અમિતાભથી લઈને રજનીકાંત બધાએ તમને પોપટ બનાવ્યા, બોલીવુડ નું આ છે ઝુઠાણુ

મિત્રો બોલીવુડ ફિલ્મોમાં અમુક અમુક સીન એટલા ખોટા દેખાડવામાં આવે છે, કે જેને રીયલ લાઈફમાં કરવું અશક્ય હોય છે. આજે અમે તમને બોલીવુડના ૭ એવા સીન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે રીયલ લાઈફમાં કરવું બિલકુલ અશક્ય છે.

૧. જુઠ્ઠું : ગદર ફિલ્મના એક સીનમાં સની દેઓલ હેંડપંપ ઉખાડી દે છે. સત્ય : હકીકતમાં એક હાથી પણ એને નથી ઉખાડી શકતો.

૨. જુઠ્ઠું : ફિલ્મોમાં દેખાડાય છે કે સાઈલેંસરના ઉપયોગથી બંદુક માંથી અવાજ નથી આવતો. સત્ય : સાઈલેંસરથી બંદુકનો અવાજ ઓછો થાય છે નહિ કે બંધ થાય છે.

૩. જુઠ્ઠું : બોલીવુડ ફિલ્મોમાં દાંતથી હેંડ ગ્રેનેડની પીન ખેંચવામાં આવે છે. સત્ય : જો તમે હેંડ ગ્રેનેડની પીનને દાંતથી ખેંચવાનો પ્રયાસ કરશો તો તમે તમારા દાંત તોડી દેશો.

૪. જુઠ્ઠું : ફિલ્મોમાં વીજળીનો કરંટ આપનારા મશીનથી શોટ આપવાથી હ્રદયના અટકેલા ધબકારા ફરી શરુ થઇ શકે છે. સત્ય : એ મશીનથી બંધ થયેલા ધબકારા ફરી ચાલુ નથી કરી શકાતા. આ મશીનથી હ્રદયના અસામાન્ય ધબકારાને સામાન્ય કરી શકાય છે.

૫. જુઠ્ઠું : ફિલ્મ બોર્ડરમાં સની દેઓલે બજુકાથી એક વખતમાં ઘણા ગોળા ફેંક્યા હતા. સત્ય : બજુકા માંથી એક વખતમાં માત્ર એક જ ગોળો ફેંકી શકાય છે. બીજા ગોળાને ફેંકવા માટે બજુકાને રીલોડ કરવો પડે છે.

૬. જુઠ્ઠું : બોલીવુડ ફિલ્મોમાં કલાકાર ચાલતી કાર માંથી બહાર નીકળી જાય છે. સત્ય : જો તમે ચાલતી કાર માંથી તમે બહાર નીકળવાનો પ્રયાસ કરશો તો તમે તમારા દાંત ગણતા જોવા મળશો.

૭. જુઠ્ઠું : બોલીવુડ ફિલ્મોમાં એક ગોળીથી તાળું તૂટી જાય છે. સત્ય : કોઈપણ તાળું એક ગોળીથી નથી તૂટી શકતું. કેમ કે તાળું શુદ્ધ લોઢાનું બનેલું હોય છે.

પણ મિત્રો આ ફિલ્મી દુનિયા છે. અહી આવું જ ચાલે છે. જો અહી બધું જ એકદમ સામાન્ય જીવન જેવું દેખાડવા લાગે તો પછી ફિલ્મો કોણ જુવે, બરાબરને. એમનું કામ છે આપણને મનોરંજન પૂરું પડવાનું છે. અને તેઓ એ કરે છે. હા પણ જો તમારે વધુ પડતા ખોટા સ્ટંટ જોવા હોય, તો સાઉથ ઇન્ડિયન મુવી જોવી. એમના તમને એવું એવું જોવા મળશે જે તમે ક્યારેય વિચાર્યું નહિ હોય. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું, કે ફિલ્મોમાં જોયેલા કોઈ પણ સ્ટંટ જાતે કરવાનો પ્રયત્ન કરવો નહિ. એ બધા નિષ્ણાંતોની દેખરેખમાં સેફ્ટીના સાધનો સાથે કરવામાં આવે છે. ઉત્સુક થઈને ખોટું પગલું ભરવું નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.