જો તમારી અંદર આવડત છે તો કોઈપણ તમારી પાસેથી તે છીનવી નથી શકતા, અને જો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ રહેલા છો તો આવડતના બળ ઉપર તમારી ઉપર પૈસાનો વરસાદ સુધી થઇ શકે છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામ કરવા વાળાની અંદરની આવડત જ તેમની ફી નક્કી કરે છે. અને ઇન્ડસ્ટ્રીમાં તો એકથી એક ચડિયાતા આવડત ધરાવતા કલાકારો રહેલા છે, બસ તેને તક મળવાની રાહ હોય છે. ઘણા બધા કલાકાર બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરે છે. અને નાની ઉંમરમાં જ તે મોટા કારસ્તાન કરી જાય છે. આ બાળ કલાકારોની સામે ફિક્કો છે ટીવી અને બોલીવુડ સ્ટાર્સનો જાદુ. તેની ફી જાણીને તમે પણ વિચારશો કે આટલી નાની ઉંમરમાં આટલું કમાય છે તો મોટા થઇને આ બાળકો શું કરશે.
આ બાળ કલાકાર સામે ફિક્કો છે ટીવી બોલીવુડ સ્ટારનો જાદુ :
આજકાલ ફિલ્મોમાં બાળકોના કામની પણ નોંધ લેવામાં આવે છે, અને જો કામ સારું કરશે તો બીજા શો કે ફિલ્મોમાં પણ લેવામાં આવશે, અને મેકર્સએ તેમને ફી પણ સારી આપવી પડશે.
૧. હર્ષ ન્યાર :
વર્ષ ૨૦૧૧ માં આવેલી ફિલ્મ ‘આઈ એક કમાલ’ માં હર્ષ ન્યારએ એવું પાત્ર ભજવ્યું કે એટલી નાની ઉંમરમાં તેને લોકપ્રિયતા મળી ગઈ. તેમણે ન માત્ર ૨૧ દિવસના શુટિંગ માટે લગભગ ૧ લાખ રૂપિયા ફી મળી હતી. ત્યાર પછી તેને બીજી ફિલ્મ પણ મળી. તેને રાણી મુખર્જીની ફિલ્મ ‘હિચકી’ માં જોવામાં આવ્યા હતા.
૧. દિયા ચાલવાડ :
ફિલ્મ ‘પિઝ્ઝા’ અને ‘રોકી હેન્ડસમ’ માં દિયા ચાલવાડએ સારો અભિનય કર્યો હતો. તમે એ વાતથી ચકિત થઇ શકો છો કે તેને ફિલ્મના શુટિંગ માટે એક દિવસના ૨૫,૦૦૦ રૂપિયા મળે છે. જાહેરાતોમાં કામ કરવાના તેને ૫૦ થી ૬૦ હજાર રૂપિયા સુધી મળે છે.
૩. દર્શીલ :
વર્ષ ૨૦૦૭ માં આવેલી ફિલ્મ ‘તારે ઝમી પર’ ના નાના કલાકાર દર્શીલ છે, જેમણે આમીર ખાનના અભિનયને ટક્કર આપી હતી. દર્શીલએ આ ફિલ્મ ઉપરાંત ‘બમ-બમ ભોલે’, ‘બ્રધર્સ’ અને ‘ઢીશુમ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. દર્શીલને ૬ દિવસમાં શુટિંગ માટે ૩૦ હજાર રૂપિયા મળ્યા હતા.
૪. હર્શાલી મલ્હોત્રા :
દબંગ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં તમને મુન્ની તો યાદ જ હશે. કદાચ જ કોઈ હશે જે હર્શાલીને ભૂલ્યા હશે અને તેની માસુમિયત ઉપર ફિદા ન થયા હોય. હર્શાલી આ ફિલ્મ ઉપરાંત ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી ચુકી છે. હર્શાલી જોત જોતામાં ઓવરનાઈટ સેંસેશન બની ગઈ હતી અને હર્શાલીની ફી હવે લાખોમાં છે. જેને નિર્માતા હસતા હસતા આપે છે. હર્શાલીmikhail gandhi માત્ર ૭ વર્ષની ઉંમરમાં એટલી મોટી રકમ કમાય છે.
૫. મિખાઈલ ગાંધી :
ફિલ્મ ‘સચિન દ બિલીયન ડ્રીમ્સ’ માં સચિન તેંદુલકરના બાળપણનું પાત્ર ભજવવા વાળા બાળ કલાકાર મિખાઈલ ગાંધીએ સુંદર અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે તેને ૩૦૦ બાળકો માંથી પસંદ કરવામાં આવ્યા હતા, અને તેની ઉપરથી તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો કે તેને કેટલી ફી મળી હશે. મિખાઈલને એક ફિલ્મ માટે ૧ થી ૨ લાખ રૂપિયા અને દરેક જાહેરાત માટે ૩૦ થી ૫૦ હજાર રૂપિયા આપવામાં આવે છે.
૬. સારા અર્જુન :
ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ માં સારા અર્જુનને છેલ્લી વખત જોવામાં આવી હતી. તેમણે એશ્વર્યા રાય બચ્ચન સાથે ફિલ્મ ‘જઝબા’ માં પણ જોવામાં આવી હતી. તે ઉપરાંત જલ્દી જ તે ઈરફાન ખાન સાથે હોલીવુડ ફિલ્મમાં પણ જોવા મળવાના છે.