બોલિવૂડ ફિલ્મોમાં સ્થાન મેળવતા ભારતના 8 પ્રખ્યાત કોલેજ કેમ્પસ

બોલીવુડમાં કોલેજ કેમ્પસ પર આધારિત જીવન ઉપર ઘણી ફિલ્મો બની છે. જેમાંથી થોડીએ સમાજને એક પ્રેરક સંદેશ આપ્યો અને ભારતની શિક્ષણ પદ્ધતિ ઉપર પ્રકાશ ફેંકીને મોટી સંખ્યામાં દર્શકોને પોતાની તરફ આકર્ષિત કર્યા. એવી ફિલ્મોમાં ૩ ઈડિયટ્સ જેવી ઘણી એવી ફિલ્મો છે. જે બોક્સ ઓફીસ ઉપર હિટ રહી અને સમીક્ષકો દ્વારા તેને સારા રેટિંગ આપવામાં આવ્યા.

ભારતીય કોલેજો કે સંસ્થાઓ સાથે જોડાયેલી આવી સ્ટોરીઓને વાસ્તવિક જીવનની નજીક દેખાડવા, અને એની વાસ્તવિકતાને સારી રીતે રજુ કરવા માટેના ઉદેશ્યથી, એવા ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મોનું શુટિંગ સાચા કોલેજ કેમ્પસમાં કરવાનો નિર્ણય કર્યો.

બોલીવુડની ફિલ્મોમાં શુટિંગ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલા ભારતના ૧૦ કોલેજ કેમ્પસની યાદી નીચે આપવામાં આવી છે.

2 સ્ટેટ્સ – આઇઆઇએમ અમદાવાદ :

ચેતન ભગત દ્વારા લખવામાં આવેલા પુસ્તક ઉપર આધારિત આ ફિલ્મ ઉત્તર અને દક્ષીણ ભારતના બે પ્રબંધક વિધાર્થીઓની પ્રેમ કહાનીની ચારે બાજુ ફરે છે. અને એ જ કોલેજમાં તેનું શુટિંગ કરવામાં આવ્યું જ્યાંથી તેમણે અભ્યાસ કર્યો હતો. અભિનેતા અર્જુન કપૂર અને આલિયા ભટ્ટના કોલેજ જીવનને દેખાડવા વાળા તમામ દ્રશ્યોનું શુટિંગ આઇઆઇએમ અમદાવાદના સુંદર કેમ્પસમાં જ કરવામાં આવ્યું હતું.

રાંઝના – આઇઆઇએમસી દિલ્લી :

સોનમ કપૂર, ધનુષ અને અભય દેઓલ દ્વારા અભિનીત આ ફિલ્મનું શુટિંગ નવી દિલ્હીના જેએનયુ કેમ્પસમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ માસ કમ્યુનિકેશનમાં જ થયું છે.

૩ ઈડિયટ્સ – આઈઆઈએમ બેંગ્લોર :

ચેતન ભગતના ઉપન્યાસ ‘ફાઈવ પોઈન્ટ્સ’ ઉપર આધારિત એક બીજી ફિલ્મ ૩ ઈડિયટ્સનું શુટિંગ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓગ મેનેજમેન્ટ, બેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ત્રણ એન્જીનીયર વિદ્યાર્થી (આમીર ખાન, શરમન જોશી અને આર માધવન) ના જીવનની આજુ બાજુ ફરે છે. જે ઈમ્પીરીયલ કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરી રહ્યા હોય છે.

બોક્સ ઓફીસ ઉપર ઘણી વિશાળ બ્લોક બસ્ટર રહેલી આ ફિલ્મમાં દર્શકોને આ કોલેજની લોબી, ફોયર, હોસ્ટેલ રૂમ અને વિશાળ કેમ્પસ જોવાની તક મળે છે.

