તે આઠ ખાન સ્ટાર્સ, જે ફિલ્મોમાંથી થઇ ચુક્યા છે ગાયબ, ઘણાઓના તો તમે આખા નામ પણ નહી જાણતા હોય

બોલીવુડ પર છેલ્લા બે દશકથી વધારે સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ ખાન કબ્જો જમાવીને બેઠા છે. આજના સમયમાં એમના નામથી જ સિનેમા હોલમાં ખચાખચ ભીડ જમા થાય છે. ફિલ્મ જગતના કોઈ પણ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એમની સાથે કામ કરવામાં ક્યારેય પણ હાથ પાછળ નથી ખેંચતા. પણ આ ત્રણ ખાન સિવાય ફિલ્મ ઈન્ડસ્ટીમાં બીજા પણ ખાન રહેલા છે, જેના લોકોને નામ પણ નથી ખબર. તો આવો જાણીએ એમના વિષે.

ઈમરાન ખાન :

આ કડીમાં સૌથી પહેલા વાત કરીએ બોલીવુડના નંબર વન ખાનમાંથી એક એવા સુપરસ્ટાર આમિર ખાનના પરિવારના સભ્યની. આમિર ખાનના ભાણજા ઈમરાન ખાનનું બોલીવુડમાં કરિયર ફ્લોપ સાબિત થયું છે. એમણે વર્ષ 2008 માં ‘જાને તું યા જાને ના’ થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

જો કે ઈમરાનની એ ફિલ્મ હિટ સાબિત થઈ હતી, પણ એ પછી કિડનેપ, લક, બ્રેક કે બાદ, એક મેં ઓર એક તું, ગોરી તેરે પ્યાર મેં જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. ઈમરાનને છેલ્લી વાર ફિલ્મ કટ્ટી બટ્ટીમાં કંગના રનૌત સાથે જોવામાં આવી હતી. જણાવી દઈએ કે, એ ફિલ્મ પણ લોકોને પસંદ નહિ આવી.

સરફરાઝ ખાન :

બોલીવુડમાં પોતાના દમદાર અભિનય માટે ઓળખાતા એકટર કાદર ખાનને કોણ નથી જાણતું. એમના પર્દા પર આવતા જ લોકોનું હસવાનું શરૂ થઈ જતું હતું. જોકે કાદર ખાને પોતાના ફિલ્મી કરિયરમાં દરેક પ્રકારના પાત્ર ભજવ્યા છે. પણ એમને અસલી ઓળખ કોમેડી પાત્રોથી મળી.

તમને જણાવી દઈએ કે કાદર ખાનના દીકરા સરફરાઝ ખાન પણ ઘણી ફિલ્મોમાં સાઈડ એક્ટર તરીકે જોવા મળી ચૂકયા છે. એમણે ક્યા યહીં પ્યાર હૈ (2002), મૈંને દિલ તુજકો દિયા (2002), તેરે નામ (2003), બાઝાર (2004), વાદા (2005), મિલેંગે મિલેંગે (2012) જેવી ફિલ્મોમાં કામ કર્યું. સરફરાઝ છેલ્લે 2013 માં આવેલી ફિલ્મ રમૈયા વસ્તાવૈયામાં જોવા મળ્યા હતા. છતાં આજે પણ ઘણા લોકોને ખબર નથી કે સરફરાઝ કાદર ખાનના દીકરા છે.

સાહિલ ખાન :

પોતાની દમદાર બોડીને લઈને પ્રખ્યાત થયેલા અભિનેતા સાહિલ ખાન પણ બોલીવુડમાં વધારે ટકી શક્યા નહિ. તે મોટાભાગે કોઈને કોઈ વાતને લઈને હેડલાઈનમાં રહે છે. એવું જણાવવામાં આવ્યું હતું કે, એમનું અફેર ટાઈગર શ્રોફની માં આયશા સાથે હતું. પણ આયશાએ આ વાતોને ખોટી જણાવી છે.

જણાવી દઈએ કે, શાહિલે એકટર તરીકે 2001 માં આવેલી ફિલ્મ સ્ટાઈલથી ડેબ્યુ કર્યું હતું. એ પછી એક્સક્યુઝ મી (2001), યહી હૈ ઝીંદગી (2005), ડબલ ક્રોસ (2005), અલાદીન (2005), રામા ધ સેવિયર (2005) જેવી ફિલ્મો કરી. પણ બધી ફિલ્મો ચાલી નહિ. સાહિલ છેલ્લી વાર 2013 માં આવેલી ફિલ્મ શૃંગારમાં જોવા મળ્યા હતા.

