આ છે બોલીવુડના સૌથી ખુંખાર ખલનાયકોના દીકરા, આજે કરી રહ્યા છે પિતાથી બિલકુલ અલગ કામ

બોલીવુડ ફિલ્મોમાં ત્યાં સુધી હીરોનું કોઈ મહત્વ નથી હોતું, જ્યાં સુધી તેની સામે કોઈ વિલન ન હોય. અથવા તો એમ કહીએ કે જ્યાં સુધી ફિલ્મોમાં વિલન ન હોય તો ફિલ્મ જોવાની મજા નથી આવતી. બોલીવુડ ઇન્ડસ્ટ્રી આ વિલન વગર સમજો કે અધુરી છે.

હિન્દી ફિલ્મ જગતે આપણને અસંખ્ય એવા વિલન આપ્યા જેમની ઓળખ આજે પણ એવીને એવી જ છે. એવા વિલન ઇન્ડસ્ટ્રીમાં ન ક્યારેય હતા અને ન ક્યારેય હશે. વિલનની ભૂમિકા ભજવનાર કલાકારે પોતાના જોરદાર અભિનયથી વિલનની ભૂમિકાને એક મહત્વનું સ્થાન આપ્યું.

પછી ભલે તે ‘શોલે’ ના ‘ગબ્બર’ હોય કે ‘મિસ્ટર ઇન્ડિયા’ ના ‘મોગેંબો’, દરેકે દર્શકોના મગજ ઉપર એક જુદી જ છાપ ઉભી કરેલ છે. આજે અમે તમને એવા જ થોડા પસંદ કરેલ વિલન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને જણાવીશું કે તેમના દીકરા કોણ છે અને હાલના સમયમાં તે શું કામ કરી રહ્યા છે.

એમ.બિ. શેટ્ટી :

એમ.બિ.શેટ્ટી બોલીવુડના સૌથી પોપ્યુલર વિલન હતા. તે પોતાની ભૂમિકામાં ઉતરીને લોકોને ડરાવવામાં હમેશા સફળ થતા હતા. તેની અલગ ભૂમિકાને બોલીવુડ અને દેશ આજે પણ યાદ કરે છે. તેમના દીકરા બોલીવુડના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટી છે. રોહિત ઇન્ડસ્ટ્રીને આજ સુધી ઘણી સુપરહીટ ફિલ્મો આપી ચુક્યા છે. રોહિત શેટ્ટીનું નામ આજે બોલીવુડના બેસ્ટ ડાયરેક્ટરમાં ગણવામાં આવે છે.

ડેની ડેન્જોગપા :

ડેની પોતાના સમયમાં જાણીતા વિલન માંથી એક હતા. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અગ્નિપથ’ માં તેમના દ્વારા નિભાવવામાં આવેલ ‘કાંચા ચીના’ ની ભૂમિકા લોકો આજે પણ યાદ કરે છે. ડેનીના દીકરાનું નામ છે રીન્જીંગ ડેન્જોગપા છે. રીન્જીંગ જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી લેવાના છે.

શક્તિ કપૂર :

શક્તિ કપૂર વિલન અને કોમેડી ભૂમિકામાં ઘણા પસંદ કરવામાં આવતા હતા. તે બન્ને ભૂમિકાને સારી રીતે નિભાવતા હતા. શક્તિ કપૂરનું નામ પણ ભયાનક વિલનોની યાદીમાં ગણવામાં આવે છે. તેમના દીકરા સિદ્ધાંતનું પણ બોલીવુડમાં કેરિયર બનાવવાનું સપનું છે. તેમણે પોતાનો ડેબ્યુ હાલમાં જ આવેલ ફિલ્મ ‘હસીના દ કવિન ઓફ મુંબઈ’ થી કરેલ હતો.

અમજદ ખાન :

અમજદ ખાન દ્વારા નિભાવવામાં આવેલ ‘ગબ્બર’ ની ભૂમિકાને કોણ ભૂલી શકે તેમ છે. આ ભૂમિકાએ તેમણે સફળતા અપાવી. અમજદ ખાનના દીકરા શાદાબ ખાને પણ બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવેલુ પણ તેની નાવ પાર ન થઈ. તે થોડી ફિલ્મોમાં દેખાયા પછી ગાયબ થઈ ગયો.

ગુલશન ગ્રોવર :

ગુલશન ગ્રોવરને ‘બેડમેન’ ના નામથી ઓળખવામાં આવે છે. ગુલશન ગ્રોવર પોતાના જોરદાર અભિનયથી ખરેખર લોકોની નજરમાં બેડમેન બની ગયા હતા. અને તેમના દીકરાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ લેવા દેવા નથી. ગુલશન ગ્રોવરના દીકરો એક સફળ બિઝનેસમેન છે.

રજા મુરાદ :

પોતાના દમદાર અવાજ અને અભિનય માટે ઓળખાતા રજા મુરાદ ‘પ્રેમ રોગ’, ‘ રામ તેરી ગંગા મેલી’ અને ‘હીના’ જેવી ફિલ્મોમાં વિલન તરીકે જોવામાં આવેલ છે. રજાના દીકરો પણ ફિલ્મમાં કામ કરવા ઈચ્છે છે જેને લઈને તે લંડનની એક્ટિંગ સ્કુલ માંથી ટ્રેનીંગ પણ મેળવી આવ્યો છે.

દિલીપ તાહિલ :

દિલીપ તાહિલ ‘બાજીગર’, ‘રાજા’, ‘ઈશ્ક’ અને ‘કયામત’ જેવી સુપરહીટ ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી ચુક્યા છે. અને તેમના દીકરા તાહિલ લંડનમાં મોડલિંગ કરે છે.

કબીર બેદી :

કબીર બેદી બોલીવુડના સૌથી હેન્ડસમ વિલન ગણવામાં આવતા હતા. ફિલ્મ ‘ખૂન ભરી માંગ’ માં તેમની ભૂમિકા દર્શકોએ ઘણી પસંદ કરેલ હતી. કબીર બેદીના દીકરાનું નામ અદમ બેદી છે. અદમ એક ઇન્ટરનેશનલ મોડલ છે.

શુરેશ ઓબેરોય :

શુરેશ ઓબેરોય પણ પોતાના સમયના જાણીતા વિલન હતા. પોતાના દીકરા વિવેક ઓબેરોય આજે બોલીવુડ ના જાણીતા કલાકાર છે. શુરેશે પોતાના કેરિયરમાં નેગેટીવ અને પોઝેટીવ બન્ને જાતની ભૂમિકાને સારી રીતે નિભાવેલ છે.