10 બાળકોને એક સાથે જન્મ આપીને આ મહિલાએ બનાવ્યો રેકોર્ડ, ગિનિસ બુકમાં નોંધાઈ શકે છે નામ.

અજબ ગજબ : અહીં એક મહિલાએ આપ્યો એક સાથે 10 બાળકોને જન્મ, તોડ્યા જુના રેકોર્ડ, જાણો ક્યાંનો છે આ બનાવ.

જોડિયા બાળકોના જન્મ વિષે તો તમે ઘણું સાંભળ્યું અને જોયું પણ હશે. પણ જરા વિચારો કે એક સાથે 10 બાળકો જન્મ લઇ લે તો. આ વાત સાંભળવામાં કોઈ ચમત્કારથી ઓછી નથી લાગતી. બની શકે છે કે, તમને આ વાત થોડી વિચિત્ર જરૂર લાગી રહી હશે, પણ આવું હકીકતમાં બન્યું છે.

હકીકતમાં દક્ષીણ આફિકાના પ્રિટોરિયામાં 37 વર્ષીય ગોસિયામે થમારા સીથોલ નામની એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, દુનિયામાં આવું પહેલી વખત બન્યું છે. પહેલાથી જ જોડિયા બાળકોની માં ગોસિયામે થમારા સીથોલે સાત છોકરા અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો છે. એ બધું જોઈને થમારા સીથોલ પોતે આશ્ચર્યચક્તિ થઇ ગઈ. કેમ કે શરુઆતમાં તપાસમાં ડોકટરોએ 6 બાળકોની આશા રાખી હતી. થમારા સીથોલે 7 જુનના રોજ પ્રિટોરિયાની એક હોસ્પિટલમાં આ બાળકોને જન્મ આપ્યો છે.

મિરરના અહેવાલ મુજબ ગોસિયામે થમારા સીથોલનો દાવો છે કે, તેમણે કુદરતી રીતે જ ગર્ભધારણ કર્યું હતું, પણ બાળકોને જન્મ આપવો તેમના માટે સરળ ન હતું. કેમ કે પ્રેગનેન્સી દરમિયાન તેમના પગમાં ઘણો દુઃખાવો અને હાર્ટબર્નની સમસ્યાનો સામનો કરવો પડ્યો.

ગોસિયામે થમારા સીથોલના દાવાની પુષ્ટિ હજુ સુધી કોઈ આરોગ્ય નિષ્ણાંતો કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા નથી કરવામાં આવી. જો આ દાવો સાચો સાબિત થાય છે, તો એક જ પ્રેગનેન્સીમાં 10 બાળકોને જન્મ આપવાનો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે.

એક જ પ્રેગનેન્સીમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ હાલમાં માલી દેશની હલીમા સિસ્સેના નામે છે. હલીમા સિસ્સેએ મે મહિનામાં મોરક્કોની એક હોસ્પિટલમાં નવ બાળકોને જન્મ આપ્યો હતો.

હાઈ રિસ્ક પ્રેગનેન્સીનું જોખમ જોઈ ગોસિયામે થમારા સીથોલને એ વાતની ચિંતા હતી કે, તેના બાળકો કદાચ જીવતા ન રહી શકે. બધા બાળકો સ્વસ્થ છે અને આવનારા થોડા મહિના સુધી તેમને ઇન્ક્યુબેટરોમાં રાખવામાં આવશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.