શા માટે કોઈ પુસ્તક કે ગ્રંથ પડી જાય તો તેને પગે લાગવામાં આવે છે? જાણો તેનું કારણ
ગુરુવારને બૃહસ્પતિવાર પણ કહેવામાં આવે છે. આ દિવસને ભગવાન બૃહસ્પતિ સિવાય માં શારદાનો દિવસ પણ કહેવામાં આવે છે. બાળપણથી જ આપણે સ્કૂલમાં પ્રાર્થના કરતા કરતા મોટા થયા છીએ. જેમાંની એક પ્રાર્થના “હે શારદે માં, હે શારદે માં, વિદ્યા કા હમકો વરદાન દે માં. તુ સ્વર કી દેવી હૈ સંગીત તુજસે, હર સ્વર તેરા હૈ હર ગીત તુજસે.”
અમને લાગે છે કે, એવા અમુક જ લોકો હશે જેમણે બાળપણમાં સ્કૂલમાં સરસ્વતી વંદના ના કરી હોય. અને એક આદત તો બાળપણથી આજસુધી આપણે ધરાવીએ છીએ, અને તે છે પુસ્તક-ગ્રંથને માં સરસ્વતીનું રૂપ સમજવું. અને એટલે જ તો પુસ્તક-ગ્રંથને પગનો સ્પર્શ થવા પર કે તેના પડી જવા પર તેને માથા સાથે લગાવીએ છીએ, અને તેને પગે લાગીએ છીએ.
હકીકતમાં તે વિદ્યાને નમન કરવાની આપણી રીત છે. આપણે ભારત દેશના વાસી છીએ અને આપણે દરેક વસ્તુમાં ઈશ્વરનું સ્વરૂપ શોધીએ છીએ. જમતા પહેલા અન્નની પૂજા કરવામાં આવે છે. વાંચતા પહેલા પુસ્તક-ગ્રંથની પૂજા સરસ્વતી માં ને નમન કરીને કરવામાં આવે છે. તે બધું આસ્થાને કારણે છે. જ્યાં આસ્થા છે, ત્યાં તેની પાછળનું કારણ નથી શોધવામાં આવતું. આવો તેની સાથે જોડાયેલો એક કિસ્સો સાંભળીએ.
વિવેકાનંદજીને એકવાર એક રાજાના દરબારમાં આમંત્રિત કરવામાં આવ્યા. રાજાને એ જણાવવામાં આવ્યું કે, તે ઘણા મોટા વિદ્વાન છે. રાજાએ તેમની હાંસી મજાક ઉપહાસ ઉડાવવાનું વિચાર્યું અને સ્વામી આવ્યા ત્યારે એવું કર્યું પણ. મૂર્તિ પૂજાને લઈને તેમને ઢોંગી કહેવામાં આવ્યા. વિવેકાનંદજીએ તેના પર ગુસ્સો કર્યો નહિ અને સ્મિત આપ્યું. તે જાણી ગયા કે આ બધું અહંકારવશ રાજાએ રચેલી રમત છે.
પછી વિવેકાનંદે એક દરબારીને તેમના મહારાજનો ફોટો લાવવા માટે કહ્યું. પછી તેમની હાંસી ઉડાડનાર મંત્રીને કહ્યું કે તેના પર થૂંકે. આ સાંભળી મહારાજના વફાદાર મંત્રી તલવાર કાઢીને હુમલો કરવાની મુદ્રામાં આવી ગયા. ત્યારે વિવેકાનંદે હસીને કહ્યું, આ આસ્થા ભગવાનની મૂર્તિઓમાં તેમના ભક્ત શોધે છે.
આ વાર્તાનો સાર એ જ છે કે, કોઈની ભક્તિને ચેલેંજ ના કરો. ભક્તની આસ્થા સર્વોપરી છે. હવે જો કોઈ બાળક અથવા મોટું વ્યક્તિ પુસ્તક પડી જવા પર તેમના માથા પર લગાવે તો હસવું નહિ, તે આસ્થાનો સવાલ છે.
આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.