બોલીવુડના આ 6 વિલને ફિલ્મોમાં લગાવ્યો કોમેડીનો પણ તડકો, બધા છે શાનદાર એક્ટર્સ

બોલીવુડમાં હંમેશા એક કલાકાર પોતાના એક અલગ અને ખાસ પ્રકારના પાત્ર માટે ઓળખાય છે. કોઈ એક્શન, કોઈ મોટીવેશનલ, કોઈ રોમાંસ, કોઈ ડાંસ તો કોઈ કોઈ બીજા ખાસ કામ માટે ઓળખાય છે. પરંતુ ફિલ્મી દુનિયામાં ઘણા કલાકારો એવા પણ છે જેમણે કારકિર્દીમાં રોમાન્ટિક, મોટીવેશનલ, કોમેડી અને વિલન તમામ પાત્રને સારી રીતે નિભાવ્યા. અહિયાં અમે એવા જ થોડા કલાકારોના નામ જણાવવા જઈ રહ્યા છીએ. બોલીવુડના આ ૬ વિલને ફિલ્મોમાં લગાવ્યો કોમેડીનો પણ તડકો, તમારા ફેવરીટ કોણ છે?

બોલીવુડના આ ૬ વિલને ફિલ્મોમાં લગાવ્યો કોમેડીનો પણ તડકો :

બોલીવુડ ફિલ્મોમાં સફળતાનો જેટલો શ્રેય હીરોને જાય છે, એટલો જ વિલેન અને બીજા પાત્રોને પણ મળવો જોઈએ. બધા પોતાની મહેનતથી પાત્રને સારું બનાવવાનો પ્રયાસ કરે છે, અને તેના વગર ફિલ્મની કહાની પણ તો અધુરી રહે છે. પરંતુ ફિલ્મમાં જીવ રેડવા માટે વિલનનો પણ સારો એવો ભાગ હોય છે. આજે અમે તમને થોડા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે કોમેડી સાથે જ નેગેટીવ પાત્ર પણ સારી રીતે નિભાવ્યા.

રીતેશ દેશમુખ :

‘એક વિલન’ અને ‘મરજાંવા’ માં ખતરનાક વિલનનું પાત્ર નિભાવનારા રીતેશ દેશમુખે ‘અપના સપના મની મની’, ‘ધમાલ’, ‘હાઉસફુલ’ જેવી ફિલ્મોમાં કોમેડીનો એવો તડકો લગાવ્યો છે કે, જોવા વાળાએ તેમનું હંમેશા સન્માન કર્યું છે. રીતેશે એક વિલનમાં જ્યાં દર્શકોને ડરાવ્યા છે, અને હાઉસફૂલની તમામ સીરીઝમાં લોકોને હસાવ્યા પણ છે.

ચંકી પાંડે :

૮૦ અને ૯૦ ના દશકમાં હીરો બનીને વિલનને મારવા વાળા ચંકી પાંડેએ હાઉસફૂલમાં જે કોમેડી કરી તે હંમેશા લોકોને યાદ રહેશે. ચિંકી પાંડેએ આ પાત્ર ઉપરાંત વિલનનું પાત્ર ફિલ્મ બેગમ જાન, સાહો જેવી ફિલ્મોમાં નિભાવ્યું છે.

કાદર ખાન :

મહાન અભિનેતા કાદર ખાને પોતાની કારકિર્દીની શરૂઆત જ વિલનના પાત્રોથી કરી હતી, પરંતુ પાછળથી તમણે સારા પાત્ર જ ભજવ્યા. કાદર ખાને તેની પાછળનું કારણ જણાવ્યું હતું કે, એક વખત તેમના દીકરાને સ્કુલમાં બીજા છોકરાઓએ માર્યો હતો, અને કહ્યું હતું કે તારા પપ્પા વિલન છે ઘણા ખરાબ છે. જયારે કાદર ખાનનો છોકરો રડતો રડતો ઘરે આવ્યો અને તેણે કહ્યું, તમે આવું કામ કેમ કરો છો. ત્યારથી કાદર ખાને વિલનના પાત્ર છોડી દીધા અને કોમેડી કે સીરીયસ પાત્ર વાળી ફિલ્મો જ સાઈન કરી.

પરેશ રાવલ :

બોલીવુડના ઉત્તમ કલાકારોમાં એક છે પરેશ રાવલ જેમણે હાલમાં જ ફિલ્મ ‘ઉરી’ માં ડોભાલનું સરસ પાત્ર નિભાવ્યું છે. પરેશ રાવલે ૯૦ના દશકમાં ઘણી બધી ફિલ્મોમાં વિલનના પાત્ર નિભાવ્યા પરંતુ તે ઉપરાંત હેરા ફેરી સીરીઝમાં બાબુ રાવના પાત્રને પણ યાદગાર બનાવ્યું છે.

શક્તિ કપૂર :

નંદુ સબકા બંદુ આ ડાયલોગતો તમને યાદ જ હશે, પરંતુ તે ઉપરાંત લલીતા આઉં જેવા ડાયલોગ પણ તમે ભૂલી નથી શક્યા. આ બંને ડાયલોગ શક્તિ કપૂરની ફિલ્મોના અલગ અલગ નમુના છે. તેમને વિલન અને કોમેડી બંને પાત્રો ઉત્તમ રીતે ભજવ્યા છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.