ગુમનામીનું જીવન જીવવા મજબુર છે બોલીવુડની “ગંગા”, એક ભૂલે બર્બાદ કરી દીધું કરિયર

માણસની સફળતાના થોડા ટકા ભાગ એની છબી (ઈમેજ) ઉપરથી નક્કી થાય છે. આ વાત બોલીવુડમાં વધુ લાગુ પડે છે. ઘણી વાર કોઈ કલાકાર કે હિરોઈનની ઈમેજ ફિલ્મોની શરુઆતના સમયમાં સારી હોય છે, અને એમના કોઈ કારસ્તાનને કારણે એમની ઈમેજ ખલાસ થઇ જાય છે. તેનું નામ કોઈ એવા કામ સાથે જોડાઈ જાય છે, કે તેનું કેરિયર થોડા સમય માટે ખલાસ થઇ જાય છે. મોટાભાગના કેસમાં હંમેશા માટે પણ કેરિયર ખલાસ થાય છે.

અને એવા ઉદાહરણ તમને ઇન્ડસ્ટ્રીમાં જ મળી જશે. પરંતુ આજે અમે વાત હિરોઈન યાસ્મીન જોસેફની કરીશું જેને તમે બધા ‘મંદાકિની’ ના નામથી ઓળખો છો. તેને તમે વર્ષ ૧૯૮૫ માં આવેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી હો ગઈ’ માં ‘ગંગા’ નું પાત્ર નિભાવતી જોઈ હતી. જે હવે ગુપ્ત જીવન જીવવા મજબુર છે. બોલીવુડની ગંગા વિષે તમારે જાણવું જોઈએ કે છેવટે કેમ તેનું સારું એવું કેરિયર આમ અચાનક ખલાસ થઇ ગયું.

ગુપ્ત જીવન જીવવા માટે મજબુર છે બોલીવુડની ગંગા :

કહે છે ને કે પ્રેમ અને સંબંધ ઘણા ઓછા લોકોને સુખી કરે છે, નહિ તો મોટા ભાગના તેમાં ખલાસ થઇ જાય છે. અને અને એવું જ થયું અભિનેત્રી મંદાકિની સાથે, જયારે તેને મોટા ભાગેડુ ગુનેગાર ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે પ્રેમ થઇ ગયો હતો. પહેલી જ ફિલ્મથી દરેક જગ્યાએ ધડાકા કરનારી મંદાકિની ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન માટે ઓળખાતી હતી. ફિલ્મ રામ તેરી ગંગા મેલી હો ગઈમાં મંદાકિનીએ એક ભોળી ભાળી ગામડાની છોકરીનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ તેના સીન ઘણા બોલ્ડ ગણવામાં આવતા હતા. ત્યાર પછી તે મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ ડાંસ ડાંસ, ગોવિંદા સાથે ફિલ્મ પ્યાર કરકે દેખો, અને અનીલ કપૂર સાથે ફિલ્મ તેજાબમાં જોવા મળી.

પરંતુ ત્યાર પછી તેના જીવનમાં દાઉદ ઈબ્રાહીમ આવ્યો અને તેનું જીવન એકદમથી બદલાઈ ગયું. ૯૦ ના દશકમાં મંદાકિનીનું નામ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે તે સમયના સમચારોમાં આવવા લાગ્યું. એવું કહેવામાં આવે છે કે મંદાકિની અને દાઉદ વચ્ચે અફેયર છે. આમ તો મંદાકિનીએ હંમેશા અફેયરની વાતનો સ્વીકાર નથી કર્યો અને કહ્યું છે કે બન્ને સારા મિત્ર છે બસ.

વર્ષ ૧૯૯૩ માં મુંબઈમાં જેણે આખા દેશને હચમચાવી દીધો તે ધડાકો દાઉદ ઈબ્રાહીમએ પોતાનો ડર ઉભો કરવા માટે કરાવ્યો હતો. તે ધડાકાથી કોઈ પણ અજાણ નથી અને તેણે દરેકને વિચારવા માટે મજબુર કરી દીધા હતા. તે દરમિયાન દાઉદનું નામ દરેકે સાંભળ્યું. આ ધડાકા પછી દાઉદએ ભારત છોડી દીધું અને આજ સુધી ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલ છે. પરંતુ તે હાથ નથી લાગ્યો. તે ઘટનામાં ઘણા બોલીવુડ કલાકારોની પણ પૂછપરછ થઇ હતી. કેમ કે દાઉદને ફિલ્મોનો ઘણો શોખ હતો અને તેને ઘણી સેલીબ્રીટીઝ મળી ચુકી છે.

જેમાં ઉપરના નામ આવ્યા હતા તે સલમાન ખાન, મંદાકિની અને સંજય દત્ત જેવા મોટા નામ હતા. આમ તો પાછળથી તેમને છોડી જ દીધા હતા. મંદાકિનીએ બોલીવુડમાં લોહા, જાલ, જંગ, નાગ નાગિન, આગ ઓર શોલા, જીતે હે શાન સે, શાનદાર જેવી ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ દાઉદ સાથે નામ જોડાઈ જતા અને ઘણી વખત બંનેને સાથે જોવામાં આવ્યા હતા. આ કારણે ગણતરીના સમયમાં એનું કરિયર બરબાદ થઈ ગયું.