બોલીવુડની આ 9 રેટ્રો હેયર સ્ટાઇલને મળ્યો લોકોનો ખુબ પ્રેમ, આજે પણ લોકો કરે છે ફોલો.

પહેલાની જેમ આજે પણ લોકો પસંદ કરે છે બોલીવુડની આ 9 રેટ્રો હેયર સ્ટાઇલ, જુઓ હંમેશા ટ્રેન્ડમાં રહેનારી હેયર સ્ટાઇલ. વાળ આપણા શરીરનો એક એવો ભાગ હોય છે, જે કોઈના પણ લુકને સંપૂર્ણ રીતે બદલી શકે છે. એટલા માટે જયારે આપણે વાળ કપાવવા જઈએ છીએ, તો ઘણું સમજી વિચારીને જઈએ છીએ. વાળ કપાવતા પહેલા આપણા દરેકના મગજમાં કોઈને કોઈ હેયર સ્ટાઇલ જરૂર આવે છે, અને જયારે આપણે વાળ કપાવવા બેસીએ છીએ ત્યારે આપણું ધ્યાન વાળંદની કાતર અને અસ્તરા પર જ રહે છે.

ઘણી વાર તો આપણે એક્સપર્ટની જેમ વચ્ચે-વચ્ચે તેમને સલાહ પણ આપવા લાગીએ છીએ, તેમાં છતાં ક્યારેક તે એ પ્રકારના વાળ કાપે છે જેને જોઈને આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, અને આપણે તેને પૈસા આપ્યા વગર પાછા આવી જઈએ છીએ. પણ જયારે પણ આપણે ફિલ્મોમાં બોલીવુડ સ્ટાર્સની હેયરસ્ટાઈલને જોઈએ છીએ, તો આપણા મનમાં એવો વિચાર જરૂર આવે છે કે, જો આપણા વાળ પણ તેમના જેવા હોત તો વાત જ કંઈક અલગ હોત.

અમુક અમુક ફિલ્મોમાં આ કલાકારોની હેયર સ્ટાઇલ એટલી ખરાબ હોય છે, જેને જોઈને એવું લાગે છે કે વાળંદે પોતાની ખુન્નસ તેમના વાળો પર ઉતારી છે. જોકે અમુક કલાકારોની હેયરસ્ટાઈલ ઘણી પોપ્યુલર રહી છે, પણ જયારે તમે પોતાને તે હેયરસ્ટાઈલમાં જુઓ છો તો હસવું આવી જાય છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડ ફિલ્મોની અમુક એવી રેટ્રો હેયરસ્ટાઈલ દેખાડવા જઈ રહ્યા છીએ, જે ઘણી પોપ્યુલર થઈ છે અને લોકો આજે પણ તેને ભૂલી નથી શક્યા.

Middle Partition (સલમાન ખાન) – સલમાન ખાને ફિલ્મ ‘તેરે નામ’ માં Middle Partition વાળી હેયરસ્ટાઈલ રાખી હતી. વચ્ચે પાથી વાળી આ હેયર સ્ટાઇલ એટલી પોપ્યુલર થઈ હતી કે, ફિલ્મ રિલીઝ થયા પછી છોકરાઓ તે લુકને કોપી કરવા લાગ્યા હતા. આ હેયર સ્ટાઇલ ‘રાધે સ્ટાઇલ’ ના નામથી ઘણી પ્રખ્યાત થઈ હતી.

Curled Hair (રણબીર કપૂર) : ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’ માં રણબીર કપૂરના કર્લી એટલે કે વાંકળીયા વાળ ઘણા ચર્ચામાં રહ્યા હતા. જોકે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ તો ફ્લોપ થઈ હતી, પણ રણવીરના ફેન્સે તેમની હેયર સ્ટાઇલને હિટ કરાવી દીધી હતી.

Messy Hair (અનિલ કપૂર) : અનિલ કપૂરે 80 ના દશકમાં મેસી હેયરસ્ટાઈલનો ટ્રેંડ સેટ કર્યો હતો. તેમની આ હેયરસ્ટાઈલને લોકોએ ખુબ ફોલો કરી હતી. આ હેયર સ્ટાઇલ 90 ના દશકમાં પણ ઘણી પોપ્યુલર રહી હતી.

Semi-bald buzz cut (આમિર ખાન) : બોલીવુડ અભિનેતા આમિર ખાન એક્સપરિમેન્ટ કરવા માટે ઓળખાય છે. એવામાં ફિલ્મ ‘ગજની’ માં જયારે તેમના વાળો સાથે એક્સપરિમેન્ટ કરવામાં આવ્યો, તો લોકોને તેમનો લુક ઘણો પસંદ આવ્યો. આમિરની સેમી બાલ્ડ કટ હેયરસ્ટાઈલ ખુબ ચર્ચામાં રહી હતી.

Long Hair Clean Shaven (રાહુલ રૉય) : પોતાની પહેલી ફિલ્મમાં રાહુલ રોય ભલે કમાલ કરી શક્યા ન હોય, પણ પોતાની યુનિક હેયર સ્ટાઇલથી યુવાઓને આકર્ષિત જરૂર કર્યા હતા. તેમની હેયર સ્ટાઇલ એટલી ફેમસ થઈ હતી કે લોકો તેને ‘રાહુલ રૉય કટ’ ના નામથી ઓળખવા લાગ્યા હતા.

Slick Back (અક્ષય કુમાર) : છોકરી હોય કે છોકરો, અક્ષય કુમારની સ્લિક બેક હેયર સ્ટાઇલ દરેકને પસંદ હતી. અક્ષયની આ હેયર સ્ટાઇલે દરેકનું દિલ જીતી લીધું હતું. 90 ના દશકમાં ફેન્સ અક્ષયની આ હેયરસ્ટાઈલને ઘણી કોપી કરતા હતા.

Long Hair (સંજય દત્ત) : સંજય દત્તે 90 ના દશકમાં પોતાની ઘણી ફિલ્મોમાં લાંબા વાળ રાખ્યા હતા. તે સમયે સંજય દત્તના લાંબા વાળ તેમની ઓળખ બની ગઈ હતી. ફિલ્મ સડક, સાજન, ખલનાયક જેવી સુપરહિટ ફિલ્મોમાં સંજય દત્તના લાંબા વાળોએ તેમના ફેન્સને એવી હેયરસ્ટાઈલ કરવા માટે ઘણા પ્રેરિત કર્યા હતા.

Ducktail Hairstyle (શમ્મી કપૂર) : ડકટેઈલ હેયરસ્ટાઈલ શમ્મી કપૂરને કારણે પ્રખ્યાત થઈ હતી. શમ્મી કપૂર પોતાના અનોખા ડાંસ અને પોતાની અનોખી હેયરસ્ટાઈલને કારણે ઓળખાતા હતા. તેમના પર આ હેયરસ્ટાઈલ ઘણી સૂટ કરતી હતી.

Thick Hair (અમિતાભ બચ્ચન) : અમિતાભ બચ્ચનને કારણે Thick Hairstyle ની ફેશન ટ્રેન્ડમાં આવી હતી. આ સ્ટાઇલ તેમના પર ઘણી સૂટ થતી હતી. 70-80 ના દશકમાં અમિતાભ બચ્ચનની આ હેયર સ્ટાઇલ ઘણી પોયુલર થઈ હતી, જેને તેમના ફેન્સે ઘણી ફોલો કરી હતી.