ચકાચૌંધથી પીછો છોડાવીને પોતાના ઘરમાં આપણી જેમ રહે છે બોલિવૂડ સ્ટાર્સ, જુઓ ફોટોઝ

દરેક માણસ મેનટેન થઇ ને રહેવા માંગે છે, જેમાં તે સારા ડ્રેસ પેહેરે, શુઝ પહેરે અને હંમેશા એવા લાગે કે હમણાં ક્યાંક જવાનું છે. એવું કરવું સામાન્ય જીવનમાં શક્ય નથી થઇ શકતું પરંતુ જયારે આપણે ફિલ્મો કલાકારોને હંમેશા વેલડ્રેસ્ડ જોઈએ છીએ તો એવું વિચારીએ છીએ કે કદાચ આ સુતી વખતે પણ શૂટ બુટ પહેરતા રહેતા હશે. પરંતુ તમારો અને અમારો એ વિચાર એકદમ ખોટો છે. કેમ કે હંમેશા મેનટેન રહેવા વાળા બોલીવુડ સેલીબ્રીટી પોતાના ઘરમાં એકદમ તમારી અને અમારી જેમ જ રહે છે. ઝાકમઝોળ થી પીછો છોડાવીને અમારા ઘરોમાં અમે તમારી જેમ રહીએ છીએ. બોલીવુડ સ્ટાર્સ, બોલીવુડ ની ગ્લેમરસ દુનિયા તેમના ઘેર પૂરી થઇ જાય છે, જેટલા મેનટેન તે કલાકારો કેમેરા સામે રહે છે એટલા ઘરમાં નથી રહેતા એવું દરેક કલાકારો સાથે જ થાય છે. હવે તેવા સમયે તમે વિચારશો કે આ કલાકારો કેવી રીતે રહે છે ઘરમાં?

ઝાકમઝોળથી પીછો છોડાવીને પોતાના ઘરમાં અમે તમારી જેમ રહીએ છીએ બોલીવુડ સ્ટાર્સ

જે ફિલ્મો કલાકારો સ્ટેજ ઉપર અને પાર્ટીઓ માં મોંઘા મોંઘા સુટ બુટમાં અને અભિનેત્રીઓ લકઝરી ડ્રેસમાં જોવા મળે છે. ઘરમાં તે બધા આ બધા કામોથી દુર રહે છે. બોલીવુડ સ્ટાર્સ જયારે પોતાના ઘરમાં હોય છે. તો તે સમયે ન તો કેમેરાનો ડર હોય છે અને ન મીડિયા નો તો તે એકદમ અલગ રહે છે, તો આવો બતાવીએ છીએ તમને તેમના ન જોયા હોય તેવા ફોટા.

સલમાન ખાન :-

હંમેશા જીન્સ, ટીશર્ટ અને મોંઘા શુઝ માં દેખાતા દબંગ સલમાન ખાન પોતાના ઘરમાં હાફ નીકરમાં રહે છે. તમને જણાવી આપીએ કે સલમાન પોતાના ડોગીને ઘણો પ્રેમ કરે છે અને તેનો ડોગી તેની આસપાસ જ રહે છે.

અમિતાભ બચ્ચન :-

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને તમે હંમેશા મોંઘા મોંઘા શૂટ માં જોયા છે. પરંતુ ઘર માં તે એકદમ સામાન્ય કપડામાં રહે છે. તે મોટા ભાગે કુર્તા પાયજામા કે પછી ખૂલતો શર્ટ અને જીન્સ પહેરે છે. તેની આજુ બાજુ પણ એક ડોગ છે અને અમિતજીને ડોગ ઘણા પસંદ છે.

અક્ષય કુમાર :-

ફિલ્મો માં એક્શન સીન કરનારા અક્ષય કુમારની ત્રાડ હવે બોક્સ ઓફીસ ઉપર પણ ઘણી સાંભળવા મળે છે. પરંતુ ઘરમાં કાંઈક આવી રીતે રહે છે. અક્ષય કુમાર એ એક વખત જાહેર કર્યું હતું કે જયારે તે પોતાના ઘરમાં હોય છે, ત્યારે અઠવાડિયામાં એક વખત તેને ખાવાનું બનાવવાનું હોય છે અને તેને એવું કરવું ઘણું ગમે પણ છે.

અજય દેવગન :-

બોલીવુડના સિંઘમ અજય દેવગન ની જોડી શરૂઆત થી જામી અને હંમેશા ઘરમાં હાફ પેન્ટમાં જ જોવા મળે છે. પબ્લિક પ્લેસ ઉપર અજય ભલે જ મોંઘા કપડા પહેરે પરંતુ સામાન્ય રીતે તે ઢીલા એવા કપડામાં કંફર્ટ રહેવાનું પસંદ કરે છે. આ ફોટા ને જોઈ ને અજય ની સાદાઈ તમને સ્પષ્ટ રીતે જોવા મળી રહી હશે.

ઋત્વિક રોશન :-

બોલીવુડના સુપરહીરો કહેવાતા કલાકાર ઋત્વિક પોતાના બાળકો માટે બાળક બની જાય છે અને પત્ની સાથે છૂટાછેડા થયા પછી તેમનો વધુ સમય પોતાના બાળકો સાથે જ પસાર થાય છે. આ ફોટા માં ઋત્વિક પોતાના દીકરા અને મોટી બહેન સાથે બેઠા છે.

શાહિદ કપૂર :-

સામાન્ય રીતે શાહિદ કપૂર એ કપડા પહેરે છે. જેમાં તે કંફર્ટ ફિલ કરે છે અને એવું જ છે કે શાહિદ હંમેશા તે કપડામાં સ્પોટ કરવામાં આવે છે. શાહિદ પોતાના ઘરમાં મોટા ભાગે ઢીલા ટીશર્ટ જ પહેરવા પસંદ કરે છે.

આલિયા ભટ્ટ :-

બોલીવુડમાં ચૂલબુલી હિરોઈનના નામથી ફેમસ આલિયા ભટ્ટ પોતાના ઘરમાં કુલ અંદાઝમાં રહે છે અને તે સૌથી પહેલા આમ કરીને કંફર્ટેબલ અનુભવ કરે છે.