આ મોંઘી સ્કૂલોમાં ભલે છે બોલીવુડ સ્ટાર્સના બાળકો, આટલી છે તેમની વાર્ષિક ફી અને એડમિશન એમાઉન્ટ

બોલીવુડ સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરીને માત્ર નામ જ નથી કમાતા પરંતુ તેમની આવક પણ ઘણી મોટી હોય છે. તે વાત કોઈથી છુપાઈ નથી કે બોલીવુડ કલાકારો એક ઘણું જ લકઝરી અને આલીશાન લાઈફસ્ટાઈલ જીવે છે. તેમના ઘર, કપડા, શોખ વધુ જ હદથી વધુ મોંઘા હોય છે. તેમના માટે લાખો કે કરોડો રૂપિયા ખર્ચ કરવા કોઈ મોટી વાત નથી હોતી. એ લાઈફસ્ટાઈલ તે પોતાના બાળકોને પણ આપે છે.

બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેના બાળકો આ સમયે સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા છે. દરેક માતા પિતાની જેમ તે પણ પોતાના લાડકાઓને સ્કુલમાં ભણવા મોકલે છે. આમ તો આ સ્ટાર કિડ્સની સ્કુલ પણ ઘણી હાઈ સ્ટેન્ડર્ડ વાળી હોય છે. જેટલી તમારી કોલેજની ફી નહિ હોય તેનાથી ઘણી વધુ તો આ સ્ટાર કિડ્સની સ્કુલની ફી હોય છે.

ભણવું ગણવું ખરેખર જરૂરી છે. આમ તો હાલના દિવસોમાં તેના નામ ઉપર પણ સ્કૂલો વાળા ઘણી મોટી રકમ વસુલે છે. જ્યાં એક સામાન્ય માણસ પોતાના બાળકને સ્કુલમાં ભણાવવા માટે વર્ષ આખામાં અમુક હજાર ખર્ચ કરે છે, તો આ એ કલાકારો પોતાના બાળકોની સ્કુલના અભ્યાસ ઉપર લાખો રૂપિયા ખર્ચ કરી નાખે છે. તેવામાં આજે અમે તમને એ સ્ટાર કિડ્સની સ્કુલના નામ અને તેની હાઈ ફાઈ ફી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે આ રકમ વિષે જાણશો તો તમારા પણ હોંશ ઉડી જશે.

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલનું આવે છે. આ સ્કુલ પ્રસિદ્ધ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. તેની શરૂઆત ૨૦૦૩માં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કરી હતી. બોલીવુડ સેલીબ્રીટીઝ વચ્ચે આ સ્કુલ ઘણી જ પોપુલર છે. તેનું કારણ એ છે કે આ સ્કુલમાં સૌથી વધુ સ્ટાર કિડ્સ અભ્યાસ કરે છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા આ સ્કુલમાં આવે છે. તે ઉપરાંત શાહરૂખ ખાનનો દીકરો અબરામ અહિયાં ભણે છે. એટલું જ નહિ ઋત્વિક રોશનના બંને દીકરા રીદાન અને રિયાન પણ અહિયાં ભણે છે. પછી કરિશ્મા કપૂરના દીકરા કિયાન, ચિંકી પાંડેની દીકરી રઈસા અને સોનુ નિગમના દીકરા નીવાન પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થી છે.

મુંબઈ મિરરના અહેવાલ મુજબ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલની વાર્ષિક ફી આ મુજબ છે. LKG થી ધોરણ ૭ સુધી ૧,૭૦,૦૦૦ રૂપિયા. ધોરણ ૮ થી ધોરણ ૧૦ સુધી (ICSE) ૧,૮૫,૦૦૦ રૂપિયા, અને ધોરણ ૮ થી ધોરણ ૧૦ સુધી (IGCSE) – ૪,૪૮,૦૦૦ રૂપિયા, તે ઉપરાંત એડમીશન ફી ૨૪ લાખ રૂપિયા છે.

જુહુ આવેલા ઈકોલે મોંડીયાલે વર્લ્ડ સ્કુલમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના દીકરા આરવ અને દીકરી નીતારા ભણે છે. આ સ્કુલની વાર્ષિક ફી આ મુજબ છે, પ્લે સ્કુલ – નર્સરી – કેજી ૧ અને ૨ – ૬,૯૦,૦૦૦ રૂપિયા, ધોરણ ૧ થી ૧૦ સુધી – ૯,૯૦,૦૦૦ અને ધોરણ ૧૧ થી ૧૨ સુધી ૧૦,૯૦,૦૦૦ રૂપિયા.

ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કુલમાં માધુરી દીક્ષિતના દીકરા અરીન અને રયાન ભણે છે, તેની વાર્ષિક ફી ૫,૭૦,૦૦૦ છે જયારે એડમીશન ફી ૧ લાખ ૧૦ હજાર રૂપિયા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.