કોઈ બેભાન થઈને પડ્યું તો કોઈના તૂટ્યા હાથ-પગ, જુઓ ફિલ્મ સેટ પર કેવી રીતે ઘાયલ થયા આ 10 સ્ટાર્સ

કોઈના તૂટ્યા હાથ-પગ, તો કોઈ બેભાન થઈને જમીન પર પડ્યા, જુઓ ફિલ્મ સેટ પર કેવી રીતે ઘાયલ થયા આ 10 સ્ટાર્સ

બોલીવુડના હીરો કે હિરોઈન બનવાનું સપનું દરેક જુવે છે. બધાને એવું લાગે છે કે આ કામ ઘણું સરળ છે અને તેમાં ઘણા બધા પૈસા મળી જાય છે. આમ તો એક સફળ સ્ટાર બનવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. ઘણી વખત તો આ મહેનતની ગડમથલમાં કલાકારો ઈજાગ્રસ્ત પણ થઇ જાય છે. ફિલ્મ શુટિંગ દરમિયાન હંમેશા અકસ્માત થવાનો ભય રહે છે. તેવામાં આજે અમે તમને તે મહેનતુ કલાકારોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે પોતાની ફિલ્મના શુટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત કે બેભાન થઇ ગયા હતા.

એશ્વર્યા રાય :

‘ખાકી’ ફિલ્મના શુટિંગ દરમિયાન એશ્વર્યાને ઘણી ઈજા થઇ હતી. તે દરમિયાન એશ્વર્યા ગાડીમાં બેઠી હતી અને તેમના ડ્રાઈવરે કાર ઉપરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. તેવામાં એક અકસ્માતે એશ્વર્યાને હોસ્પિટલ પહોંચાડી દીધી હતી.

જોન અબ્રાહમ :

જોન ‘ફોર્સ ૨’ નામની ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. તે ફિલ્મના એક સ્ટંટ દરમિયાન જોનને ગોઠણમાં ઈજા થઇ ગઈ હતી, તેને ગોઠણનું ઓપરેશન પણ કરાવવું પડ્યું હતું.

ઋત્વિક રોશન :

ઋત્વિકને બોલીવુડના એક્શન હીરો પણ કહેવામાં આવે છે. તેને પોતાના સ્ટંટ જાતે કરવાનું ગમે છે. તેવામાં તે બેંગ બેંગ અને મોહનજોદારો જેવી ફિલ્મના શુટિંગમાં ઈજાગ્રસ્ત થઇ ચુક્યા છે.

શાહરૂખ ખાન :

શાહરૂખ ખાનને બોલીવુડના કિંગનું બિરુદ એમ જ નથી મળ્યું, તેના માટે તેમણે ઘણી મહેનત કરી છે અને ઘણી ઈજાઓ પણ સહન કરી છે. માઈ નેમ ઈઝ ખાન અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોના શુટિંગ પછી શાહરૂખે પોતાના ખંભાનું ઓપરેશન કરાવ્યું હતું. આમ તો તેનો સૌથી ખતરનાક અકસ્માત ‘કોયલા’ ફિલ્મ દરમિયાન થયો હતો. ત્યારે શાહરૂખ ખાન મરતા મરતા બચ્યા હતા.

સલમાન ખાન :

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન પોતાની હીટ ફિલ્મ ‘વોન્ટેડ’ ના એક એક્શન દ્રશ્યને કરતા સમયે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. તેવામાં તેને સીધા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેના કારણે જ ફિલ્મનું શુટિંગ પણ અટકાવી દેવામાં આવ્યું હતું.

અક્ષય કુમાર :

અક્ષય બોલીવુડના સૌથી ફીટ અભિનેતા છે, તે માર્શલ આર્ટ એક્સપર્ટ પણ છે. અક્ષય મોટાભાગે પોતાના તમામ સ્ટંટસ જાતે જ કરવાનું પસંદ કરે છે. રાઉડી રાઠોર ફિલ્મ દરમિયાન અક્ષય ઈજાગ્રસ્ત થયા હતા. આમ તો અક્ષયે ત્યાર પછી પણ ફિલ્મનું શુટિંગ અટકાવ્યું ન હતું.

અર્જુન કપૂર :

અર્જુન ‘ગુંડે’ ફિલ્મમાં એક ડાંસ કરી રહ્યા હતા કે ત્યારે જ તે પડી ગયા હતા. તેના કારણે તેની પીઠમાં ગંભીર ઈજા થઇ હતી. તે ત્યાર પછી હોસ્પિટલ જવા માટે પણ મજબુર થયા હતા.

વરુણ ધવન :

બોલીવુડના ઉભરતા કલાકાર વરુણ ધવન ‘ઢીશુમ’ ફિલ્મના શુટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. તેવામાં તેને ૭ દિવસ આરામ કરવો પડ્યો હતો.

પ્રિયંકા ચોપડા :

બાજીરાવ મસ્તાની ફિલ્મમાં પ્રિયંકા બેભાન થઇને પડી ગઈ હતી. એવું કામના વધુ દબાણને કારણે જ થયું હતું. સુત્રોના જણાવ્યા મુજબ તે ૬ કલાક સુધી બેભાન રહી હતી.

આમીર ખાન :

આમીર પોતાની દરેક ફિલ્મ ઉપર ઘણી મહેનત કરે છે. તેવામાં ‘દંગલ’ ફિલ્મમાં સતત ૪૦ દિવસ સુધી કામ કર્યા પછી બીજા દિવસે તે બેભાન થઈને પડી ગયા હતા. તેના કારણે જ તેના ખંભામાં ઈજા થઇ હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.