આ બોલિવૂડ હીરો ની રહી ચુકી છે સૌથી વધારે ગર્લફ્રેન્ડ્સ, નંબર 5 વાળા ના રહ્યા છે 308 અફેયર્સ

આજકાલ ગર્લફ્રેન્ડ હોવી કોઈ મોટી વાત નથી, એક સાધારણ દેખાતો છોકરો પણ ગર્લફ્રેન્ડ લઈને ફરતો હોય છે. તો એવામાં જો આપણા બોલિવુડ અભિનેતાઓએ એવું કર્યુ તો શું ખોટું કર્યુ. જો તમારી કોઈ ગર્લફ્રેન્ડ હોય તો કેટલી હોય? એક, બે કે પછી ત્રણ. એના કરતા વધારે કોઈ અફોર્ડ નથી કરી શકતું. પરંતુ અમે જે અભિનેતાઓ વિષે જણાવીશું એમની એટલી બધી ગર્લફ્રેન્ડ રહી છે કે એમને પોતાને યાદ નહિ હોય કે એમની કેટલી ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. ફિલ્મોમાં હંમેશા એક જ છોકરી પર મરવા વાળા આ બોલીવુડ કલાકારોએ પોતાના અસલ જીવનમાં એક નહિ પણ ઘણી બધી ગર્લફ્રેન્ડ રાખી છે. આ બોલીવુડ કલાકારોની રહી ચુકી છે સૌથી વધારે ગર્લફ્રેન્ડ. એમાંથી અમુક નામ વિષે તમે સારી રીતે સમજી ગયા હસો અને અમુક નામ જાણીને તમે ચોંકી જશો.

આ બોલીવુડ કલાકારોની રહી ચુકી છે સૌથી વધારે ગર્લફ્રેન્ડ :

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમુક જ કલાકાર એવા છે જેમણે પોતાના જીવનમાં એક જ છોકરીને પ્રેમ કર્યો હોય અને આજે પણ એનો સાથ આપી રહ્યા હોય. પણ અમુક કલાકાર એવા રહ્યા છે જે ભલે આજે વિવાહિત જીવન જીવી રહ્યા હોય. પણ ક્યારેક એમનું મન પણ એક છોકરી પર ટકી રહેતું ન હતું.

શાહિદ કપૂર :

બોલીવુડના હેન્ડસમ અને ચોકલેટી એક્ટર શાહિદ કપૂરે પોતાની મહેનતથી બેકગ્રાઉન્ડ ડાન્સરથી લીડ એક્ટર સુધીની સફર કરી છે. પણ એમનું નામ લગ્ન પહેલા ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. જેમાં કરીના કપૂરનું નામ તો જગજાહેર છે. પરંતુ એના સિવાય પ્રિયંકા ચોપડા, અમૃતા રાવ અને અનુષ્કા શર્મા બીજા નામ છે. જો કે વર્ષ 2016 માં શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા છે અને એમના બે બાળકો છે.

રણબીર કપૂર :

રણબીર કપૂર ઈન્ડસ્ટ્રીનો એવો ભમરો છે જેનો અભિનય મોટા-મોટા એક્ટર્સને ટક્કર આપે છે. ફિલ્મો સિવાય રણબીરનું નામ અભિનેત્રીઓ સાથે પણ જોડાતું રહે છે. રણબીરે પહેલી ગર્લફ્રેન્ડ 14 વર્ષની ઉંમરમાં બનાવી જેને કિસ પણ કરી હતી. એમની બે ગર્લફ્રેન્ડ રહી જે સ્કૂલ અને કોલેજમાં રહી. વર્ષ 2007 માં ફિલ્મ સાંવરિયા પછી એમનું નામ સોનમ કપૂર સાથે જોડાયું, પછી દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, નરગીસ ફકરી અને પછી અવંતિકા મલિક સાથે એમનું નામ જોડાયું. હાલના દિવસોમાં એવા સમાચાર છે કે રણબીર આલિયાને ડેટ કરી રહ્યા છે અને તે લગ્ન પણ કરી શકે છે.

અક્ષય કુમાર :

ખેલાડી અક્ષય કુમાર ભલે પોતાની પત્ની ટ્વિન્કલ ખન્નાને પ્રેમ કરતા હોય અને પોતાના બાળકો માટે આદર્શ પિતા હોય, પણ પોતાના સમયમાં એમણે પણ ઓછા ગુલ નથી ખીલવ્યા. એમનું નામ આયશા જુલ્કા, શિલ્પા શેટ્ટી, રવીના ટંડન, રેખા અને પૂજા બત્રા સાથે ઘણું સમાચારોમાં રહ્યું છે.

સલમાન ખાન :

બોલીવુડના દબંગ સલમાન ખાન આજે પણ એકલા છે. પણ એમના જીવનમાં છોકરીઓ ઘણી બધી આવી. 17 વર્ષની ઉંમરમાં એમને પહેલી વાર પ્રેમ થયો હતો. જેમના ઘરે તે દૂધ અને બ્રેડ પણ પહોંચાડતા હતા. ત્યારબાદ સોમી અલી, સંગીતા બિજલાની, કટરિના કૈફ અને એશ્વર્યા રાય જેવી ઘણી અભિનેત્રીઓ આવી અને ગઈ.

સંજય દત્ત :

ફિલ્મ સંજુમાં તમે જોયું હશે કે બાબાના જીવનમાં ઘણી નહિ પણ લગભગ 308 મહિલાઓએ પ્રવેશ કર્યો. એના સિવાય કથિત રૂપમાં એમની પહેલી પત્ની રિચા શર્મા, પછી બીજી પત્ની રિયા પિલ્લાઈ અને પછી ત્રીજી પત્ની છે માન્યતા દત્ત. એના સિવાય એમની ઘણી ગર્લફ્રેન્ડ રહી છે, જેમના નામ સંજય દત્તને પણ યાદ નથી. હવે 60 વર્ષની ઉંમરમાં તે પોતાની પત્ની અને બાળકો સાથે શાંતિથી જીવન જીવી રહ્યા છે.