયું. હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, તમામ લોકોએ પોતાની દીકરીને આગળ વધારવી જોઈએ. એના મામાના ગામ આજમપુરમાં પણ આનંદનું વાતાવરણ ઉભું થઇ ગયું છે.

લેમ્પના પ્રકાશમાં કરતી હતી અભ્યાસ :

મેઘાવી વિદ્યાર્થીની તનુ તોમરે પોતાના અભ્યાસ માટે ઘણી મહેનત કરી છે. જો ક્યારેક ગામમાં લાઈટ ન આવી અને ઘરમાં ઇનવર્ટર પણ ડાઉન થઇ ગયું, તો તે લેમ્પમાં અભ્યાસ કરતી હતી. પિતા હરેન્દ્ર જણાવે છે કે, જો ક્યારેક ગામમાં બે દિવસ લાઈટ ન આવે તો તે લેમ્પના પ્રકાશમાં અભ્યાસ કરતી હતી. ઘરના લોકો દ્વારા આવું કરવાં માટે ના પાડતા, તો તનુ કહેતી હતી કે તે પોતાના અભ્યાસની લીંક નથી તોડી શકતી. સફળતાના આકાશને આંબવા વિષે પ્રશ્ન પૂછવા ઉપર તનુ તોમરની ખુશી સમાઈ ન શકી અને તેની આંખો ભરાઈ આવી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.