બોરિંગ પૌંઆને આપો ટ્વિસ્ટ અને તેને આ 3 અલગ રીતે બનાવો, ટ્રાય કરો તેના નવા ટેસ્ટ.

જો તમને પણ પૌંઆ ખાવાનું પસંદ છે, તો આ 3 નવી રીતે પૌંઆ બનાવીને તેના સ્વાદની મજા લો. જો તમને પૂછવામાં આવે કે તમારો ફેવરીટ નાસ્તો શું છે તો તમારો જવાબ શું હશે? પૌંઆ જ સૌથી વધુ ખાવામાં આવતો નાસ્તો હોય છે. જે નોર્થ ઇંડિયાથી લઈને સાઉથ ઇંડિયા સુધી મળે છે અને સાથે સાથે ઘણા અલગ અલગ વેરીએંટમાં ઉપલબ્ધ હોય છે. પૌંઆ ખાવાની સૌથી સારી વાત એ હોય છે કે તેમાં ઓછુ તેલ અને મસાલાનો ઉપયોગ થાય છે એટલા માટે તેને હેલ્દી માનવામાં આવે છે. પૌંઆ સાથે તમને કેટલા ફ્લેવર પસંદ છે તમે એટલા જ ફ્લેવર્સનો ઉપયોગ કરી શકો છો.

પણ પૌંઆ સાથે એક સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તે વધુ કંટાળાજનક હોઈ શકે છે. તમે તેને રોજ નથી ખાઈ શકતા અને તેના ટેસ્ટથી ઘણી વખત આપણે ધરાઈ જઈએ છીએ, પરંતુ જો તમને પૌંઆ પસંદ છે, તો તમે તેની સાથે રોજ કાંઈક નવીન કરી શકો છો. આજે અમે તમને પૌંઆ બનાવવાની ત્રણ અલગ રીતો જણાવવા જઈ રહ્યા છીએ.

(1) તરી પૌંઆ : નાગપુરમાં સૌથી વધુ તરી પૌંઆ ખાવામાં આવે છે, જ્યાં પૌંઆ ઉપર ચણાની ગ્રેવી નાખવામાં આવે છે. તે બનાવવા ઘણા સરળ છે અને સ્વાદ તેનો કેવો હશે એ તો ખાવાથી જ ખબર પડશે. આમ તો તેને તરત ખાવા જોઈએ અને જ્યાં સુધી તમારે તે ખાવા ન હોય ત્યાં સુધી પૌંઆ અને તરીને એક સાથે ન ભેળવો.

સામગ્રી – પૌંઆ માટે : 2 વાટકી પૌંઆ, 2 ડુંગળી, 2 લીલા મરચા, ¼ વાટકી મગફળીના દાણા, 2-3 ચમચી તેલ, 1-2 ચમચી જીરું અને રાઈ, ½ ચમચી હળદર, ચપટી ભર હિંગ, મીઠું સ્વાદ મુજબ, સાકર સ્વાદ મુજબ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ઝીણી કાપેલી કોથમીર

તરી માટે : 1 વાટકી ફણગાવેલા ચણા, 1 ચમચી તેલ, 1 ચમચી સરસો, જુરૂ, હિંગ વઘાર માટે, ¼ ચમચી હળદર પાવડર, ½ ચમચી લાલ મરચું પાવડર, 7-8 મીઠા લીમડાના પાંદડા, 1 ચમચી કાળું મીઠું, ગોળ સ્વાદમુજબ, મીઠું સ્વાદમુજબ

રીત :

(1) સૌથી પહેલા તમે એવી જ રીતે પૌંઆ બનાવી લો જેમ તમે બનાવતા આવ્યા છો.

(2) હવે ચણામાં નાખવામાં આવતા બધા મસાલા તેલમાં ફ્રાઈ કરો અને પાણી નાખીને ચણા પકાવી લો.

