આ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે

વાળ આપણા શરીરનો એક એવો ભાગ હોય છે, જે કોઈ પણ લુકને સંપૂર્ણ રીતે બદલી શકે છે. માટે જયારે આપણે વાળ કપાવવા માટે જઈએ છીએ, તો ઘણું સમજી-વિચારીને જઈએ છીએ. વાળ કપાવતા પહેલા કોઈને કોઈ હેયરસ્ટાઈલ આપણા બધાના મગજમાં રહે છે, અને જયારે આપણે વાળ કપાવવા બેસીએ છીએ, તો આપણું પૂરેપૂરું ધ્યાન વાળંદના અસ્તરા પર જ રહે છે. ઘણીવાર તો આપણે એક્સપર્ટની જેમ વચ્ચે-વચ્ચે એમને સલાહ પણ આપીએ છીએ. તેમ છતાં પણ ક્યારેક તે એવા વાળ કાપી નાખે છે જેને જોઈને આપણો ગુસ્સો છલકાઈ જાય છે અને આપણે એને પૈસા આપ્યા વગર પગ પછાડીને પાછા આવી જઈએ છીએ.

પરંતુ જયારે પણ આપણે ફિલ્મોમાં બોલીવુડ સ્ટાર્સની હેયરસ્ટાઈલને જોઈએ છીએ, તો આપણા મનમાં વિચાર આવે છે કે કદાચ આપણા વાળ પણ એમના જેવા હોત. પણ અમુક ફિલ્મોમાં આ કલાકારોની હેયરસ્ટાઈલ એટલી ખરાબ હોય છે, કે એને જોઈને એવું લાગે છે કે વાળંદે પોતાની ખુન્નસ એમના વાળો પર ઉતારી છે. જો કે આ કલાકારોની એ હેયરસ્ટાઈલ ઘણી લોકપ્રિય રહી. પણ જયારે તમે પોતાને એ હેયરસ્ટાઈલમાં વિચારો છો તો હસવું આવી જાય છે. આજના આ લેખમાં અમે તમને બોલીવુડ ફિલ્મોની થોડી વિચિત્ર હેયરસ્ટાઈલ દેખાડવા જઈ રહ્યા છીએ. આ હેયરસ્ટાઈલને જોયા પછી તમે પણ વિચારશો કે કોઈ આવી હેયરસ્ટાઈલ રાખવા માટે પૈસા આપે તો પણ હું એવી હેયરસ્ટાઈલ નહિ રાખું.

અનિલ કપૂર : અનિલ કપૂરે આ હેયરસ્ટાઈલ ફિલ્મ યુવરાજ માટે અપનાવી હતી, આમાં તેમણે નાના બાળક જેવી હેયરસ્ટાઈલ કરેલી છે.

શક્તિ કપૂર : શક્તિ કપૂર પોતાના અલગ અંદાજ અને કોમેડી માટે ઓળખાય છે. તે દરેક સમયે નવા લુકમાં દેખાઈ આવે છે.

અક્ષય કુમાર : અક્ષય કુમારે આ હેયરસ્ટાઈલ ફિલ્મ એક્સન રિપ્લેમાં કરી હતી, ફિલ્મ હિટ ન થઇ પણ તેમની આ હેયરસ્ટાઈલ ખુબ ચર્ચામાં રહી.

રણવીર સિંહ : રણવીર સિંહને પોતાના બિંદાસ અંદાજ માટે ઓળખવામાં આવે છે. તે એટલા માટે નવા લૂક અને નવી હેયરસ્ટાઈલ અપનાવ્યા કરે છે.

અમરીશ પુરી : હકીકતમાં આ હેયરસ્ટાઈલ કોઈને પૈસા મળતા હોય તો પણ ન રાખે.

સૈફ અલી ખાન : સૈફ અલી ખાન હમણાં તો ફિલ્મોમાં ચાલી રહ્યા નથી, પણ તેમની આ હેયરસ્ટાઈલે તે સમયમાં આની ખુબ મજાક ઉડવામાં આવી હતી.

શાહરૂખ ખાન : શાહરુખ ખાનના ફેન્સ તેમના લુકને કોપી કરે છે પણ આ હેયરસ્ટાઈલને કોઈ કોપી કરતુ નથી.

રણવીર કપૂર : રણબીર કપૂરની આ હેયરસ્ટાઈલ ફની લિસ્ટમાં સૌથી છેલ્લે આવે છે, આ હેયરસ્ટાઈલ તેમને ફિલ્મ રોકસ્ટારમાં કરી હતી.