પોતાના દમ પર એકલી બાળકોનો ઉછેર કરતી આ 5 છે બોલીવુડની પ્રાઉડ સિંગલ મધર

એક બાળકનો ઉછેર કરવાનું કામ માતા પિતા બંનેનું હોય છે. પરંતુ ઘણી વખત એવી સ્થિતિ ઉભી થાય છે જયારે માતા પિતામાંથી કોઈ એક વ્યક્તિએ જ બાળકનું ધ્યાન રાખવું પડે છે. એવું માનવામાં આવે છે કે, બાળકને જેટલી માં ની મમતા જોઈએ એટલો જ પિતાનો સાથ અને થોડી કડકાઈ હોય ત્યારે તેનો ઉછેર પૂર્ણ થાય છે. આમ તો બોલીવુડમાં ઘણા એવા સિંગલ પેરેન્ટ જોવા મળે છે, જેમણે પોતાના પાર્ટનર વગર પોતાના બાળકનો ઉછેર કર્યો. અમે તમને જણાવીએ બોલીવુડની સિંગલ મધર વિષે, જેમણે પોતાના બાળકને તેમના પિતા વગર એકલા જ ઉછેર્યા છે.

સુષ્મિતા સેન :

બોલીવુડની સુંદર હિરોઈન અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન હંમેશાથી જ સિંગલ મધર રહી. સુષ્મિતાએ હજુ સુધી લગ્ન નથી કર્યા. તેમણે બે દીકરીઓને દત્તક લીધી છે. સુષ્મિતાના દીકરીઓને દત્તક લેવાના નિર્ણયની ઘણી ચર્ચા પણ થઇ હતી કે, લગ્ન કર્યા વગર સુષ્મિતા કેવી રીતે એકલી પોતાના બાળકોનો ઉછેર કરશે? પરંતુ સુષ્મિતાએ આ કામ સારી રીતે પાર પાડ્યું. આજે તેની બંને દીકરીઓ લગભગ યુવાન થઈ ગઈ છે, અને સુષ્મિતા એક પ્રાઉડ સિંગલ મધર છે. હાલમાં સુષ્મિતા રોમનને ડેટ કરી રહી છે, અને ટૂંક સમયમાં તેની સાથે લગ્ન કરી લેશે.

રવીના ટંડન :

મસ્ત મસ્ત ગર્લ રવિનાએ પણ પોતાના બાળકોનો સારી રીતે ઉછેર કર્યો છે. અનીલ ઠડાની સાથે લગ્ન કરવા પહેલા રવીનાએ બે બાળકી દત્તક લીધી હતી, અને તેનો ઉછેર સારી રીતે કર્યો. ત્યાર પછી તેણે લગ્ન કરી લીધા અને બે બાળકોને જન્મ આપ્યો. આજે રવીનાને ચાર બાળકો છે, અને ચારેયને રવીનાનો એક સરખો પ્રેમ મળે છે. રવીનાએ પહેલી દીકરીને ૨૦૦૫ માં જન્મ આપ્યો અને પછી એક દીકરાને ૨૦૦૭ માં જન્મ આપ્યો.

કરિશ્મા કપૂર :

કપૂર કુટુંબની કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેના લગ્ન વધુ દિવસો સુધી ટકી ન શક્યા. બંનેના સંબંધ એક ખરાબ ઝગડા પછી પૂરા થઈ ગયા અને પછી બંનેએ છુટાછેડા લઈ લીધા. કરિશ્માને બે બાળકો છે સમાયરા અને કિયાન. અને કરિશ્મા તેની પ્રાઉડ સિંગલ મધર છે. ફિલ્મોથી દુર રહીને કરિશ્મા બિઝનેસ ચલાવે છે જેનાથી વર્ષના તે કરોડો રૂપિયા કમાય છે.

અમૃતા સિંહ :

અમૃતાએ પોતાના કરતા ૧૨ વર્ષ નાના સૈફ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય પછી બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ અને બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. ત્યાર પછી સૈફે કરીના સાથે લગ્ન કરી લીધા. સૈફ અને અમૃતા દ્વારા બે બાળકો થયા ઈબ્રાહીમ અને સારા. સારા તો બોલીવુડમાં પ્રવેશ કરી ચુકી છે. બંનેનો ઉછેર અમૃતાએ એકલા કર્યો, કેમ કે સૈફ ફિલ્મોમાં વ્યસ્ત રહેતો હતો. આમ તો સારા અમૃતા અને સૈફ બંનેની જ નજીક છે, અને પોતાની માં સાથે ખુબ જ પ્રેમ કરે છે.

સારિકા :

કમલ હાસનની બીજી પત્ની સારિકા પણ એક સિંગલ મદર છે. સારિકા અને કમલના અફેયર જયારે શરુ થયા તે સમયે કમલ પરિણિત હતો. આમ તો પાછળથી તેમણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા, અને ત્યાં શ્રુતિનો જન્મ પણ થઈ ગયો હતો. ત્યાર પછી કમલે સારિકા સાથે લગ્ન કરી લીધા. આમ તો બંનેના સંબંધ ચાલ્યા નહિ અને બંને ૨૦૦૪ માં જુદા થઈ ગયા. ત્યાર પછી શ્રુતિનો સંપૂર્ણ ઉછેર સારિકાએ એકલા કર્યો. તે પોતાની દીકરીની ઘણી નજીક છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.