હાલમાં જ કુમાર ગૌરવની દીકરી સિયાના લગ્ન થયા. આ લગ્નમાં સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્ત સાથે ગયા હતા. કુમાર ગૌરવના લગ્ન સંજય દત્તની બહેન નમ્રતા દત્ત સાથે ૧૯૮૪માં થયા હતા. લગ્નના થોડા ફોટા પણ સામે આવ્યા. આ ફોટામાં કુમાર ગૌરવનો લુક એકદમ અલગ લાગી રહ્યો. કુમાર ગૌરવની ગણતરી એક સમયે બોલીવુડના હીટ હીરોમાં કરવામાં આવતી હતી.
૮૦ના દશકમાં એક સ્ટાર કીડ તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરી કુમાર ગૌરવે પોતાની માસુમ અદાઓથી બધાના મન મોહી લીધા હતા. કોઈએ વિચાર્યું પણ ન હતું કે પહેલી જ ફિલ્મથી આ ચોકલેટી બોય રાતોરાત સ્ટાર બની જશે અને બીજા અભિનેતાઓને જોરદાર ટક્કર આપશે. કુમાર ગૌરવ અભિનેતા રાજેન્દ્ર કુમારના દીકરા છે. કુમાર ગૌરવનું ડેબ્યુ કોઈ સપનાથી ઓછું ન હતું.
તેની પહેલી ફિલ્મ હતી ‘લવ સ્ટોરી’ જે જોરદાર હીટ રહી અને ગૌરવને તે સમયમાં હીટ અભિનેતાની લાઈનમાં લઈને ઉભો કર્યો. પહેલી જ ફિલ્મથી કુમાર ગૌરવને એવી સફળતા મળી કે ફેંસ પણ તેની સ્ટાઈલની નકલ કરવા લાગ્યા. પરંતુ કહેવાય છે ને કે સમય હંમેશા એક જેવો નથી રહેતો. કુમાર ગૌરવનો પણ સમય બદલાયો અને ધીમે ધીમે તેની કારકિર્દી નીચે આવી ગઈ.
પછી એક દિવસ તે હંમેશા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામેથી ગુમ થઇ ગયો. નવાઈની વાત એ છે કે જેના પિતાનો જ સ્ટારડમ એટલો હતો કે તેમને જુબલી કુમારના નામથી ઓળખવામાં આવતા હતા તેનો દીકરો અચાનક જ આવી રીતે અટવાઈ ગયો. જ્યાં હમેશા લોકો અટવાઈ જવાના ડરથી પોતાને દારુમાં ડુબાડી લે છે કે ડીપ્રેશનમાં જતા રહે છે,ત્યાં કુમાર ગૌરવે આવા પ્રકારના વિચારો તેની ઉપર ન આવવા દીધા.
હકીકતમાં તેનો સમય ખરાબ ચાલી રહ્યો હતો પરંતુ તેમણે ઉદાસ થયા વગર પોતાની ઓળખ જાળવી રાખવા માટે સખત મહેનત ચાલુ રાખી. ફિલ્મોમાં તે ન ચાલ્યા તો શું થયું? ફિલ્મો તેને ન મળી તો શું થયું? કુમાર ગૌરવે નક્કી કરી લીધું હતું કે તે પોતાના પિતાનું નામ આવી રીતે નહિ ડુબાવા દે. ખરેખર તે પોતાના પિતા જેવા સુપરસ્ટાર ન બની શક્યા પરંતુ કુમાર ગૌરવે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી લીધી.
આજે તે એક મોટા બિઝનેસમેન છે. કદાચ લોકો નહિ જાણતા હોય કે કુમાર ગૌરવનો માલદીવમાં ટ્રાવેલનો બિઝનેસ છે. તે ઉપરાંત કંસ્ટ્રક્શનનો બિઝનેસ પણ રહેલો છે. તેનો આ બિજનેસ ઘણો જોરદાર ચાલી રહ્યો છે અને તેનો વર્ષનો કરોડોનો વેપાર છે. કુમાર ગૌરવ આજે જેટલું કમાઈ રહ્યા છે કદાચ તે ફિલ્મી કારકિર્દીમાં પણ આટલું ન કમાઈ શક્યા હોત.
આજે કુમાર ગૌરવ પોતાના બિઝનેશ જીવનમાં ખુશ છે અને તેમને ફિલ્મોથી દુર રહેવાનો કોઈ અફસોસ નથી. કુમાર ગૌરવ, સંજય દત્તનો બનેવી પણ છે. તેને બે દીકરી સિયા અને સાચી છે. સાચીના લગ્ન ફિલ્મ ‘પાકીઝા’ ના ડાયરેક્ટર કમાલ અમરોહીના પૌત્ર બીલાલ સાથે થયા છે. સાચીના લગ્નના સમયે સંજય દત્ત જેલમાં હતા. અને સંજય, પોતાની ભાણકી સિયાના લગ્નમાં સામેલ થઈને ખુશ જોવા મળ્યો.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.