દરેક ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી એનો અંતિમ સંસ્કાર કરવાની અલગ અલગ રીતો અને નિયમ હોય છે. કોઈ ધર્મમાં મૃતકને જમીનમાં દાટી દેવામાં આવે છે, તો કોઈને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે. એ જ રીતે હિંદુ ધર્મમાં કોઈના મૃત્યુ પછી એને અગ્નિ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારબાદ એમની અસ્થિઓને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર એવું કરવાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પરંતુ આજે અમે તમને આ અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી એવી વાતો જણાવીશું જે કદાચ જ તમે જાણતા હોવ. એક એવો પ્રશ્ન જેને જાણ્યા પછી તમે એ વિચારવા માટે મજબુર થઇ જશો કે એવું કેવી રીતે થઇ શકે છે, અને એ પણ કે તમારા મગજમાં આજ સુધી આ સવાલ કેમ નહિ આવ્યો. અને જો આવ્યો તો તમે એના પર વિચાર કેમ ન કર્યો. તો ચાલો તમને જણાવીએ કે એ કયો સવાલ છે.
સવાલ એ છે કે શરીરનો એવો કયો ભાગ છે, જે શરીરના આગમાં બળી જવા છતાં પણ એ ભાગ નથી બળતો?
જણાવી દઈએ કે આ સવાલનો જવાબ તમને શાસ્ત્રોમાં મળી જશે, પરંતુ આ વાત પર તમે પહેલા ક્યારેય ધ્યાન નહિ આપ્યું હોય. તો આવો તમને આ સવાલનો જવાબ જણાવી દઈએ.
મિત્રો આ સવાલનો જવાબ છે “નખ.” નખ આપણા શરીરનો એક એવો ભાગ છે જે આગમાં પણ નથી બળતો. અને અસ્થિઓ સાથે નખને પણ પવિત્ર નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે.
જવાબ જાણ્યા પછી તમારા મનમાં એ સવાલ પણ થયો હશે કે એવું કઈ રીતે બને કે આખું શરીર બળી જાય અને નખ એમના એમ જ રહી જાય. આપણે ત્યાંની માન્યતાઓનું માનીએ તો એવું કહેવામાં આવે છે, કે જયારે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો એ પછી પણ વ્યક્તિના શરીરના નખ અને વાળ વધતા રહે છે. જો કે હજુ સુધી એ સંપૂર્ણ રીતે પ્રમાણિત નથી થયું. પરંતુ એવું માનવામાં આવે છે કે નખ અને વાળ મૃત કોશિકાઓ માંથી બને છે, એ કારણે તે મનુષ્યના મૃત્યુ પછી પણ વધતા રહે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. જય હિંદ.