આ બોલીવુડ સ્ટાર્સના પિતા છે બહુ મોટી હસ્તી, કોઈ છે મહારાજા તો કોઈ છે મોટા બિઝનેસમેન

બોલીવુડમાં આજે એવા ઘણા સ્ટાર્સ છે જે કરોડોની સંપત્તિના માલિક છે, અને એક એવા સ્થાન ઉપર છે જ્યાં લોકો તેનું સન્માન કરે છે. બોલીવુડમાં હવે ફિલ્મોનો બિઝનેસ કરોડોનો થઇ ગયો છે. દર વર્ષે બોલીવુડમાં નાની મોટી ન જાણે કેટલી ફિલ્મો બને છે, અને મોટા મોટા સુપરસ્ટાર એ ફિલ્મોની કમાણીનો એક મોટો ભાગ લઇ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ સ્ટાર્સનું બ્રેકગ્રાઉન્ડ શું છે, અને તેના ઘર વાળા શું કરે છે? નહિ ને, તો આજે અમે તમને એવા જ થોડા સ્ટાર્સના ઘર વાળા વિષે જણાવીશું જે એક પૈસાદાર અને પ્રસિદ્ધ કુટુંબ સાથે સંબંધ ધરાવે છે.

રણવીર સિંહ :

બોલીવુડમાં પોતાનો અંદાજ અને સ્ટાઈલ માટે ઓળખાતા રણવીર સિંહ હાલના દિવસોમાં ફિલ્મોમાં જાદુ પાથરી રહ્યા છે. તેમની બે ફિલ્મોએ બોક્સ ઓફીસ ઉપર જોરદાર કમાણી કરી છે અને સાથે જ તેમણે દીપિકા પાદુકોણ સાથે લગ્ન પણ કર્યા છે. વાત કરીએ રણવીરના ફેમીલીના બેકગ્રાઉન્ડની તો રણવીરના પિતા જગદિત સિંહ ભાગવાની એક રીયલ એસ્ટેટ બિઝનેસમેન છે.

અંગદ બેદી :

બોલીવુડ હિરોઈન નેહા ધૂપિયાએ થોડા સમય પહેલા જ અંગદ બેદી સાથે લગ્ન કર્યા, અને એક દીકરીને જન્મ આપ્યો છે. વાત કરીએ નેહાના પતિ અંગદ બેદીના પિતા બિશન સિંહ બેદીની, તો તે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને જાણીતા ક્રિકેટર હતા.

ભાગ્યશ્રી :

બોલીવુડમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ થી ડેબ્યુ કરનારી અભિનેત્રીની વાત કરીએ, તો તે એક રાજવી કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા વિજય સિંહરાવ માધવારાવ પટવર્ધન મહારાષ્ટ્રના સાંગલીના રાજા છે.

સચિન જોશી :

વર્ષ ૨૦૧૧ માં ફિલ્મ ‘અંજાન’ થી બોલીવુડમાં એન્ટ્રી કરનારા સચિન જોશી આમ તો ફિલ્મો દ્વારા કોઈ વિશેષ કમાલ નથી કરી શક્યા. પરંતુ તેમના ફેમીલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો સચિનના પિતા JMJ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને સંસ્થાપક છે. તેમની કંપની, હોટલ, મિનરલ વોટર, જીમ અને સ્પા અને એનર્જી ડ્રીંક્સની ડીલ કરે છે. સચિન પણ પોતાના પિતા સાથે જ બિઝનેસ સંભાળે છે.

પુલકિત સમ્રાટ :

ટીવી જગત અને બોલીવુડમાં ફૂકરે જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી ચુકેલા પુલકિત સમ્રાટનું બેકગ્રાઉન્ડ પણ ઘણું મજબુત છે. પુલકિતના પિતાનો દિલ્હીમાં ઘણો મોટો એસ્ટેટનો બિઝનેસ છે. અને તેની ગણતરી દિલ્હીના જાણીતા બિઝનેસમેનોમાં થાય છે.

અરુણોદય સિંહ :

બોલીવુડ ફિલ્મ ‘જિસ્મ 2’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા અરુણોદય હાલના દિવસોમાં વેબ સીરીઝમાં જોવા મળી રહ્યા છે. અરુણોદયના પિતા અજય સિંહ મધ્ય પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેની સાથે તેમના દાદા સ્વ. અર્જુન સિંહ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સરકારના કેબીનેટ મંત્રી પણ રહી ચુક્યા હતા.

ચંદ્રચુઢ સિંહ :

એક સમયે બોલીવુડના જાણીતા અભિનેતા ચંદ્રચુઢ સિંહ અલીગઢના એક મોટા જમીનદાર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા કેપ્ટન બલદેવ સિંહ ભૂતપૂર્વ વિધાયક રહી ચુક્યા છે, અને તેમની માં બોલાગીરના ભૂતપૂર્વ મહારાજાની દીકરી છે.


Posted

in

by