આ બોલીવુડ કપલ્સે અનોખા અંદાજમાં જાહેર કરી હતી તેમની પ્રેગ્નેન્સી, જોઈને કહેશો હાઉ ક્યૂટ

કોઈ પણ કપલ્સના જીવનમાં માતા પિતા બનવાની ક્ષણ સૌથી વિશેષ હોય છે. એ ક્ષણ માત્ર કોઈ સામાન્ય પરણિત જોડા માટે જ નહિ પરંતુ બોલીવુડ સેલીબ્રીટીઝ માટે પણ ઘણું વિશેષ હોય છે. બોલીવુડ કપલ્સ સામાન્ય લોકોથી અલગ હોય છે એટલા માટે તેમના જીવન સાથે જોડાયેલા કોઈ પણ બાબત બીજા લોકોથી એકદમ અલગ હોય છે. બોલીવુડ કપલ્સના લગ્ન પણ સામાન્ય લોકોથી અલગ હોય છે. સાથે જ માતા પિતા બનવાની વાત પણ તે કપલ્સ કાંઈક અલગ પ્રકારે જ આપે છે. આજે આપણે જાણીશું એવા કપલ્સ વિષે જેમણે પોતાના માતા પિતા બનવાના સમાચાર લોકોને એકદમ અલગ રીતે જ જણાવ્યા.

સોનિયા મિર્ઝા – સોએબ મલિક :

ભારતીય ટેનીસ સ્ટાર અને પાકિસ્તાની ક્રિકેટ, સ્ટાર સોનિયા અને શોએબના લગ્નને લઇને ઘણી ધમાલ મચી હતી. આમ તો પાછળથી બન્નેના પ્રેમ અને સોનિયાના જવાબએ સૌને વિશ્વાસ અપાવી દીધો કે તે બન્ને બેસ્ટ કપલ છે. લગ્ન પછી લાંબા સમય સુધી સોનિયાના માં બનવાના સમાચાર પણ તેમના સંબંધો ઉપર પ્રશ્ન ઉભા કરવા લાગ્યા હતા. પરંતુ જે સમયે આ ખુશ ખબર આ કપલને મળ્યા તો તેમણે ખુબ જ અલગ રીતે લોકો સાથે પોતાની આ ખુશીને શેર કરી.

સોનિયાએ એક વોર્ડ રોબને કાર્ટુન સ્ટાઈલમાં પોસ્ટ કર્યુ હતું. જેમાં એક તરફ મિર્ઝા અને એક તરફ મલિક લખ્યું હતું અને વચ્ચે મિર્ઝા મલિક લખ્યું હતું. તેનાથી લોકોને ખબર પડી ગઈ કે તેમના જીવનમાં નાનું એવું બાળક આવવાનું છે.

શાહિદ – મીરા :

બોલીવુડના ક્યુટ કપલ્સ માંથી એક શાહિદ અને મીરાંએ પોતાના લગ્નથી લોકોને ચોંકાવી દીધા હતા. બ્રેકઅપ પછી શાહિદ અચાનકથી એરેન્જ મેરેજ કરી લેશે એ કોઈએ વિચાર્યુ ન હતું. પાછળથી મીરા અને શાહિદની કેમેસ્ટ્રી જોઈ લોકોને વિશ્વાસ થઇ ગયો કે તેમા કેટલું સત્ય છે. શાહિદ અને મીરાને પહેલી દીકરી ઓગસ્ટ ૧૦૧૬ માં થઇ અને તેમણે પોતાના નામ મેળવીને બેબીનું નામ મીશા રાખ્યું. અને જયારે મીરા બીજી વખત પ્રેગનેન્ટ થઇ તો તે સમાચાર શહીદ અને મીરાં એ એકદમ અલગ જ અંદાજમાં લોકો સાથે શેર કર્યા હતા.

શાહિદ અને મીરાએ ઈંસ્ટાગ્રામ ઉપર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેમની દીકરી મીશા સુતી હતી અને બાજુમાં ઢગલાબંધ બલુન હતા. સાથે જ ઉપર લખેલું હતું બીગ સિસ્ટર. તેનાથી લોકોને ખબર પડી ગઈ કે મીશા ઘણી જલ્દી જ બહેન બનવાની છે અને શાહિદ ફરીથી પિતા બનવાના છે. તેમણે પોતાના દીકરાનું નામ ઝૈન રાખ્યું છે.

રણવિજય સિંહ – પ્રિયંકા વોહરા :

રોડીઝ ફેમ રણવિજય ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે અને તેમના ફીમેલ ફેંસ ફોલોઈંગ ઘણા વધુ છે. રણવિજયે ૨૦૧૪ માં પ્રિયંકા સાથે લગ્ન કરી લીધા હતા. જયારે પ્રિયંકા પ્રેગનેન્ટ થઇ તો એ શુભ સમાચાર રણવિજયે ઘણા સરસ અંદાજમાં પોતાના ફેંસને શેર કર્યા. રણવિજયએ પોતાનો અને પ્રિયંકાનો એક ફોટો ઈંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો જેમાં તેમણે પ્રિયંકાના બેબી બમ્પ ઉપર હાથ રાખેલો હતો. સાથે જ તેમણે લખ્યું હતું બેબી મમા અને મને કહે છે પપ્પા.

નીલ નિતન મુકેશ – રુકમણી સહાય :

નીલનું કેરિયર બોલીવુડમાં કાંઈ વિશેષ ચાલી ન શક્યું, પરંતુ તે હંમેશા સમાચારોમાં જળવાયેલો રહ્યો. નીલ અને રુકમણીએ ૯ ફેબ્રુઆરી ૨૦૧૭ માં લગ્ન કર્યા. ત્યાર પછીથી જયારે રુકમણી પ્રેગનેન્ટ થઇ તો કપલએ ઘણું જ રમુજી અને ક્રિએટીવ રીતે આ સમાચાર લોકો સુધી પહોચાડ્યા.

આ ક્યુટ કપલએ બે ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા. તેમાંથી એક ફોટામાં એક ચકલીની ચાંચમાં બેગ છે જેમાં એક બેબી છે, અને લખ્યું છે ટુ બી ડીલવર્ડ સુન. સાથે જ બીજા ફોટામાં નીલ અને રુકમણીએ હાથ પકડેલા છે અને એક કોટસ લખ્યું હતું કે અમે હવે ત્રણ થઇ જઈશું.