બોલિવૂડના આ 10 સ્ટાર્સથી પાડોસી રહે છે પરેશાન, એકે તો લિફ્ટમાં જ કર્યો હતો પેશાબ…

બોલીવુડ સ્ટાર્સના પાડોશી હોવું પોતાના માટે મજાની વાત છે. સામાન્ય લોકોને તેમના પાડોશી બનવાની તક મળી જાય તો તે આનંદથી નાચી ઉઠશે. પરંતુ જેને પહેલાથી જ તક મળી છે અને જે પહેલાથી જ તેના પાડોશી છે હકીકતમાં તે તેનાથી દુઃખી રહે છે અને તેને જો પૂછવામાં આવે તો તે આ કલાકારોને ક્યારે પણ પોતાના પાડોશી બનાવવા નહિ માંગે.

સ્ટાર્સની દોડધામ ભરેલું જીવન જીવવું એક સામાન્ય માણસની હેસિયતની વાત નથી. ઘણી વખત તેમના વર્તનથી તેની આડોશ પાડોશમાં રહેવા વાળા લોકોને મુશ્કેલી પડવા લાગે છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના ૧૦ એવા સ્ટાર્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તેમના પાડોશી ઘણા દુઃખી રહે છે.

કરીના કપૂર : બોલીવુડની બેગમ કરીના કપૂરથી પણ તેના પાડોશી દુઃખી છે, એક વખત કરીનાએ પોતાના ઘરમાં ફિલ્મની જાહેરાતનું સ્ક્રીનીંગ રાખ્યું હતું, જેને કારણે તેના ઘર ઉપર થોડા લોકો આવ્યા હતા. મોડી રાત સુધી ચાલતી પાર્ટીને કારણે પડોશીઓને ઘણી મુશ્કેલી પડી અને ફરિયાદ કરીને પાર્ટી બંધ કરાવી.

આદિત્ય પંચોલી : આદિત્ય પંચોલીએ તો પોતાના એક પાડોશીનું નાક તોડી નાખ્યું હતું. ખાસ કરીને આદિત્યના ઘરે આવેલા એક ગેસ્ટે તેના પાડોશીની જગ્યાએ પોતાની ગાડી પાર્ક કરી દીધું હતું. તે વાતને લઈને આદિત્ય અને તેના પાડોશી વચ્ચે ઘણી માથાકૂટ થઇ અને ગુસ્સામાં આવીને આદિત્યએ પાડોશી ઉપર હાથ ઉપાડી લીધો.

પ્રીટી ઝીંટા : મીડિયા રિપોર્ટ અનુસાર પ્રીટી ઝીંટા ઉપર તેના પાડોશીઓએ આરોપ લગાવ્યો હતો કે તે પોતાના સ્ટેટસનો દુરઉપયોગ કરે છે. ખાસ કરીને તે જ્યારે પણ પાર્ક અને સ્વિમિંગ પુલ જતી હતી તેના બાઉન્સર હંમેશા તેની સાથે રહેતા હતા. તે સામાન્ય લોકો અને બાળકોને પાર્ક અને સ્વીમીંગ પુલ એરીયામાં આવવાથી અટકાવતી હતી અને તે વાત પાડોશીઓને જરાપણ પસંદ આવતી ન હતી.

રણબીર કપૂર : કેટરીના સાથે બ્રેકઅપ પછી રણબીર અવાર નવાર ઘરે પાર્ટી રાખતો રહેતો હતો. એક દિવસ પાર્ટી દરમિયાન જયારે તે મ્યુઝીક વગાડી રહ્યો હતો, તો પડોશીઓએ તેને મ્યુઝીક ઓછું કરવા માટે કહ્યું પરંતુ રણબીરે તેની વાત સાંભળી નહિ. પાછળથી પડોશીઓએ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવી પડી અને પછી પોલીસે આવીને મામલો શાંત પાડ્યો.

રાની મુખર્જી : મીડિયા રિપોર્ટ અનુસાર રાની મુખર્જીની સોસાયટીની લીફ્ટ માત્ર તેનું કુટુંબ જ ઉપયોગ કરતા હતા. તેમ છતાં પણ કોઈએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ છતાં પણ પાડોશીઓને હંમેશા રાની અને તેના કુટુંબને કારણે જ કોઈને કોઈ વાતને લઇને તકલીફ વેઠવી પડતી હતી.

સલમાન ખાન : સલમાન ખાનનું પનવેલમાં એક ઘર છે, જ્યાં તે હંમેશા પાર્ટી હોસ્ટ કરે છે. પરનું પાર્ટી કરતી વખતે તે પોતાની સાથે સાથે પાડોશીઓની પ્રોપર્ટીને પણ બંધ કરાવી દે છે. તે વાતને લઈને ઘણી વખત તેમના પડોશી પોલીસમાં ફરિયાદ પણ કરી ચુક્યા છે.

એશ્વર્યા રાય : જયારે એશ્વર્યા અને સલમાન રીલેશનશીપમાં હતા, ત્યારે લગભગ રોજ સલમાન ખાન એશ્વર્યાના ઘરની બહાર નાટક કરતો હતો. તે જોર જોરથી બુમો પાડતો હતો અને દરવાજો ખખડાવતો હતો. એશ્વર્યાના પાડોશીએ તે વાતની ફરિયાદ પોલીસને કરી હતી.

શહીદ કપૂર : જ્યારે શાહિદના ઘરનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, જેની તકલીફ પાડોશીઓને વેઠવી પડી. રીપેરીંગમાં અવાર નવાર થતા દેકારાથી દુઃખી થઈને પડોશીઓએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહિ રીપેરીંગ કરવા વાળા મજુર પાડોશીઓની દીવાલ ઉપર પેશાબ પણ કરતા હતા.

અમિતાભ બચ્ચન : અમિતાભ બચ્ચન વિરુદ્ધ એક પૂર્વ રાજકારણીએ ફરિયાદ નોંધાવી હતી. ખાસ કરીને બીગ બીના ઘરનું રીપેરીંગ કામ મોડી રાત સુધી ચાલતું હતું. જેથી તેમને ઘણી મુશ્કેલી પડતી હતી. આમ તો પાછળથી આ બાબત પોતાની રીતે જ અંદરો અંદર જ ઉકેલાઈ ગઈ હતી.

શક્તિ કપૂર :શક્તિ કપૂર ઉપર એક વખત આરોપ લાગ્યો હતો કે તેમણે લીફ્ટમાં પેશાબ કરી દીધો હતો અને કોરીડોર ઉપર ઉઘાડા ફરી રહ્યા છે. શક્તિ કપૂરના પડોશીઓએ એની વિરુદ્ધ કેસ થાણેમાં નોંધાવ્યો હતો. આમ તો આ ઘણી પહેલાની વાત છે. ત્યાર પછી શક્તિ કપૂરે પોતાની ભૂલ સમજીને પાડોશીઓ પાસે માફી માગી હતી. ઉપરની જણાવેલ દરેક માહિતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર છે અમે તેની પુષ્ટિ કરતાં નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.