ઘણા અઘરા થઈ ગયા હતા અંતિમ દિવસોમાં આ મહાન કલાકારોને ઓળખવા, નંબર 3 ની સ્થિતિ હતી સૌથી ખરાબ

એવું કહેવામાં આવે છે કે જયારે માણસનો અંતિમ સમય નજીક આવે છે, ત્યારે એનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. મૃત્યુની ભયાનક રમતથી આજ સુધી કોઈ નથી બચી શક્યું. જો આપણે બોલીવુડની દુનિયાની વાત કરીએ તો ઘણા બોલીવુડ કલાકારો એવા છે જેમને મૃત્યુ સંકેત આપ્યા વગર જ ગળી ગઈ. શ્રીદેવી, વિનોદ ખન્ના અને ઓમ પૂરી જેવા મોટા હીરો અને હિરોઈનના નામ આ યાદીમાં રહેલા છે.

હમણાં છેલ્લા થોડા વર્ષોમાં બોલીવુડે ઘણા મોટા મોટા કલાકારોને ગુમાવી દીધા છે. પડદા ઉપર આટલા સુંદર દેખાતા બોલીવુડ કલાકારોનો જયારે અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેમની હાલત કેવી થઇ ગઈ હતી એ તમે નહિ જાણતા હોવ. અને ખાતરી છે કે આ ફોટા જોઇને તમે પણ ચકિત રહી જશો. આજે અમે તમને થોડાકે એવા જ બોલીવુડ કલાકારોના અંતિમ સમયના ફોટા દેખાડવાના છીએ જેને જોઇને તમારા પણ હોંશ ઉડી જશે.

1. એ.કે.હંગલ :

હંગલ સાહેબએ પોતાના જીવનકાળ દરમ્યાન રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ ર્ક્યુ છે. તેમણે શોલેથી લઈને બાવર્ચી જેવી ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે બોલીવુડના ઉત્તમ કલાકાર માંથી એક હતા. જયારે એમનો અંતિમ સમય આવ્યો, ત્યારે તેમની હાલત ઘણી જ ખરાબ થઇ ગઈ હતી. એમની સ્થિતિ એવી થઇ ગઈ હતી કે એમને ઓળખી શકવા પણ મુશ્કેલ થઇ ગયા હતા.

2. પ્રાણ સાહબ :

પ્રાણનું નામ હિંદી સિનેમા જગતના દિગ્ગજ કલાકારોમાં શામેલ હોય છે. એમના દમદાર ડાયલોગ આજે પણ લોકો યાદ કરે છે. 12 જુલાઈ 2013 ના રોજ 93 વર્ષની ઉંમરમાં તે દુનિયા માંથી વિદાય લઈને જતા રહ્યા. અંતિમ દિવસોમાં એમને ઓળખવા ઘણા મુશ્કેલ થઈ ગયા હતા.

3. પરવીન બાબી :

જો આપણે પરવીન બાબીની વાત કરીએ તો તેમણે બોલીવુડની ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે, અને તે પોતાના જમાનામાં બોલીવુડની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી હતી. પરંતુ જયારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેને ઓળખી શકવી મુશ્કેલ હતી.

4. જીવન સાહબ :

જીવન સાહબ નેગેટિવ પાત્રો માટે ઓળખાતા હતા. જયારે 10 જૂન 1987 માં 71 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું હતું ત્યારે તે કંઈક આવા દેખાતા હતા.

5. અમરીશ પુરી :

બોલીવુડમાં જયારે પણ ખતરનાક વિલનની વાત થાય, તો અમરીશ પુરીનું નામ સૌથી પહેલા આવે છે. પોતાના અભિનયના બળ પર એમણે બોલીવુડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી. અંતિમ સમયમાં એમની સ્થિતિ કંઈક આવી હતી.

6. અમજદ ખાન :

અમજદ ખાન બોલીવુડના ઓલટાઈમ ફેવરેટ વિલન્સ માંથી એક છે. ફિલ્મ શોલે માં ગબ્બરના રોલ માટે આજે પણ લોકો એમને યાદ કરે છે. અમજદ ખાનને 27 જુલાઈ 1992 ના રોજ હાર્ટ અટેક આવ્યો હતો, જેમાં એમનું મૃત્યુ થયું હતું. તે માત્ર 51 વર્ષની ઉંમરમાં આ દુનિયા માંથી વિદાય લઈને જતા રહ્યા હતા.

7. સદાશિવ અમરાપુરકર :

સદાશિવ અમરાપુરકર નેગેટિવ અને કોમેડી રોલ માટે ઓળખાતા હતા. વર્ષ 2014 માં એમનું જયારે નિધન થયું ત્યારે તે કંઈક આવા દેખાતા હતા. આજે પણ અમુક લોકોને ખબર નહિ હોય કે તે આ દુનિયામાં નથી રહ્યા.

8. જોની વોકર :

બોલીવુડમાં કોમેડીની વાત આવે, તો બોલીવુડના કોમેડી કિંગ જોની વોકરની વાત જરૂર થાય છે. જેમણે બોલીવુડમાં ઘણી કોમેડી ફિલ્મો કરી હતી. જોની વોકર પણ બોલીવુડના પ્રસિદ્ધ કલાકારો માંથી એક હતા. જોની બોલીવુડના એ કલાકારો માંથી એક છે, જેમણે પોતાના અભિનયથી લાખો લોકોને ભરપૂર હસાવ્યા છે. જયારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે એમની હાલત પણ ઘણી ખરાબ થઇ ગઈ હતી.

9. સુનિલ દત્ત :

જો આપણે સુનિલ દત્તની વાત કરીએ તો તેમના વિષે તો આખી દુનિયા જ જાણે છે. તેમણે બોલીવુડને ઘણી બધી ઉત્તમ ફિલ્મો આપી છે. સુનિલ દત્ત પોતાના જમાનામાં ઘણા પ્રસિદ્ધ અને હેન્ડસમ કલાકાર માંથી એક હતા. પોતાના જીવનના અંતિમ દિવસોમાં સુનિલ પણ ઘણા નબળા પડી ગયા હતા.

10. નિરુપા રોય :

નિરુપા રોયએ મોટાભાગે પોતાની ફિલ્મોમાં ‘માં’ ના પાત્ર જ ભજવ્યા છે. આજે પણ બોલીવુડમાં એમને પોતાના ઉત્તમ અભિનય માટે યાદ કરવામાં આવે છે. પોતાના જીવનના છેલ્લા દિવસોમાં નિરુપા રોય પણ ઘણા બદલાઈ ગયા હતા.

11. રાજેશ ખન્ના :

રાજેશ ખન્નાને બોલીવુડના સુપરસ્ટાર કહેવામાં આવતા હતા. પરંતુ પોતાના જીવનના અંતિમ દિવસોમાં તે સુપરસ્ટાર ઘણા એકલા થઇ ગયા હતા. એટલે સુધી કે રાજેશ ખન્ના પોતાના જીવનના અંતિમ દિવસોમાં ઘણા જ નબળા દેખાવા લાગ્યા હતા.

12. વિનોદ ખન્ના :

બોલીવુડ કલાકાર વિનોદ ખન્નાએ ગયા વર્ષે જ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. તેમનું મૃત્યુ અચાનક થયું અને કોઈને તેમના મૃત્યુનો વિશ્વાસ પણ ન થયો. પોતાના જીવનના અંતિમ દિવસોમાં વિનોદ ખન્નાની સ્થિતિ ઘણી જ ખરાબ થઇ ગઈ હતી.

આ બધા જ બોલીવુડ કલાકારોના ફોટા તમે અહિ જોઈ શકો છો.