(3) તેની સ્પાઈસી તરી બનવી જોઈએ.

(4) જયારે ખાવામાં આવે તો તરી પૌંઆ ઉપર નાખો અને ઉપરથી શેવ અને ડુંગળી સર્વ કરો. તમે ચણાનું નોર્મલ શાક લસણ આદુની પેસ્ટ નાખીને પણ બનાવી શકો છો.

(2) ખાટા પૌંઆ : જો તમને ટમેટા કે દહીં જેવી વસ્તુ પસંદ છે કે પછી આંબલીનું પાણી સારું લાગે છે અને ખાટું ખાવાનું પસંદ છે તો તમે ટેંગી પૌંઆ બનાવી શકો છો. તમારે બસ તમારી ડીશ સાથે થોડા પ્રયોગ કરવાના રહેશે.

સામગ્રી : 2 વાટકી પૌંઆ, 2 ડુંગળી, દેશી ટમેટા કે આંબલીનું પાણી, 2 લીલા મરચા, ¼ વાટકી મગફળીના દાણા, 2-૩ ચમચી તેલ, 1 ચમચી રાઈ, ½ ચમચી લાલ મરચા પાવડર, મીઠું સ્વાદમુજબ, સાકર સ્વાદમુજબ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ઝીણી કાપેલી કોથમીર

રીત : (1) તમારે પૌંઆ એવી જ રીતે બનાવવાના છે જેમ તમે બનાવતા આવ્યા છો, પરંતુ અહિયાં તમારે એ પહેલા નક્કી કરવું પડશે કે તમે ટમેટા કે ખટાશ લેવા માગો છો લે પછી આંબલીના પાણીનો.

(2) જો ટમેટા જોઈએ તો તેને ડુંગળી અને લીલા મરચા સાથે તળી લો. અને થોડા એવા કાચા ટમેટા કાપીને ઉપરથી નાખવાના છે.

(3) જો આંબલીનું પાણી નાખી રહ્યા છો તો પૌંઆ બન્યા પછી તેને પીરસવાની થોડી વાર પહેલા આંબલીનું પાણી તેમાં નાખી દો. તમને પૌંઆમાં ઘણી સારી ખટાશ મળશે, જે ટેસ્ટને થોડી સારી બનાવશે.

(3) ફ્રુટસ પૌંઆ : જો તમે નોર્મલ પૌંઆ નથી ખાવા માંગતા તો ડ્રાઈ ફ્રુટસ અને નોર્મલ ફ્રુટસ ભેળવીને હેવી પ્રોટીન વાળા પૌંઆ બનાવી શકો છો.

સામગ્રી : 200 ગ્રામ બદામ ફ્લેક્સ, 450 ગ્રામ ડુંગળી, 200 ગ્રામ પૌંઆ, 100 ગ્રામ ક્રેનબેરી (અથવા દાડમ), મીઠું સ્વાદમુજબ, 2 ચમચી તેલ, 8-10 મીઠા લીમડાના પાંદડા, છીણેલું નારીયેલ

રીત :

(1) પૌંઆને બનાવતા પહેલા બદામ ફ્લેક્સને પાણીમાં ડુબાડીને રાખી દો.

(2) એક કડાઈમાં તેલ, રાઈ, મીઠા લીમડાના પાંદડા, લીલા મરચાને શેકો અને ત્યાર પછી પલાળેલા પૌંઆ અને બદામ બંનેને એક સાથે નાખો. ત્યાર પછી જ કોઈ મસાલા નાખો.

(3) બદામ અને પૌંઆ બંનેમાં સારી રીતે સીજનીંગ લાગી જવી જોઈએ.

(4) ત્યાર પછી ક્રેનબેરી કે દાડમ જે પણ ઉપયોગ કરી રહ્યા છો તે નાખો.

(5) છેલ્લે કોથમીર અને છીણેલા નારીયેલનો ઉપયોગ કરો.