આ છે બોલીવુડના 10 Mismatch કપલ્સ, નંબર પાંચની જોડી જોઇને કહેશો ખરેખર પ્રેમ આંધળો હોય છે

એક કહેવત છે કે ‘પ્રેમ આંધળો હોય છે’ અને એ વાત તમને ત્યારે સાચી લાગશે જયારે તમે તમારી આજુબાજુ એવા કપલ્સ જુવો છો, જે એક બીજાથી એકદમ અલગ હોય છે. કહેવાનો અર્થ એ કપલ્સ એક બીજાથી એટલા અલગ હોય છે કે તેને mismatch કપલ્સનો એવોર્ડ આપી દેવો જોઈએ.

સામાન્ય જીવનમાં તો એવા કપલ્સ હાલના દિવસોમાં જોવા મળે છે. પરંતુ બોલીવુડમાં પણ થોડી જોડીઓ એવી છે જે એક બીજાથી એકદમ આપોઝીટ છે તેમ છતાપણ બે આત્મા એક જીવ બની ગયા છે. બોલીવુડની આ જોડીઓને જોઈને તમે પણ એવું કહેશો કે ખરેખર પ્રેમ આંધળો હોય છે.

શ્રીદેવી અને બોની કપૂર : જણાવી દઈએ કે શ્રીદેવીએ પોતાનાથી ૮ વર્ષ મોટા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે બન્નેની આ જોડી લોકોને ઘણી અટપટી લાગી હતી. પરંતુ સમાચારોના જણાવ્યા મુજબ શ્રીદેવીની સુંદરતાએ બોની કપૂરને તેના દીવાના બનાવી દીધા હતા. અને શ્રીદેવી પણ તેને પોતાનું દિલ આપી બેઠી હતી, ત્યાર પછી વર્ષ ૧૯૯૬ માં તેમણે લગ્ન કરી લીધા.

નર્ગિસ ફખરી અને ઉદય ચોપડા : આમ તો હવે એમનું બ્રેકઅપ થઇ ગયું છે, પરંતુ એક સમયમાં બન્ને રીલેશનશીપમાં હતા. જે પણ તેને જોતા હતા તેમના મનમાં એ પ્રશ્ન જરૂર આવતો હતો કે ખરેખર નર્ગિસે ઉદય ચોપડાને કેમ પસંદ કરી લીધો.

ઉર્વશી શર્મા અને સચિન જોશી : ઉર્વશી શર્મા ‘કિસના’, ‘આક્રોશ’ અને ‘નકાબ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ઉર્વશી દેખાવમાં ઘણી સુંદર છે. તેણે કલાકાર અને પ્રોડ્યુસર સચિન જોશી સાથે લગ્ન કર્યા છે. આ જોડીને પણ લોકો મિસમેચ કહે છે.

જુહી ચાવલા અને જય મેહતા : જુહી ચાવલાએ વર્ષ ૧૯૯૫ માં બિઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કર્યા છે. ૯૦ ના દશકમાં જુહી બોલીવુડની મોસ્ટ ડીમાંડીંગ હિરોઈન ગણવામાં આવતી હતી. જુહીએ પોતાની કેરિયરની પીક ઉપર પોતાનાથી ૭ વર્ષ મોટા જય મેહતા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી જુહીએ ઘણી જ ઓછી ફિલ્મોમાં કામ કર્યુ છે.

ટ્યુલીપ જોશી અને કપ્તાન નૈર : આ જોડીને જોઈને તો તમે પણ તમારું માથું પકડી લેશો. ટ્યુલીપ જોશી ‘મેરે યાર કી શાદી હે’ ફિલ્મમાં ખાસ કરીને મુખ્ય કલાકાર તરીકે જોવા મળી છે. ત્યાર પછી તે નાના પડદા ઉપર પણ કામ કરી ગયા છે. આ ફોટાને જોયા પછી તમે તો એ વિચારમાં ડૂબી જશો કે શું પ્રેમ ખરેખર આટલો આંધળો હોય છે?

કલ્કી અને અનુરાગ કશ્યપ : કલ્કી બોલીવુડની જાણીતી હિરોઈન છે અને અનુરાગ કશ્યપ જાણીતા નિર્માતા. હાલમાં તો બન્નેના છુટાછેડા થઇ ગયા છે, પરંતુ જયારે તે પરણિત હતા ત્યારે હંમેશા લોકો કલ્કીની પસંદ ઉપર પ્રશ્ન ઉઠાવતા હતા.

રાની મુખર્જી અને આદિત્ય ચોપરા : લોકોને ત્યારે ઝટકો લાગ્યો જયારે બોલીવુડની ક્વીન રાની મુખર્જીએ સામાન્ય દેખાતા અને છુટાછેડા લીધેલા આદિત્ય ચોપડા સાથે લગ્ન કરી લીધા. રાનીના ફેન્સ તેના આ નિર્ણયથી જરાપણ ખુશ ન હતા.

સિમોન સિંહ અને ફરહાદ સમર : સિમોન સિંહ નાના પડદાના એક જાણીતા કલાકાર છે અને તે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાં જોવા મળી હતી. જેમ કે તમે જોઈ શકો છો તે દેખાવમાં ઘણી સુંદર છે અને એની સરખામણીમાં તેના પતિ જરાપણ નથી.

કીમ શર્મા અને અલી પુંજાની : અલી પહેલા કીમના જીવનમાં કાર્લોસ રહેતો હતો. પરંતુ કીમએ કાર્લોસને છોડીને અનિલ સાથે લગ્ન કર્યા. મીડિયા રીપોર્ટસ મુજબ બન્નેને એક બીજા સાથે ઘણો પ્રેમ થઇ ગયો હતો, અને પ્રેમ સામે તેમણે રંગ રૂપને મહત્વ ન આપ્યું. આમ તો હવે તેમના પણ છુટાછેડા થઇ ગયા છે.

દિવ્યા ખોસલા અને ભૂષણ કુમાર : દિવ્યા ખોસલા બોલીવુડની એક સુંદર અભિનેત્રી છે. દિવ્યાએ ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા છે. ઘણા લોકો તો આજે પણ એ કહે છે કે દિવ્યાએ ભૂષણ કુમાર સાથે લગ્ન પોતાના ફાયદા માટે કર્યા છે.