બોલીવુડની હિરોઇનો કરતા વધારે પ્રખ્યાત હતી તેમની આ સાડીઓ, નંબર 4 સાડી આજે પણ છે સુપરહિટ.

કહે છે કે મહિલાઓની સાચી સુંદરતા સાડીમાં જ ઉભરી આવે છે. સાડી હિન્દુસ્તાની મહિલાઓની ઓળખાણ છે. એક છોકરી સાડીમાં જેટલી સુદંર દેખાય છે, એટલી સુંદર તે બીજા કોઈ પોશાકમાં નથી દેખાતી. સાડી પહેરવાની પરંપરા ઘણી જૂની છે. બસ સમયની સાથે સાથે સાડી પહેરવાની સ્ટાઈલ જરૂર બદલાઈ ગઈ છે. બોલીવુડ અભિનેત્રીઓ પણ સાડીમાં ઘણી સુંદર દેખાય છે. ઘણી પ્રસિદ્ધ અભિનેત્રીઓ ફિલ્મોમાં સાડી પહેરીને પોતાનો જાદુ પાથરી ચુકી છે. ઘણી અભિનેત્રીઓ સાડી અને તે પહેરવાની સ્ટાઈલ એટલી પોપ્યુલર થઇ કે આજ સુધી સાડી તેના નામથી ઓળખવામાં આવે છે. તે કહેવું ખોટું નહિ ગણાય કે આ ફિલ્મી સાડીઓ એ બોલીવુડ અભિનેત્રીઓની ઓળખ બની ગઈ.

શ્રી દેવી સાડી સ્ટાઈલ :-

શ્રી દેવી એક ઉત્તમ કલાકાર હોવા સાથે સાથે એક ઉત્તમ ડાંસર પણ હતી. ઘણી ફિલ્મોમાં તેમણે પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. ભલે તે આજે આ દુનિયામાં નથી પરંતુ તેમના દ્વારા પહેરવામાં આવેલી સાડી આજે પણ લોકોના મગજમાં વસેલી છે. ફિલ્મ ‘ચાંદની’ નો એ લુક હજુ સુધી ઘણી છોકરીઓ ફોલો કરી ચુકી છે અને આજે એ સાડીને શ્રી દેવી સ્ટાઈલ સાડીના નામથી ઓળખવામાં આવે છે.

એશ્વર્યા રાય સાડી સ્ટાઈલ :-

એશ્વર્યા રાય એક એવી અભિનેત્રી છે જેમણે માત્ર સુદરતા જ નહિ પરંતુ પોતાના જોરદાર અભિનયના જોર ઉપર લોકોના દિલ ઉપર રાજ કર્યું છે. એશ્વર્યા સુંદરતાનું ઉદાહરણ છે. તેના જેવી સુંદર મહિલા કદાચ જ કોઈ આ દુનિયામાં છે. વર્ષ ૨૦૦૨ માં આવેલી ફિલ્મ ‘દેવદાસ’ ના ગીત ‘ડોલા રે ડોલા’ સાથે એશ્વર્યા રાયની સાડી પણ હીટ થઇ ગઈ હતી. બંગાળી સ્ટાઈલમાં ડ્રેપ કરવામાં આવેલી સાડીની ડીમાંડ માર્કેટમાં વધી ગઈ હતી.

માધુરી દીક્ષિત સાડી સ્ટાઈલ :-

માધુરી દીક્ષિત બોલીવુડની એક એવી હિરોઈન છે. જે પોતાના હાસ્ય માત્રથી લાખો લોકોના દિલ ઘાયલ કરી દે છે. દુનિયાભરમાં લાખો લોકો એવા ફેંસ છે. જે માધુરીના હાસ્ય ઉપર ફિદા છે. પરંતુ જયારે ફિલ્મ ‘હમ આપકે હે કોન’ આવી હતી ત્યારે છોકરીઓ માધુરી દીક્ષિતની સાડી ઉપર ફિદા થઇ ગઈ હતી. ફિલ્મના ગીત ‘દીદી તેરા દેવર દીવાના’ માં માધુરી એ જે સાડી અને બ્લાઉઝ પહેર્યું હતું. તે ઘણા ફેમસ થયા હતા.

મુમતાઝ સાડી સ્ટાઈલ :-

મુમતાઝનું નામ અમારા જમાનાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં રહેલું હતું. મુમતાઝ એ પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી હીટ ફિલ્મો આપી છે. મુમતાઝની સાડીની એ સ્ટાઈલ બોલીવુડ અને આખી દુનિયામાં તેના નામથી જ ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૬૮ માં આવેલી ફિલ્મ ‘બ્રહ્મચારી’ ને ગીત ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ માં તેમણે એ સાડી પહેરી હતી. હવે તો એ સાડી દુકાનોમાં પણ મુમતાઝ સ્ટાઈલ સાડીના નામથી મળે છે.

પ્રિયંકા ચોપડા સાડી સ્ટાઈલ :-

પ્રિયંકા ચોપડા આજે બોલીવુડની ટોપ હિરોઈન છે. હવે તેને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ લોકો ઓળખવા લાગ્યા છે. એ હોલીવુડની ઘણી સીરીઝ અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. હાલમાં જ પ્રિયંકા ચોપડા એ અમેરિકાના પ્રસિદ્ધ હોલીવુડ સિંગર નીક જોનસ સાથે લગ્ન કર્યા છે. પ્રિયંકા ચોપડા એ ફિલ્મ ‘દોસ્તાના’ ના ગીત ‘દેશી ગર્લ’ માં જે સાડી પહેરી હતી તે ઘણી ફેમસ થઇ ગઈ હતી. તે ગીત પછી લોકો પ્રિયંકાને દેસી ગર્લના નામથી બોલાવવા લાગ્યા હતા.