મળો બોલીવુડના 4 સૌથી વૃદ્ધ અમીર સ્ટાર્સને, ત્રીજા નંબર વાળાનું ધન તો પેઢીઓ સુધી ખૂટશે નઈ

બોલીવુડમાં દરેક કલાકારો પ્રસિદ્ધ નથી થતા, પરંતુ જેનું નસીબ સારું હોય છે તે સફળતાના શિખર ઉપર પહોંચી જાય છે. તેની પાછળ ઘણી મહેનત કરવી પડે છે. અને આજે અમે જે કલાકારોની વાત કરીશું તે શ્રીમંત હોવાની સાથે સફળતાના શિખર ઉપર જઈને બેસી ચુક્યા છે. હવે તે કામ ન કરે તો પણ તેમની પેઢીઓ આરામથી ચાલી શકે છે. તો આવો પરિચય કરીએ બોલીવુડના ૪ સૌથી વડીલ શ્રીમંત કલાકારોનો, જેમણે દરેકના દિલમાં પોતાના ટેલેન્ટથી ખાસ સ્થાન બનાવ્યું છે.

અહિયાં આ લીસ્ટમાં અમે જેના વિષે જણાવીશું તે બોલીવુડના કલાકારો છે. તેમાંથી અમુકે તો પોતાના બાળપણ અને શરુઆતના સમયમાં ઘણો સંઘર્ષ કર્યો છે, પરંતુ આજે તેમની મહેનતના બળ ઉપર જે સ્થાન મેળવ્યું છે તે દરેકનું સપનું હોય છે. તો આવો આ કલાકારો વિષે જાણીએ.

લતા મંગેશકર :

બોલીવુડની કોકિલા કહેવાતી લતા મંગેશકરે ૩૫ હજારથી વધુ ગીત ગાયા છે. આજે ૮૯ વર્ષના લતા મંગેશકર ભલે ગીતો નથી ગાઈ રહ્યા, પરંતુ પોતાના સમયમાં તેમણે લોકોના દિલોમાં ખાસ સ્થાન બનાવ્યું. લતાજીએ હિન્દી ઉપરાંત મરાઠી, કન્નડ, તેલુગુ, અંગ્રેજી ઉપરાંત બીજી પણ ઘણી અલગ અલગ ભાષાઓમાં ગીતો ગાયા છે. ફિલ્મો ઉપરાંત લતાજીએ ભજન અને ગઝલો પણ ગાઈ છે.

તેમના અવાજનો જાદુ ન માત્ર દેશમાં જ પરંતુ વિદેશોમાં પણ ફેલાયેલો છે. લતા મંગેશકરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે, અને તે ઉપરાંત પદ્મશ્રી, પદ્મીવિભૂષણ અને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. એક અહેવાલ મુજબ લતાજી પાસે ૪૦૦ કરોડની આસપાસની સંપત્તિ છે.

શત્રુધ્ન સિન્હા :

બોલીવુડના ફેમસ કલાકાર શત્રુઘ્ન સિન્હાનો લોકપ્રિય ડાયલોગ ‘અબે ખામોશ’ આજે પણ લોકોની જીભ ઉપર છે. શત્રુઘ્ન સિન્હાએ હવે રાજકારણની કામગીરી સંભાળી લીધી છે, અને ફિલ્મોમાં તેની દીકરી સોનાક્ષી સિન્હા છવાઈ ગઈ છે. પરંતુ શત્રુઘ્ન સિંહાએ પોતાના સમયમાં એકથી એક ચડીયાતી સફળ ફિલ્મોમાં કામ કર્યું, અને આજના સમયમાં તેની પાસે ૧૨૦ કરોડની સંપત્તિ છે.

અમિતાભ બચ્ચન :

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન વર્ષ ૧૯૬૭ થી આજ સુધી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેમની પાસે આજે પણ પાંચ પ્રોજેક્ટ છે, અને ૩ ફિલ્મો ટૂંક સમયમાં રીલીઝ થઇ શકે છે. અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે. કેમ કે તેમણે ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમની દરેક સ્ટાઈલ લોકોને પસંદ આવે છે અને સૌથી મોટી વાત એ છે કે, તેના નાના મોટા, મહિલા-પુરુષ બધા ફેંસ છે. દરેક ઉંમરના લોકો તેનો અભિનય પસંદ કરે છે. અમિતાભ બચ્ચન પાસે ૨૭૦૦ કરોડની આસપાસ પ્રોપર્ટી છે.

દિલીપ કુમાર :

૯૬ વર્ષના થઇ ગયેલા બોલીવુડના લેજેંડ કલાકાર દિલીપ કુમારનું હવે ઉઠવું-બેસવું, બોલવું અને ચાલવા-ફરવાનું બધું બંધ થઇ ગયું છે. પરંતુ પોતાના સમયમાં તે સૌથી ફેવરીટ ગણવામાં આવતા હતા. દિલીપ કુમારનો અભિનય દરેકને પસંદ હતો, અને અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન જેવા મોટા કલાકારો પણ તેમના મિત્ર છે. એવું કહેવામાં આવે છે કે, દિલીપ કુમાર પાસે ૬૦૦ કરોડની સંપત્તિ છે.

ધર્મેન્દ્ર :

બોલીવુડના હિમેન કહેવાતા ધર્મેન્દ્રએ 50 ના દશકથી ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. તેમણે પોતાના સમયમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે, અને આજે પણ લોકોના પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે ધર્મેન્દ્ર પાસે ૪૦૦ કરોડની સંપત્તિ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.