બાળપણમાં આવી દેખાતી હતી બોલીવુડની ગ્લેમરસ હિરોઈનો, જોઇને ઓળખવી મુશ્કેલ થઈ જશે.

તમારા ફેવરેટ હીરો હિરોઈન બાળપણમાં દેખાતા હતા કંઇક આવા, જુઓ તેમના ન જોયેલા ફોટા.

બોલીવુડના અભિનેતા હોય કે પછી અભિનેત્રી તે તેમના ફેન્સ સાથે પોતાના ફોટા શેર કરીને જોડાયેલા રહે છે. એવામાં તેમના ફેન્સના મનમાં એ વાત જરૂર રહેતી હોય છે કે, તેમના ફેવરેટ હીરો કે હિરોઈન બાળપણમાં કેવા દેખાતા હશે. આથી ઘણા કલાકારો ફેન્સ સાથે પોતાના બાળપણના ફોટા શેર કરે છે જે ઘણા ફેમસ પણ થાય છે. તો આવો આજના આ આર્ટીકલમાં આપણે જોઈએ કે, બાળપણમાં કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, અનુષ્કા શર્મા, કરણ જોહર, કરિશ્મા કપૂરથી લઈને સંજય દત્ત સુધીના કલાકારો બાળપણમાં કેવા દેખાતા હતા.

દીપિકા પાદુકોણ : થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ફોટો શેર કર્યો હતો, તે ફોટો તેમના બાળપણનો હતો. ફોટામાં તે બેડ પાસે જમીન ઉપર બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટાને શેર કરતા દીપિકાએ કેપ્શનમાં લખ્યું, ઇન્દિરાનગરની ગુડી છું હું. ઈમેજમાં દીપિકા ઘણી ક્યુટ અને વ્હાલી દેખાઈ રહી છે.

જાન્હવી કપૂર : ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરવા વાળી અભિનેત્રી જાન્હવી કપૂર વર્તમાન સમયની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. તેણે ઘણા ઓછા સમયમાં સારી એવી ફેન ફોલોઈંગ ઉભી કરી લીધી છે. અભિનેત્રીની બાળપણની ઈમેજની વાત કરીએ તો બાળપણમાં તે ઘણી વધુ ક્યુટ હતી. આ ફોટામાં પણ જાન્હવી કપૂર પોઝ આપતા જોવા મળી રહી છે.

અનુષ્કા શર્મા : અનુષ્કા શર્માએ થોડા સમય પહેલા દીકરી વામિકાને જન્મ આપ્યો. તે ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ તે ઘણી એક્ટીવ રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ભાઈ સાથેનો પોતાના બાળપણનો થ્રોબેક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં જોઈ શકાય છે બંને ખુરશી ટેબલ ઉપર છાપું વાંચતા જોવા મળી રહ્યા છે. ફોટા ઉપરથી અંદાઝ લગાવી શકાય છે કે અનુષ્કા હાલ જેટલી શાંત સ્વભાવની છે બાળપણમાં એટલી જ તોફાની હતી.

સોનમ કપૂર : સોનમ કપૂર સુપરસ્ટાર અનીલ કપૂરની દીકરી છે. સોનમ કપૂરના બાળપણના ફોટા ઉપરથી એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, તે બાળપણથી જ કેમેરા ફ્રેન્ડલી રહી છે. આ ફોટો અનીલ કપૂરના કુટુંબનો ફોટો છે, તેમાં સોનમ બર્થડે સેલીબ્રેટ કરતા જોવા મળી રહી છે.

અનન્યા પાંડે : આ ફોટો અનન્યા પાંડેએ હોળીના પ્રસંગે શેર કર્યો હતો, જેમાં તેની સાથે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર જોવા મળી રહી છે. ફોટામાં સુહાના અને શનાયા શાંત દેખાઈ રહી છે, તો અનન્યા પાંડે હાથમાં રંગ લઈને પોઝ આપતા જોવા મળી રહી છે. અનન્યા, સુહાના અને શનાયા આજે પણ ઘણી સારી બહેનપણી છે.

કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર : કરીના-કરિશ્મા જાણીતી અને સુંદર અભિનેત્રીઓ માંથી એક છે. કરીનાએ આ ફોટો કરિશ્માના જન્મદિવસ ઉપર ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. આ બ્લેક એંડ વ્હાઈટ ફોટામાં જોઈ શકાય છે કે, અભિનેત્રી પોતાની મોટી બહેન કરિશ્મા સાથે ભોજન કરી રહી છે. આ ફોટામાં કરિશ્મા ઘણી યંગ અને સુંદર દેખાઈ રહી છે. અ ફોટામાં ફેન્સ દ્વારા કરીનાની ક્યુટનેશને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

સારા અલી ખાન : ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કરવા વાળી અભિનેત્રી સારા અલી ખાન બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થાય છે. ફોટામાં જોઈ શકાય છે કે, અભિનેત્રી જેટલી ચૂલબુલી આજે છે એટલી જ બાળપણમાં પણ હતી. આ ફોટામાં સારા તેના પિતા સૈફ અલી ખાનના ખોળામાં બેઠી છે. ફોટાને કરીનાએ સારાના બર્થડે ઉપર શેર કર્યો હતો.

કરિશ્મા કપૂર : ફોટો જોઈને અંદાજો લગાવી શકાય છે કે બાળપણમાં કરિશ્મા ઘણી તેજ અને ક્યુટ હતી. આ ફોટામાં તે પોતાના પપ્પા રણધીર કપૂર સાથે બેઠી છે, જ્યાં તે કેમેરા તરફ જોઈને પોઝ આપી રહી છે. આ ફોટો કરિશ્માએ ફાધર્સ ડે ઉપર શેર કર્યો હતો.

કરણ જોહર : ફિલ્મ મેકર કરણ જોહર આજના સમયમાં ઘણી મોટી ઓળખ ઉભી કરી ચુક્યા છે. કરણે પોતાની ફિલ્મોથી ફેન્સના દિલમાં સ્થાન બનાવ્યું છે. ફિલ્મ મેકરના બાળપણની વાત કરીએ તો આ ફોટામાં તે પોતાની દાદી અને તેની માં સાથે દેખાઈ રહ્યા છે. આ ફોટો કરણ જોહરે પોતે શેર કર્યો હતો. ફોટો શેર કરતા કરણે લખ્યું હતું કે, મારી વ્હાલી દાદી જેને અમે માતાજી કહીને બોલાવતા હતા અને મારી સુંદર માં. ફોટામાં જોઈ શકાય છે કરણ જોહર કેમેરા તરફ પોઝ આપી રહ્યા છે.

સંજય દત્ત : સંજય દત્તને કોણ નથી ઓળખતું. તે પોતાના સમયના પ્રસિદ્ધ અભિનેતા હતા અને આજે પણ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી થયો. તેમની ફેન ફોલોઈંગ ઘણી સારી છે. તેમના બાળપણની વાત કરીએ તો, તે ઘણા ક્યુટ અને ભોળા હતા. આ ફોટામાં તેમના ચહેરા ઉપર નિર્દોષ ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

રીતેશ દેશમુખ : રીતેશ દેશમુખ ફિલ્મી દુનિયાના જાણીતા કલાકાર છે. તેમણે એકથી એક ચડીયાતી ફિલ્મો કરી છે. તે સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટીવ રહે છે અને પત્ની જેનેલિયા ડીસુઝા સાથે રીલ્સ પણ શેર કરે છે. અભિનેતાના બાળપણના ફોટામાં જોઈ શકાય છે કે, તે કોઈ પાસેથી ભેંટ લઇ રહ્યા છે અને તેમના ચહેરા ઉપર વ્હાલુ એવું હાસ્ય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.