ફરદીન ખાન :

ક્યુટનેસ, ચાર્મિંગ પર્સનાલિટીથી ઓળખાતા અભિનેતા ફરદીન ખાન ઘણા હેન્ડસમ એકટર રહ્યા છે. એમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડ્યાને લગભગ 8 વર્ષ થઈ ચુક્યા છે. એમને પોતાની પત્ની સાથે રેસ્ટોરન્ટની બહાર જોવામાં આવ્યા હતા. જ્યાં એમનો લુક ઘણો ચોંકાવનારો હતો. એમના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, વર્ષ 1998 માં આવેલી ફિલ્મ પ્રેમ અગનથી તે મોટા પર્દા પર આવ્યા હતા. એ પછી ફિલ્મ જંગલ, લવ કે લિયે કુછ ભી કરેગા, ભૂત, જાનશી, નો એન્ટ્રી, હે બેબી, ઓલ ઘી બેસ્ટ, દેવ, લાઈફ પાર્ટનર, એસિડ ફેક્ટ્રીમાં તે જોવા મળ્યા. પણ તે અભિનેતા તરીકે ફ્લોપ રહ્યા.

શાબાદ ખાન :

બોલીવુડના ગબ્બર એટલે કે અમજદ ખાન પણ લોકોના દિલ અને દિમાગમાં છવાયેલા છે. પણ એમના દીકરા શાબાદ ખાનને આજે પણ કોઈ નથી ઓળખતું. શાબાદ ખાને વર્ષ 1996 માં આવેલી ફિલ્મ રાજા કી આયેગી બારાતથી ફિલ્મોમાં પગ રાખ્યો હતો. પણ એ ફિલ્મે બોક્સ ઓફિસ પર એક જ અઠવાડિયામાં દમ તોડી દીધો. પિતાના સ્ટારડમનો કારણે એમને જે થોડું ગણું કામ મળ્યું હતું, એમાં તે પોતાને સાબિત નહિ કરી શક્યા, અને ફિલ્મી દુનિયાથી દૂર જતા રહ્યાં. પછી એમણે લેખનની શરૂઆત કરીને પોતાના પિતા અમજદ ખાનની બાયોગ્રાફી લખી.

ફરાઝ ખાન :

90 ના દશકમાં બોલીવુડમાં વિલનના ખાસ બોડીગાર્ડ અને કેયરટેકર બનવાવાળા એકટર યુસુફ ખાનનું ફિલ્મી કરિયર તો સારું રહ્યું પણ એમના દીકરા ફરાઝ ખાનને આજે કોઈ નથી ઓળખતું. ફરાઝને વર્ષ 1996 માં આવેલી ફિલ્મ ફરેબમાં મોટા પર્દા પર જોવામાં આવ્યા હતા. પણ અભિનેત્રી રાની મુખર્જી સાથે ફિલ્મ મહેંદીથી એમને નવી ઓળખ મળી જે જલ્દી જ છુપાઈ ગઈ. એમની છેલ્લી ફિલ્મ વર્ષ 2001 માં આવેલી દિલ ને ફિર યાદ કિયા હતી.

શહજાદ ખાન :

બોલીવુડના લોયન માનવામાં આવતા અભિનેતા અજીતના દીકરા શહજાદ ખાન એકદમ પોતાના પિતાની ઝેરોક્ષ કોપી છે. એમણે ઘણી ફિલ્મોમાં પોતાના પિતાની નકલ કરી, પણ ખાસ કમાલ નહિ કરી શક્યા. એમની ફિલ્મોની લિસ્ટમાં કયામત સે કયામત તક (1988), અંદાઝ અપના અપના (1994), બરસાત (1995), ઘરવાળી બહાર વાલી (1998), હંસતે હંસાતે (1998), મેરા સાયા (2000), દિલ બેચાર પ્યાર કા મારા (2004) શામેલ છે. એમની છેલ્લી ફિલ્મ ચલ ભાગ હતી જે વર્ષ 2014 માં રિલીઝ થઈ હતી.

ફૈઝલ ખાન :

છેલ્લે વાત કરીશું આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાનની. ફૈઝલ ખાનને દર્શકો ફિલ્મ ‘મેલા’ (2001) થી ઓળખે છે. આ ફિલ્મમાં પોતે આમિર ખાન પણ હતા. પણ જે સ્ટારડમ આમિર પાસે છે તે ફૈઝલ ખાનને પ્રાપ્ત થયું નહિ. એવામાં સતત ડૂબતા કરિયરને કારણે તે પોતાનું માનસિક સંતુલન પણ ખોઈ ચુક્યા હતા. અહીં સુધી કે એકવાર જણાવ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા.

પણ પાછા આવ્યા પછી એમણે પોતાના ભાઈ આમિર પર એમને કેદ કરીને રાખવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહિ એમને દવાઓ પણ આપવામાં આવતી હતી. ફૈઝલ ખાનની ફિલ્મોની વાત કરીએ તો એમણે પ્યાર કા મોસમ (1969), મેલા (2000), બોર્ડર હિન્દુસ્તાન કી (2003), બસ્તી (2003), ચાંદ બુઝ ગયા (2005) સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.