આવી હોય છે બોલીવુડની નાઈટ પાર્ટી.. બે પેગ પીધા પછી બધું જ ભૂલી જાય છે તમારા ફેવરીટ સ્ટાર્સ

આજના સમયમાં દોડધામ વાળા જીવનથી લોકો ઘણા માનસિક તણાવમાં રહેતા હોય છે. અને આ માનસિક તણાવને દુર કરવા માટે અનેક ઉપાયો અજમાવતા રહે છે, ઘણા લોકો ધ્યાન, યોગ અને કસરત દ્વારા તેમાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરતા હોય છે, તો ઘણા એવા પણ લોકો છે જે આ માનસિક તણાવ માંથી મુક્તિ મેળવવા માટે નશાનો સહારો લેતા હોય છે, જેવા કે દારુ પીવો, સ્મોકિંગ, બીજા ડ્રગ્સ લેવા વગેરે વગેરે.

આપણા બોલીવુડની વાત કરીએ તો તેમાં તો ખુબ જ વધુ તણાવ ભરેલું જીવન હોય છે. પોતાને તેમાં ટકાવી રાખવા માટે સતત મહેનત કરવી પડે છે, અને સતત ભાગદોડ કરીને પોતાને તેમાં જાળવી રાખવાના પ્રયાસ કરવા પડે છે. તેથી તેમને તો સૌથી વધુ તણાવ અને સ્ટ્રેસ રહેતો હોય છે, જેમાંથી છુટકારો મેળવવા માટે તેઓ પણ નશો, યોગ, ધ્યાન વગેરે કરતા જ રહે છે.

અને ઘણા સેલીબ્રીટી તેમાંથી મુક્તિ મેળવવા માટે નાઈટ પાર્ટીઓનું પણ આયોજન કરતા રહે છે. કોઈપણ કારણ રજુ કરીને કોઈપણ સમયે પાર્ટીનું આયોજન કરતા રહે છે, અને આ પાર્ટીઓમાં દારુ, સ્મોકિંગ તમામનો ઉપયોગ કરીને પોતાને એન્જોય કરતા રહે છે. તો આવો જાણીએ કેવી હોય છે બોલીવુડની નાઈટ પાર્ટીઓ.

સામાન્ય લોકો માટે આ નવાઈની બાબત છે કે બોલીવુડમાં નાઈટ પાર્ટીઓમાં શું થાય છે. શું સેલેબ્સ પણ સામાન્ય લોકોની જેમ પાર્ટી કરે છે? કેટલા વાગ્યા સુધી ચાલે છે પાર્ટીઓ? ક્યા-ક્યા લોકો કેવી રીતે સેલીબ્રેટ કરે છે? આ પ્રશ્નોના જવાબ કદાચ એક પાર્ટીના વિડિયોઝથી થઇ શકે છે. આવો તમને જણાવીએ છીએ.

હાલમાં બોલીવુડ કલાકાર સારા ખાનએ પોતાનું નવું મ્યુઝીક આલ્બમ બહાર પાડ્યું. આ આલ્બમનું નામ છે બ્લેક હાર્ટ. આ વિડીયો સોંગના લોન્ચના સમયે આ પાર્ટી સારા ખાનએ રાખી હતી. તેમાં તેના નજીકના મિત્રો, ટીમના લોકો પણ હાજર રહેલા હતા. આ પાર્ટીમાં આનંદથી મસ્તી કરવામાં આવી. કલાકારો પોતાની રીતે જ પાર્ટી એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

આમ તો પાર્ટી સારાએ આપી હતી પરંતુ તે ડ્રીંક કે સ્મોક કરતા નહોતા જોવા મળ્યા. થોડા કલાકાર ડ્રીંક લેતા જોવા મળે છે, તો થોડા સ્મોક કરતા. એક બીજાને કિસ કરવી, હગ કરવા, વિશ કરવાની પરંપરા મોડી રાત સુધી ચાલુ રહી હતી.

આ પાર્ટી ઉપરાંત પણ બોલીવુડની નાઈટ પાર્ટીઝના વિડીયો વાયરલ થઇ ગયા છે. તેમાંથી ઘણા બધા લીક વિડિયોઝ છે. હાલમાં દિવાળી ઉપર સંજય દત્તનો વિડીયો વાયરલ થયો હતો. તેમાં તે મીડિયા સાથે ગાળો આપતા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે તે સમયે સંજય દત્ત નશામાં હતા. સંજુ બાબા હંમેશા પાર્ટી કર્યા પછી મીડિયા અને ફેંસ સાથે એવું વર્તન કરતા જોવા મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

tag