આ છે બોલીવુડના 7 સૌથી અમીર દંપતી, ત્રીજી જોડી તો છાપી ચુકી 6000 કરોડ રૂપિયા

બોલીવુડના જેટલા પણ મેરીડ કપલ્સ છે તે હંમેશા ચર્ચાનો વિષય બનેલા રહે છે. બોલીવુડના લગ્નમાં આમ પણ સામાન્ય લોકોને ઘણો રસ પડે છે. આ ઇન્ડસ્ટ્રીમાં સફળ લોકો ઘણા પૈસા કમાય છે. તેવામાં જયારે બે સફળ લોકોના એકબીજા સાથે લગ્ન થઇ જાય છે તો તેની કુલ સંપત્તિ પણ વધી જાય છે. તેવામાં આજે અમે તમને બોલીવુડની સૌથી શ્રીમંત પરણિત જોડીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. સાથે જ અમે તેમની કુલ સંપત્તિ વિષે પણ જણાવીશું.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી :

બોલીવુડ હિરોઈન અનુષ્કા શર્મા અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી બંને ઘણા પોપ્યુલર મેરીડ કપલ છે. આ જોડી હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે. બંને જ પોતાની ફિલ્ડમાં ધડાધડ પૈસા છાપતા રહે છે. એક અનુમાન મુજબ તેમની કુલ સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયા છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા :

જ્યાં એક તરફ શિલ્પા શેટ્ટી પાસે પૈસા ફિલ્મોના માધ્યમથી આવે છે, તો તે બીજી તરફ તેના પતિ રાજ કુન્દ્રા તો ઘણા મોટા બિઝનેસમેન છે. તે કારણ છે કે આ કપલની કુલ સંપત્તિ ૨૭૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે. રાજ કુન્દ્રાના શિલ્પા સાથે બીજા લગ્ન હતા.

શાહરૂખ અને ગૌરી ખાન :

શાહરૂખ ખાન માત્ર અભિનયની બાબતમાં જ નંબર ૧ નથી પરંતુ પૈસા કમાવામાં પણ તેમનો કોઈ જવાબ નથી. શાહરૂખનું રેડ ચીલી ઈંટરટેનમેંટ નામનું એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે. અને તેની પત્ની ગૌરી ખાન એક નિર્માતા અને ફેશન ડિઝાઈનર છે. તેવામાં આ કપલની કુલ સંપત્તિ લગભગ ૬૦૦૦ કરોડ ઉપર જાય છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન :

અમિતાભ બચ્ચનની ઉંમર ૭૦ વર્ષની ઉપર છે, પરંતુ આજ સુધી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તે ટીવી શો ‘કોન બનેગા કરોડપતિ’ ની ઘણી સીઝન પણ કરી ચુક્યા છે. તેમના અમુક બિઝનેસ પણ ચાલે છે. અને પત્ની જયા પણ અભિનેત્રી અને સાંસદ બંને રહી ચુકી છે. તેવામાં તેને પૈસાની કોઈ અછત નથી. તેમની કુલ સંપત્તિ ૩૭૦૦ કરોડ રૂપિયા છે.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના :

અક્ષય કુમાર એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરી નાખે છે. તે લગ્ન કે કોઈ ઈવેંટમાં પણ પૈસા લઇ જાય છે. જાહેરાત કરે છે તે અલગ. પછી તેની પત્ની ટ્વિંકલ ખન્ના એક જમાનામાં હિરોઈન હતી. તેના પિતા સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા. જેની પાસે પહેલાથી ઘણી સંપત્તિ હતી. તેવામાં આ કપલની કુલ સંપત્તિ લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા આસપાસ છે.

રાની મુખર્જી અને આદિત્ય ચોપડા :

રાની મુખર્જી બોલીવુડની જાણીતી હિરોઈન છે. તેના પતિ આદિત્ય ચોપડા (યશ ચોપડાના દીકરા) ઇંડિયાના ટોપ ફિલ્મ પ્રોડક્શનના માલિક છે. એવી રીતે આ કપલ પાસે પણ અઢળક પૈસા છે. તેની કુલ સંપત્તિ ૬૦૦૦ કરોડની આસપાસ છે.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર :

વિદ્યા બાલન પણ બોલીવુડમાં ફિલ્મો કરી ઘણા પૈસા કમાઈ રહી છે. આમ તો તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર તો અઢળક પૈસા કમાય છે. હકીકતમાં તે યુટીવી ગ્રુપના માલિક પણ છે. તેની ઘણી ચેનલ્સ, ટીવી શો અને ફિલ્મ પ્રોડક્શન ચાલતા રહે છે. તેની કુલ કમાણી ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.