બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાંથી આજકાલ ઘણા બધા કલાકારોની હંમેશા બ્રેકઅપના સમાચાર સામે આવતા રહે છે. બોલીવુડમાં તે સામાન્ય બાબત છે. આજે અમે તમને એક એવા જ કલાકાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે તમે સાંભળ્યું તો હશે પણ કદાચ તમને એક વાતની ખબર નહિ હોય. જે આજે અમે તમને જણાવીશું. જણાવી આપીએ કે જે કલાકારની વાત આપણે કરી રહ્યા છીએ તે બીજા કોઈ નહિ પણ બોબી દીઓલ છે. તેનું નામ બોલીવુડમાં સફળ લોકોના નામ સાથે જોડાયેલ છે.
તેમણે હિન્દી સિનેમા જગતમાં ઘણી સારી ફિલ્મો કરી છે. તે હિન્દી ફિલ્મોમાં સોલ્ઝર, ગુપ્ત, હમરાજ, બાદલ, અજનબી, દોસ્તાના જેવી ફોલ્મો થી ઓળખવામાં આવે છે. બોબી દીઓલનો જન્મ ૨૭ જાન્યુઆરી ૧૯૬૭ના રોજ સફળ કલાકાર ધર્મેન્દ્રના ઘરમાં થયેલ હતો. તેની માતાનું નામ પ્રકાશ કૌર છે. તેની સાવકીમાં હેમા માલિની પણ હિન્દી સિનેમાની સફળ કલાકાર રહી ગયેલ છે. હાલમાં તે હવે રહી રહીને ઘણા વર્ષો પછી ફરી એક વખત બોબી દીઓલ મોટા પડદા ઉપર પાછા આવેલ છે. તે હાલમાં જ બહાર પડેલ ફિલ્મ પોસ્ટર બોયઝમાં તેમના મોટા ભાઈ સની દીઓલ અને શ્રેયસ તલપડે સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર સારી એવી કમાણી કરી હતી. એટલું જ નહિ તેના બરોબર તરત જ એક બીજી ફિલ્મ રેસ ૩ માં જોવા મળશે રેસ ૩ એક મોટા બઝેટ ની ફિલ્મ છે તેમાં બોબી દીઓલ ઉપરાંત સલમાન ખાન પણ જોવા મળશે.
આ ફિલ્મ માટે બોબી દીઓલ ઘણી મહેનત કરી રહેલ છે. છેલ્લા ૪ વર્ષથી બોબી ને આ પ્રકારની ફિલ્મ ની રાહ હતી. આ ફિલ્મમાં બોબીની ભૂમિકા કઈક એવી હશે જે અત્યાર સુધી કોઈએ નથી જોઈ. બોબી પોતાની ભૂમિકા માટે ફીટનેશ ઉપર ધ્યાન આપી રહેલ છે. તેમણે પોતાના આ નવા અવતારનો ફોટો સોસીયલ મીડિયા ઉપર શેર કરીને સલમાન ખાનને ધન્યવાદ કહ્યું હતું.
સલમાનના કહેવાથી બોબીએ પોતાના લુક ઉપર મહેનત કરવાનું શરુ કરેલ. તમને આજે અમેં એક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે ખરેખરમાં ચોંકાવી દેનારી છે. જણાવી આપીએ કે આજના સમયમાં તે પોતાની પત્ની સાથે એક સફળ જીવન પસાર કરી રહેલ છે પણ એક સમય એવો હતો જયારે એક અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતો.
તે બન્ને એક સાથે જીવન પણ પસાર કરવા માંગતા હતા પણ એક વ્યક્તિ ને કારણે તેની પ્રેમ કહાની પૂરી થઇ ગઈ હતી.
જી હા તમને જણાવી આપીએ કે તે બીજી કોઈ નહી પણ ૯૦ ના દશકની સુપર હિટ અભિનેત્રીઓમાંથી એક નીલમ છે. એક સમયે આ બન્ને લાંબા સમય સુધી સાથે રહ્યા હતા. બધાને એમ લાગતું હતું કે આ વહેલા લગ્ન કરી લેશે પણ પછી થોડા સમય પછી બન્ને જ અચાનક અલગ થઇ ગયા.
તેમના જુદા થવાના અનેક કારણો બહાર આવવા લાગ્યા પણ ખબર પડી કે ધર્મેન્દ્રને કારણે આ બન્ને જુદા થઇ ગયા કેમ કે બોબી દીઓલના પિતા ધર્મેન્દ્ર નહોતા ઈચ્છતા કે બોબી દીઓલ કે સની દીઓલ ફિલ્મ કલાકાર સાથે લગ્ન કરે. તેથી તેમણે બોબી દીઓલ અને સની દીઓલના એરેંજ મેરેજ કરાવ્યા અને તે પણ મીડિયાથી દુર રહીને.