પરણિત હોવા છતાં પણ બોલીવુડ ની આ ફેમસ અભિનેત્રીને લગ્નનો પ્રસ્તાવ આવે છે જાણો કેમ

બોલીવુડની દુનિયા વિષે અમે આપને અવાર-નવાર કઈક ને કઈક નવું જણાવી રહ્યા છીએ. બોલીવુડ ની દુનિયા અને ત્યાના લોકો સામાન્ય માણસની જેવા જ દેખાય છે. પરંતુ તેમના ઠાઠમાઠ અને રહેણી-કરણી સામાન્ય લોકોથી અલગ હોય છે. બોલીવુડ માં સંભાળવવા માટે દરેક સમયે કોઈ ને કોઈ કિસ્સો બનતોજ હોય છે. વાત બોલિવુડની હોય અને સંબંધનો કોઈ ઉલ્લેખ ના થાય એવું થાય જ નહીં. જી હાં બોલીવુડ વિષે સૌથી વધારે વાતો સંબંધોની જ હોય છે.

બોલિવુડમાં સુંદર અભિનેત્રીઓની કોઈ ખોટ જ નથી. એક એકથી ચડિયાતી સુંદરીઓ આપણે બોલિવુડમાં જોવા મળશે. કોઈકની સુંદરતા જોઈને તો દિવાના થઈ જવાનું મન થાય. એવી અભિનેત્રીઓના ચાહકોની સંખ્યા કરોડોમાં હોય છે. આજે અમે આપને બોલીવુડ ની એક એવી અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જે સુંદરતાની સાથે-સાથે ઘણી ટેલેંટેડ પણ છે. લોકો ફક્ત એની સુંદરતા વિષે ચર્ચા જ નથી કરતાં પણ તેના કામ વિષે પણ ઘણી વાતો કરે છે.

મોટા પડદા ની સાથે સાથે નાના પડદા પર પણ કામ કર્યું છે.

આજે અમે આપને જે બોલીવુડની અભિનેત્રી વિષે જણાવવા જઇ રહ્યા છીએ જેનું નામ છે ટીસ્કા ચોપડા છે. ટીસ્કા ચોપડા બોલીવુડ માટે ઘણું જૂનું નામ છે. ટીસ્કાને સૌથી વધારે ઓળખાણ તારે જમીં પર આવવાથી મળી. આની પહેલા લોકોએ ટીસ્કા ચોપડા પર ધ્યાન જ નહોતું આપ્યું. વધુ પડતી ફિલ્મોમાં ટીસ્કા સહાયક અભિનેત્રીની ભૂમિકા નિભાવે છે. ટીસ્કા ચોપડા ફક્ત મોટા પડદા પર કામ કરે છે એવું નથી પણ નાના પડદા પર પણ તેમના કામને બિરદાવાય છે. ટીસ્કા એ કહાની ઘર-ઘરકી,અસ્તિત્વ એક પ્રેમ કહાની અને સરકારમાં સારી ભૂમિકા નિભાવેલી.
હું લગ્ન માટે તૈયાર છુ,મને આપની વિગતો મોકલો.

ટીસ્કા આજે પણ એટલી સુંદર લાગે છે કે બોલીવુડની ઘણી અભિનેત્રીઓને તે પાછળ કરી દે છે. આજ કારણે તેને રોજબરોજ કોઈ ને કોઈ લગ્ન માટે પ્રસ્તાવ મોકલતું રહે છે. હાલમાં જ ટીસ્કાને ટ્વીટર પર લગ્નનો પ્રસ્તાવ મળેલો. એના જવાબમાં ટીસ્કાએ જવાબ આપ્યો કે તે પહેલેથીજ પરણિત છે અને એક છોકરાની માં પણ છે. આવું સાંભળ્યા પછી પણ કોઈ તેનો સ્વીકાર કરે ? જોકે ટીસ્કાએ આ જવાબ મજાકમાં આપેલો. આપને જણાવી દઈએ કે ટીસ્કાએ મેસેજના જવાબમાં કહ્યું હતું કે “ આભાર,હાં હું તૈયાર છુ,મને તમારી વિગતો મોકલી દો. મારો પતિ પણ જોવા માંગે છે કે હું એને કોના માટે છોડી રહી છુ.

ટીસ્કા ના પતિ એર ઈન્ડિયા માં પાઇલોટ છે.

આપને જણાવી દઈએ કે ટીસ્કા એ મેસેજનો જવાબ મજાકમાં દીધો હતો. ટીસ્કા ચોપડા બોલીવુડ ની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ટીસ્કા બોલીવુડની તારે જમીં પર,દિલ તો બચ્ચા હૈ જી,રહસ્ય જેવી ફિલ્મોમાં અદ્ભૂત ભૂમિકા નિભાવી હતી. આપની જાણ ખાતર જણાવી દઈએ કે ટીસ્કાના લગ્ન એર ઇન્ડિયાના પાઇલોટ કેપ્ટન સંજય ચોપડા સાથે થયા છે. ટીસ્કા અને સંજયનો એક દીકરો પણ છે.