બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કરી વિનંતી. કહ્યું, ‘પાક. સાથે બદલો લેવો છે, એટલા માટે…

બોર્ડની પરીક્ષાઓના પેપરમાં ઘણા વિદ્યાર્થી પ્રશ્નોના જવાબ આપવાને બદલે વિચિત્ર એવી હરકતો કરતા જોવા મળી રહ્યા છે.

બોર્ડ પરીક્ષાઓના પેપરની તપાસની કામગીરી શરૂ થઈ ગઈ છે. બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી શાળાઓમાં જ બોર્ડના પેપર ચેક થાય છે. તે રીતે જેમ જેમ મૂલ્યાંકનનું કામ આગળ વધતું જાય છે, તેમ તેમ તે વિદ્યાર્થીઓના ઘુમરાતા મગજની ઘણી ઉપજ પણ સામે આવી રહી છે.

જી હા, બોર્ડની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ પોતાના ઘુમરાતા મગજના ઘણા પ્રકારની હરકતો કરે છે, જેમાં અધ્યાપકોને ઇમોશનલ બ્લૅકમેલ કરવા સામાન્ય બાબત છે. બોર્ડની પરીક્ષાઓના પેપરમાં ઘણા વિદ્યાર્થી પ્રશ્નોના જવાબ આપવાને બદલે વિચિત્ર એવી હરકતો કરતા જોવા મળી રહ્યા છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શી વિશેષ છે?

દર વર્ષેની જેમ આ વખતે પણ બોર્ડની પરીક્ષામાં બાળકોના નટખટ મગજની ઉપજ જોવા મળી રહી છે. જી હા, બાળકો પ્રશ્નોના જવાબ આપવાને બદલે એવા પ્રકારની હરકતો કરે છે અને તે વિચારે છે કે તેનાથી શિક્ષકોને ઇમોશનલ બ્લોકમેલ કરી શકાય છે, પરંતુ ખરેખર એવું નથી થતું નથી.

તેવામાં બાળકોએ હંમેશાં બોર્ડની પરીક્ષાઓમાં પ્રશ્નોના જવાબ જ લખવા જોઈએ, તે બધા વચ્ચે અમે તમારા માટે થોડા અટપટા જવાબ લઈએ આવ્યા છીએ, જે જોયા પછી તમે પણ કહેશો કે ખરેખર આજના બાળકો કેટલા નટખટ છે.

ભગવાન ક્યારેય માફ નહિ કરે :-

ગુરુજી પાસ કરી દો

નહિ તો ભગવાન તમને ક્યારેય માફ નહિ કરે

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ યુપી બોર્ડના એક વિદ્યાર્થીએ પોતાના પેપરમાં લખ્યું છે કે મને પાસ કરી દો સાહેબ, ભગવાન તમને માફ નહિ કરે. એટલે સ્પષ્ટ છે કે આ રીતે વિદ્યાર્થી અધ્યાપકને ન માત્ર ઇમોશનલ બ્લેકમેલ કરે છે, પણ તેમને ભગવાનના નામ ઉપર ડરાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

હું પૂજા સાથે પ્રેમ કરું છું :-

હું પૂજા સાથે પ્રેમ કરું છું

આ પ્રેમ પણ શું વસ્તુ છે

ન જીવવા દે છે અને ન તો મરવા

સાહેબ આ પ્રેમ કહાની એ અભ્યાસથી દુર કરી દીધો નહિ તો ..

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ એક વિદ્યાર્થીએ પોતાનાં પેપરમાં સંપૂર્ણ રીતે લવ સ્ટોરી લખી નાખી છે અને લખ્યું છે કે ‘હું પૂજાને બહુ પ્રેમ કરું છું, આ પ્રેમ પણ શું ચીઝ છે, ન જીવવા દે છે અને ન તો મરવા, સાહેબ આ લવ સ્ટોરી એ અભ્યાસથી દૂર કરી દીધો’. એટલે સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થી પ્રેમમાં પડ્યા પછી ભણી નથી શકતા પછી શિક્ષક પાસે આ પ્રકારની વિનંતી કરતા જોવા મળે છે.

ગુરુજી મારા નમસ્કાર :-

ગુરુજીને પેપર ખોલતા પહેલા નમસ્કાર

ગુરુજી પાસ કરી દો

ચિઠ્ઠી તું જ સાહેબ પાસે

સાહેબની ઈચ્છા નાપાસ કરે કે પાસ

ભારતીય સંસ્કૃતિમાં માન સન્માન કરવાનું શીખવામાં આવે છે અને આ વિદ્યાર્થીએ તે જ કર્યું છે, પરંતુ જવાબ લખવાને બદલે લખ્યું છે કે ગુરુજીને પેપર ખોલતા પહેલા નમસ્કાર, ગુરુજી પાસ કરી દો અને ચિઠ્ઠી તું જ સાહેબ પાસે, સાહેબની ઈચ્છા નાપાસ કરે કે પાસ … ‘. એટલે સ્પષ્ટ છે કે વિદ્યાર્થી ગુરુજી ઉપર પોતાના સંસ્કારની છાપ છોડીને નંબર લેવા ઇચ્છે છે.

પાકિસ્તાન સાથે લેવો છે બદલો :-

સાહેબ મારા મામા લશ્કરમાં હતા

તે શહીદ થઇ ગયા છે.

પાકિસ્તાન સામે તેનો બદલો લેવાનો છે

એટલા માટે પાસ કરી દો

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ એક વિદ્યાર્થીએ પોતાની જવાબ વહી ઉપર લખ્યું છે કે, ‘સાહેબ, મારા મામા સેનામાં હતા, તે શહીદ થઈ ગયા છે, પાકિસ્તાન સામે તેનો બદલો લેવા જવાનું છે, તેથી પાસ કરી દો’. એટલે સ્પષ્ટ છે કે હવે બાબત દેશભક્તિ સુધી પણ પહોચી ગઈ છે અને તે વિદ્યાર્થી દેશભક્તિના નામ ઉપર માર્ક્સ લેવા ઈચ્છી રહ્યો છે.

બીજા પણ જુવો મજાના તુક્કા :-

હું એક ગરીબ પરિવારનો છું અને ઘણા વર્ષ પહેલા મારા પિતાનું અવસાન થઇ ગયું હતું.

મારે કામ કરવું પડતું હતું અને મારા ભાઈ બહેનોનું ધ્યાન રાખવું પડતું, હું તમને પાસ કરવા માટે વિનંતી કરું છું
તે મારા અને મારા પરિવાર ઉપર ઘણો મોટો ઉપકાર થશે.

મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે હું અભ્યાસમાં સારો છું.

મહેરબાની કરીને મને પાસ થવા જેટલા માર્ક્સ આપી દો

નહિ તો તે મને છોડીને જતી રહેશે.

મને પાસ થવા જેટલા માર્ક્સ આપી દો.

નહિ તો ગર્લફ્રેન્ડ છોડીને જતી રહેશે.

શેયર કરજો બીજાને પણ મજા આવશે. જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશાન. જય હિન્દ…