આ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 5 સૌથી મોંઘી લેડી સિંગર, સુંદરતામાં આપે છે હિરોઇનોને ટક્કર

આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉત્તમ સિંગર્સની કમી નથી. ઇન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતા અને મહાન અવાજ છે, જેની દુનિયા દીવાની છે. સોનું નિગમ, ઉદિત નારાયણ, સુનિધિ ચોહાણ, શ્રેયા ઘોષાલ વગેરે ઘણા એવા જ ઉત્તમ સિંગર્સના ઉદાહરણ છે. તે અવાજએ લોકોના દિલો ઉપર એક વિશેષ છાપ ઉભી કરી છે. અવાજ સાંભળતા જ લોકો તેને ઓળખી લે છે. પોતાની મહેનતના બળ ઉપર આ લોકો આજે એક અલગ જ સ્થાન ઉપર પહોંચી ગયા છે.

ફીમેલ સિંગર્સની વાત કરવામાં આવે તો બોલીવુડમાં અનેક એવા સિંગર્સ રહેલા છે જે ન માત્ર પોતાના અવાજ માટે પરંતુ પોતાની સુંદરતા માટે ઓળખાય છે. તે સમય ગયો જયારે સિંગર્સ પડદાની પાછળ જ રહી જતા હતા. હવે જમાનો બદલાઈ ગયો છે. આજના જમાનાના સિંગર્સ પોતાના અવાજની સાથે સાથે પોતાના લુક્સ ઉપર પણ વધુ ધ્યાન આપે છે. આજે આ પોસ્ટમાં અમે તમારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 5 એવી ફીમેલ સિંગર સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે સુંદરતામાં કોઈ હિરોઈનથી ઓછી નથી અને તે સિંગર્સ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી લેડી સિંગર કહેવાય છે.

શ્રેયા ઘોષાલ :

શ્રેયા ઘોષાલ બોલીવુડની સૌથી પ્રસિદ્ધ સિંગર છે. શ્રેયાએ ઘણી નાની ઉંમરમાં ગાવાનું શરુ કરી દીધું હતું. ટીવી શો ‘સારેગામાપા’ થી પોતાના કેરિયરની શરૂઆત કરનારી શ્રેયા ઘણી સુંદર છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે એક ગીત ગાવા માટે લગભગ ૨૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે. વર્ષ ૨૦૧૫ માં શ્રેયાએ શીલાદીત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા.

સુનિધિ ચોહાણ :

સુનિધિ ચોહાણ પણ બોલીવુડની લોકપ્રિય સિંગર છે. સુનિધિએ માત્ર ૪ વર્ષની ઉંમરથી જ ગાવાનું શરુ કરી દીધું હતું. તેણે ૧૨ વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘શાસ્ત્ર’ થી પોતાનું સિંગિંગ કેરિયરની શરુઆત કરી હતી. ૧૮ વર્ષની ઉંમરમાં સુનિધિએ પહેલા લગ્ન કર્યા જે સફળ ન થયા. ત્યાર પછી તેણે હિતેશ સોનિક સાથે વર્ષ ૨૦૧૨ માં બીજા લગ્ન કર્યા. સુનિધિ દેખાવમાં ઘણી ગ્લેમરસ છે અને એક ગીત મારે લગભગ ૧૨ થી ૧૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

નેહા કક્કડ :

નેહાએ પોતાના કેરિયરની શરૂઆત ટીવી રીયાલીટી શો ‘ઇન્ડિયન આઈડલ’ થી કરી હતી. અહિયાંથી રીજેક્શન મળ્યા પછી તેમણે સખ્ત મહેનત કરી અને આજે તે જે સ્થાન ઉપર છે તેનાથી દરેક માહિતગાર છે. આજે નેહા બોલીવુડની સૌથી હીટ અને ગ્લેમરસ લેડી સિંગર છે. આજકાલ તે ઇન્ડીયન આઈડલમાં ખાસ કરીને જજ તરીકે જોવા મળી રહી છે. નેહા દરેક ગીત માટે ૧૦ થી ૧૨ લાખ ચાર્જ કરે છે.

અલીશા ચિનોય :

અલીશા ચિનોય પણ પોતાની સુંદરતા અને મીઠા અવાજ માટે જાણીતી છે. પોતાના આખા ફિલ્મી કેરિયરમાં તેણે આપણને ઘણા હીટ ગીતો આપ્યા છે. તેનું ‘મેડ ઈન ઇન્ડિયા’ ગીત આજે પણ લોકોના મોઢે સંભળાય છે. અલીશાનું પણ નામ બોલીવુડની સૌથી મોંઘી અને સુંદર સિંગરમાં જોડાયેલું હોય છે. તે એક ગીત માટે ૭ થી ૮ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

મોનાલી ઠાકુર :

મોનાલી ઠાકુર એક ઉત્તમ સિંગર હોવાની સાથે સાથે એક ઉત્તમ અભિનેત્રી પણ છે. તેમણે ફિલ્મ ‘લક્ષ્મી’ માં પોતાના જોરદાર અભિનયથી સૌને ચોંકાવી દીધા હતા. મોનાલીએ પણ પોતાના કેરિયરની શરૂઆત સિંગિંગ રીયાલીટી શો ‘ઇન્ડીયન આઈડલ’ દ્વારા ખાસ કરીને કંટેસ્ટંટ તરીકે કરી હતી. તે આજે બોલીવુડની એક ફેમસ સિંગર છે અને એક ગીત માટે ૪ થી ૫ લાખ રૂપિયા લે છે.