આ 5 બોલીવુડ કલાકારોની છે ઓર્ગેનિક ખેતી, માત્ર તેમાં ઉગેલા ફળ શાકભાજી જ ખાય છે, જાણો કારણ

ઓર્ગેનિક ખેતી વિષે તમે બધાએ સાંભળ્યું હશે, જો નથી સાંભળ્યું તો જણાવી દઈએ કે આ પ્રકારની ખેતીમાં ફળ અને શાકભાજીઓ ઉગાડવા માટે કોઈ પ્રકારના રાસાયણિક ખાદ્ય સામગ્રીઓ કે કેમિકલ્સનો ઉપયોગ નથી કરવામાં આવતો. રસાયણ વાળી ખેતીથી ઉત્પન થયેલા ફળ શાકભાજી આરોગ્ય માટે નુકશાનકારક હોય છે.

એટલા માટે એક સારા આરોગ્ય માટે હંમેશા ઓર્ગેનિક ખેતીથી ઉગેલા ફળ શાકભાજી જ ખાવા જોઈએ. આમ તો બજારમાં ઓર્ગેનિક ખેતી કરવા વાળા ઘણા ઓછા લોકો હોય છે. તેવામાં પોતાના આરોગ્યનું ધ્યાન રાખતા ઘણા લોકો પોતે જ ઓર્ગેનિક ખેતી કરવાનું શરુ કરી દે છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા લોકો એવા છે જે ઓર્ગેનિક ખેતી કરીને અને ત્યાં ઉગેલા ખાદ્ય પદાર્થો જ ખાય છે.

અજય દેવગન

આંખોથી અભિનયના ઊંડાણ સુધી જવા વાળા અજય દેવગન પોતાના ફાર્મ હાઉસમાં ઉગાડેલા શાકભાજી જ ખાય છે. તેનો પોતાનો ૨૮ એકરનો એક ફાર્મ હાઉસ છે જે મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના કાર્જટમાં આવેલો છે. આ ફાર્મ હાઉસમાં અજય પોતાના માટે ઓર્ગેનિક ફળ અને શાકભાજીઓની ખેતી કરે છે. અહિયાં પપૈયાના લગભગ ૪૫૦૦ અને કેળાના લગભગ ૨૫૦૦ ઝાડ છે. અને આંબાના પણ સેંકડો ઝાડ છે. તેની સાથે જ ઘણા પ્રકારની શાકભાજીઓ પણ અહિયાં ઉગાડવામાં આવે છે. આ બધા ફળ અને બધું અજય દેવગનના મુંબઈ આવેલા બંગલામાં જાય છે.

અમિતાભ બચ્ચન

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ પોતાના આરોગ્યનું ધ્યાન રાખતા માત્ર પોતાના ખેતરમાં ઉગાડવામાં આવેલા શાકભાજી જ ખાય છે. તે લગભગ ૬ વર્ષ પહેલા પોતાની ખેતીવાડીને લઈને ચર્ચામાં આવ્યા હતા. બીગ બીએ લખનઉ પાસે કાકોરીમાં ૨૦૧૦માં લગભગ ૧૪ એકર જમીન ખરીદી હતી. તે જમીનમાં ઉગેલા શાકભાજીઓ તેના ઘર સુધી આવી જાય છે. ૨૦૧૧માં તો યુપી સીટ કોર્પોરેશને તેને ફાર્મર મેમ્બર પણ બનાવી લીધા હતા.

નાના પાટેકર

નાના પાટેકર એક કલાકાર હોવાની સાથે સાથે એક ખેડૂત પણ છે. એ જ કારણ છે કે તે ખેડૂતો સાથે જોડાયેલી સમસ્યાને સારી રીતે સમજે છે અને તેના હિતમાં નિવેદન પણ આપે છે. નાનાનું પુણે પાસે એક ગામમાં ૨૫ એકરનું મોટું ફાર્મ હાઉસ છે. અહિયાં નાના ઘણા પ્રકારના શાકભાજીઓ, ફળ અને પાક ઉગાડે છે.

ધર્મેન્દ્ર

ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે બોલીવુડના હિમેન ધર્મેન્દ્ર એક ખેડૂત કુટુંબમાંથી આવે છે. ફિલ્મોમાં નામ અને પૈસા બંને કમાવા છતાં પણ તે શોખ તરીકે ખેતી વાડી પણ કરે છે. ધર્મેન્દ્રનું પુણે હાઈવે ઉપર લોનાવાલામાં ૧૫ એકરનું એક ફાર્મ હાઉસ છે. અહિયાં તે જાત જાતના ફળ અને શાકભાજીઓની ખેતી કરે છે. તે ઉપરાંત પંજાબના ફગવાડામાં તેના પૂર્વજોની ખેતી પણ છે.

શિલ્પા શેટ્ટી

ફીટનેશ પ્રત્યે હંમેશા જાગૃત રહેવા વાળી શિલ્પા શેટ્ટી પણ ઓર્ગેનિક ફળ શાકભાજીઓનું મહત્વ સમજે છે, એ કારણ છે કે તે મોટાભાગે ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો ખાવા ઉપર ભાર આપે છે. શિલ્પાની કોઈ ખેતી કે ફાર્મ હાઉસ તો નથી પરંતુ તે પોતાના ઘરના બગીચામાં જ ઓર્ગેનિક ફળ અને શાકભાજીઓ ઉગાડે છે. જો તમે પણ તમારા આરોગ્યનું સારી રીતે ધ્યાન રાખવા માગો છો તો ઓર્ગેનિક ખેતી વાળા ફળ શાકભાજી જ માર્કેટ માંથી ખરીદો. જો શક્ય હોય તમારા ઘરની જમીન કે કુંડામાં પણ વધુમાં વધુ શાકભાજી ઉગાડો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.