પરિવારની મરજી વિરુદ્ધ આ 7 સ્ટાર્સે ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન, જાણો કોણ કોણ છે આ યાદીમાં

જયારે દિલને પ્રેમ થાય છે તો દુનિયાની કોઈ તાકાત તેને મળવાથી નથી રોકી શકતી. પ્રેમ પછી હંમેશા લોકો માટે આગળનું સ્ટેપ લગ્ન જ હોય છે. પરંતુ ભારતમાં જો ધર્મ, જાતી અને ઉંમરમાં વધુ અંતર હોય તો ઘરવાળા લગ્ન માટે રાજી નથી થતા. તેવામાં ઘણા પ્રેમી જોડા ઘરેથી ભાગીને લગ્ન કરી લે છે. બોલીવુડ કલાકારો પણ આ કામમાં પાછળ નથી. આજે અમે તમને એ કલાકારો વિષે જણાવીશું જેમણે કુટુંબની ઈચ્છા વિરુદ્ધ જઈને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા.

જીતેન્દ્ર અને શોભા :

પોતાના જમાનાના હેન્ડસમ સુપરસ્ટાર જીતેન્દ્રનું હેમા માલિનીથી લઈને શ્રીદેવી અને જ્યા પ્રદા સુધી અફેયર ચાલ્યા હતા. આમ તો વાત લગ્નની આવી તો તેમણે એયરહોસ્ટેસ શોભા સાથે સાત ફેરા લીધા. જીતેન્દ્રની દીકરી એકતા કપૂરે એક વખત ઈંસ્ટાગ્રામ ઉપર મમ્મી પપ્પાનો ફોટો શેયર કરી જણાવ્યું હતું કે, આજથી ૪૩ વર્ષ પહેલાના દિવસોમાં શરદ પુનમના રોજ તેમણે ભાગીને લગ્ન કર્યા હતા.

આમીર ખાન અને રીના દત્તા :

આમીર ખાન અને રીના એક બીજાના પાડોશી હતા. આમ તો આમીર મુસલમાન અને રીના હિંદુ હતી તે કારણથી એમને લગ્નમાં મુશ્કેલી પડી રહી હતી. અને બંનેની ઉંમર પણ ઓછી હતી તો તેમણે પુખ્ત થવાની રાહ જોઈ. પછી જયારે આમીર ૨૧ અને રીના ૧૯ ની થઇ તો ૧૮ એપ્રિલ ૧૯૮૬ના રોજ બંનેએ ઘરેથી ભાગીને રજીસ્ટારની ઓફીસમાં લગ્ન કરી લીધા. આમ તો વર્ષ ૨૦૦૨માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ :

સૈફ ૨૧ વર્ષના અને અમૃતા 33 વર્ષની હતી જયારે બંને વચ્ચે પ્રેમ થયો હતો. ઉંમરનું અંતર અને અલગ ધર્મને કારણે જ તેમના ઘર વાળા લગ્ન માટે રાજી ન હતા. તેવામાં બંનેએ વર્ષ ૧૯૯૧માં કુટુંબની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. આમ તો ૨૦૦૪માં બંનેના છૂટાછેડા પણ થઇ ગયા હતા.

શમ્મી કપૂર અને ગીતા બાલી :

વર્ષ ૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘રંગીન રાતે’ ના શુટિંગ દરમ્યાન શમ્મીને ગીતા સાથે પ્રેમ થઇ ગયો હતો. આમ તો ગીતા ઉંમરમાં શમ્મી કરતા મોટી હતી એટલા માટે એ નક્કી હતું કે, ઘરવાળા લગ્ન માટે નહિ માને. તે વિચારીને બંનેએ ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

આશા ભોસલે અને ગણપતરાવ ભોસલે :

ફેમસ ગાયક આશા ભોસલેએ ૧૬ વર્ષની ઉંમરમાં ૩૧ વર્ષના પર્સનલ સેક્રેટરી ગણપત રાવ ભોસલે સાથે કુટુંબની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા. ૧૯૪૯માં થયેલા આ લગ્ન ૧૯૬૦માં તૂટી ગયા હતા. પછી આશાએ ૧૯૮૦માં ગાયક અને કમ્પોઝર આર.ડી.બર્મન સાથે બીજા લગ્ન કરી લીધા હતા.

પદ્મિની કોલ્હાપૂરી અને પ્રદીપ શર્મા :

પદ્મિનીને ‘એસા પ્યાર કહાં’ ફિલ્મના પ્રોડ્યુસર રદીપ શર્મા સાથે પ્રેમ થયો હતો. જાતી અલગ હોવાને કારણે તેમના ઘરવાળા લગ્ન માટે રાજી ન હતા. તેવામાં પદ્મિની ઘરેથી ભાગી ગઈ અને ૧૪ ઓગસ્ટ ૧૯૮૬ના રોજ પ્રદીપ સાથે મુંબઈમાં રહેતા દોસ્તને ત્યાં લગ્ન કરી લીધા.

શશી કપૂર અને જેનીફર કેંડલ :

શશી કપૂર અને જેનીફર થીએટરમાં સાથે કામ કરતા હતા. તે બંનેમાં પ્રેમ થયો. જેનીફરના પિતા લગ્ન માટે રાજી ન થયા, તો તે ભાગીને મુંબઈ આવી ગઈ અને જુલાઈ ૧૯૫૮માં બંનેએ લગ્ન કરી લીધા. આમ તો ૧૯૮૪માં જેનીફરનું કેન્સરને કારણે અવસાન થઇ ગયું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.