બોલીવુડની હિરોઈનો જે લગાડી બેઠી અંડરવર્ડ ડોન સાથે પોતાનું દિલ, પછી થયું શું જાણો હકીકત…

ક્રિકેટ ઉપરાંત બોલીવુડનો સબંધ અંડરવર્ડ સાથે પણ રહેલ છે. બોલીવુડના કલાકારોને અંડરવર્ડ દ્વારા ધમકી મળવાના ઘણા સમાચાર સામે આવેલ છે અને થોડી ખબરો તો અંડરવર્ડ અને બોલીવુડ વચ્ચે લવ કનેક્શનને લઈને સમાચારોમાં રહેલ છે.

બોલીવુડમાં ઘણી એવી હિરોઈનો રહેલ છે જેમણે નામ અને મોભો કમાવા છતા પણ પોતાનું દિલ કોઈ સામાન્ય માણસને આપવાને બદલે અંડરવર્ડ ડોન સાથે લગાવેલ.

આજે અમે એવી પાંચ હિરોઈનો વિષે વાત કરીશું જેમણે પોતાનું દિલ અંડરવર્ડ ડોન ને આપી દીધેલ હતું.

મોનિકા બેદી અને અબુ સાલેમ :-

વર્ષ ૧૯૯૩ માં અબુ સાલેમને મુંબઈ ધડાકા માટે ઉંમરકેદ ની સજા સંભળાવવામાં આવેલ હતી. એક સમય હતો જ્યારે અબુ સાલેમને બોલીવુડ સાથે ગાઢ સબંધ ધરાવતો હતો. અંડરવર્ડ ડોન અબુ સાલેમઅને હિરોઈન મોનિકા બેદીનો અફેયર વર્ષો સુધી રહેલ.

આ બન્નેના આ અફેયરથી ઘણી ખ્યાતી મેળવી હતી. મોનિકાએ પણ અબુ સાલેમ સાથે જેલની સજા કાપી હતી. અબુ સલેમએ તો ત્યાં સુધી દાવો કરેલ હતો કે વર્ષ ૨૦૦૦ માં તેણે અને મોનિકાએ લોસ એંજેલીસની એક મસ્જીદમાં લગ્ન કરી લીધા છે. આમ તો મોનિકા એ આ વાત નકારી કાઢેલ છે. ૨૦૦૭ માં બન્નેના સબંધ પુરા થઇ ગયા.

મંદાકિની અને દાઉદ ઈબ્રાહીમ :-

‘રામ તેરી ગંગા મેલી’ ફિલ્મથી જાણીતી થયેલ હિરોઈન મંદાકિની નું નામ અંડરવર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે જોડવામાં આવી ગયેલ છે. મંદાકિનીની ફિલ્મી કેરિયર કાંઈ ખાસ ન હતી અને ફિલ્મો કરતા દાઉદ સાથેના પોતાના સબંધોને લઈને ચર્ચામાં રહેતી હતી, તેના સબંધો વિષે દરેક જાણતા હતા પણ દાઉદ અંડરગ્રાઉન્ડ થતા જ બન્નેનો સબંધ તૂટી ગયો. પછી મંદાકિની પણ પોતાના જીવનમાં લગ્ન કરીને સેટલ થઇ ગઈ.

મમતા કુલકર્ણી અને વિક્રમ ગોસ્વામી :-

મમતા કુલકર્ણી પોતાના સમયની સૌથી જાણીતી અને હોટ હિરોઈન ગણવામાં આવતી હતી, તેનું કેરિયર ઘણું સારું ચાલી રહેલ હતું પણ અચાનક તે ફિલ્મોમાં જોવામાં આવતી બંધ થઇ ગઈ. પાછળ થી તેનું નામ ડ્રગ માફિયા વિક્રમ ગોસ્વામી સાથે જોડાયું.

કહેવામાં આવે છે કે મમતા એ વિક્રમ ગોસ્વામી સાથે લગ્ન કરી લીધા પછી બોલીવુડ થી દુર થઇ ગયેલ હતી અને પછીથી ડ્રગના અઢળક વેપારમાં તેનો સાથ આપવા લાગી હતી.

અનીતા અયુબ અને દાઉદ ઈબ્રાહીમ :-

મંદાકિની ઉપરાંત પાકિસ્તાની હિરોઈન અનીતા અયુબ પણ પોતાનું દિલ દાઉદ ને આપી બેઠી હતી. આમ તો અનીતાનું ફિલ્મી કેરિયર વધુ સફળ ન હતું પણ દાઉદનું દિલ જીતવામાં તે પૂરી રીતે સફળ રહી. સાંભળવામાં આવેલ હતું કે જ્યારે એક પ્રોડ્યુસર જાવેદ સિદ્દીકી એ અનીતાને પોતાની ફિલ્મમાં લેવાની ના કહી દીધી હતી ત્યારે દાઉદના કહેવાથી તેને મારી નાખવામાં આવેલ હતો.

સોના અને હાજી મસ્તાન :-

સોના વીતેલા સમયની બિ ગ્રેડ હિરોઈન હતી પણ આંખો ચહેરો બોલીવુડની જાણીતી હિરોઈન મધુબાલા સાથે ઘણે અંશે મળતો હતો. સોના પણ પોતાનું દિલ ગેંગસ્ટર હાજી મસ્તાનને આપી બેઠી હતી. પાછળથી બ્ન્નના લગ્ન પણ થયેલા. ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’ માં સોનાનું પાત્ર કંગના રનોટ એ નિભાવેલ છે.