બોડીગાર્ડ – સીમ્બાયોસીસ, પૂણે :

પોતાના કેમ્પસની આસપાસના રમણીય દ્રશ્યને કારણે સીમ્બાયોસીસને સલમાન ખાન અને કરીના કપૂરે બોડીગાર્ડ ફિલ્મના શુટિંગ માટે પસંદ કર્યું હતું. સલમાન ખાનની બધી ફિલ્મોની જેમ બોડીગાર્ડ પણ લોકો વચ્ચે જોરદાર અને હિટ ફિલ્મ હતી. અને સીમ્બીયોસીસ કેમ્પસે આ ફિલ્મને જોઈ રહેલા તમામ લોકોનું ધ્યાન જરૂર આકર્ષિત કર્યું.

રોકસ્ટાર – સેંટ સ્ટીફન્સ કોલેજ, નવી દિલ્હી :

ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત રોકસ્ટારનું શુટિંગ દિલ્હી વિશ્વવિદ્યાલયની પ્રીમીયમ કોલેજ સેંટ સ્ટીફનમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ હિંદુ કોલેજ અને સેંટ સ્ટીફન કોલેજની એક બીજા સાથે પ્રતિ સ્પર્ધાને પણ દર્શાવે છે, જે એક બીજા સામે અવસ્થિત(હયાત) છે અને તેમની વચ્ચે માત્ર એક રોડનું અંતર છે. એ સારી વાત છે કે ઈમ્તીઆઝ અલી હિંદુ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેમણે ડ્રેમેટીક સોસાયટી ઇબ્તીડાની શરુઆત કરી.

સ્ટુડેંટઓફ દ યર – ફોરેસ્ટ રીચર્સ ઇન્સ્ટીટયુટ, દહેરાદુન :

આ ફિલ્મથી આલિયા ભટ્ટ, વરુણ ધ્વન અને સિદ્ધાર્થ મલ્હોત્રાના અભિનયની શરૂઆત થઇ હતી. આ ફિલ્મને દહેરાદુનમાં સ્થિત ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટના સુરમ્ય પરિસરમાં ફિલ્માવવામાં આવી છે. આ એક ઊંચા બજેટ વાળી ફિલ્મ હતી અને તેમાં કોલેજ કેમ્પસને એક સ્કુલ તરીકે ચિત્રિત કરવામાં આવ્યું હતું. જેથી દર્શકોને એક ખુબ જ મોટી સંસ્થાનું દ્રશ્ય જોવા મળે.

જાને તું યા જાને ના – સેંટ ઝેવિયર, મુંબઈ :

આ ફિલ્મના શરુઆતના ગીત અને દ્રશ્યોનું શુટિંગ આ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ યુવાનોમાં ઘણી લોકપ્રિય સાબિત થઇ. તેમાં ઇમરાન ખાન અને જેનેલિયા દી સુઝાએ મુખ્ય રોલ ભજવ્યા હતા. આ ફિલ્મ વિદ્યાર્થીના એક એવા ગ્રુપની આજુ બાજુ ફરે છે. જે એક સાચા રોમાન્ટિક સાથીની શોધમાં સંઘર્ષમય છે.

ફૂકરે – મિરાંડા હાઉસ, દિલ્હી વિશ્વવિદ્યાલય :

મિરાંડા હાઉસને આ ફિલ્મમાં દિલ્હી વિશ્વવિદ્યાલયના સહ સિક્ષાના એક મુખ્ય કોલેજના રૂપમાં દેખાડવામાં આવ્યું છે. મિરાંડા હાઉસ મહિલા કોલેજ છે. ૨૦૧૩ માં રીલીઝ થયેલી આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, અલી ફઝલ અને મનોજત સિંહે અભિનય કર્યો છે. આ સ્ટોરી દિલ્હીના ચાર આળસુ છોકરાઓના જીવનની આસપાસ ફરે છે. જે લોકો આગળ જઈને એક જવાબદાર યુવાન બની જાય છે.

તે ઉપરાંત, બેન્ડ બાજા બારાત અને તનું વેડ્સ મનુ રીટર્ન્સનું શુટિંગ પણ ભારતીય કોલેજ કેમ્પસમાં જ થયું છે. જે ક્યાંક ને ક્યાંક ભારતીય કોલેજના આકર્ષક સ્ટ્રક્ચર અને ત્યાંની શિક્ષણને લગતી કામગીરી તરફ આપણું ધ્યાન અનાયાસે જ ખેંચે છે.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.