પગાર આપવાની ના પાડતા કર્મચારીએ ભર્યું એવું પગલું કે માલિકે રડવાનો વારો આવ્યો.

બોસે ન આપ્યો પગાર, તો ગુસ્સામાં કર્મચારીએ 21 સેકંડમાં લગાવી દીધો કરોડોનો ચૂનો, જુવો વિડીયો.

સોશિયલ મીડિયા ઉપર હંમેશા ઘણા મજાના વિડીયો અવાર નવાર શેર થતા રહે છે. તેમાંથી કેટલાક વિડીયો તમે વારંવાર જોવાનું પસંદ કરો છો, તો કેટલાક એવા પણ હોય છે જે જોયા પછી તમે વિચારમાં પડી જાવ છો કે ખરેખર આવું કેમ બન્યું? હાલમાં સોશિયલ મીડિયા ઉપર કાંઈક એવો જ એક વિડીયો સામે આવ્યો છે. તે વિડીયોમાં એક વ્યક્તિ જેસીબીથી મોટી મોટી ગાડીઓને નુકશાન પહોંચાડતા દેખાઈ રહ્યો છે.

તે દરમિયાન ત્યાં ઘણા લોકો તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે, પણ તે નથી માનતો. શરુઆતમાં તમે પણ આ વિડીયો જોઈને વિચારમાં પડી જશો કે વિડીયોમાં દેખાતો વ્યક્તિ આવું શા માટે કરી રહ્યો છે? આવો તેના વિષે જાણીએ.

સોશિયલ મીડિયા પર એક કંપનીના કર્મચારીનો વિડીયો ઘણો શેર થઇ રહ્યો છે. અને તેના વિષે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીના માલિકે તેનો પગાર આપવાની ના કહી દીધી, ત્યાર પછી તેણે એવું પગલું ભર્યું કે તેને જોઇને લોકોને ચકિત થઈ ગયા છે.

તે વ્યક્તિએ જેસીબી લઈને કંપનીના પરિસરમાં મુકવામાં આવેલા કરોડો રૂપિયાના વાહન તોડી નાખ્યા. 21 સેકંડના આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ઉપર બેસ્ટ વિડીયો નામના હેન્ડલ ઉપર શેર કરવામાં આવ્યો છે, અને તેમાં કેપ્શન આપવામાં આવ્યું છે – જયારે બોસે પગાર ચુકવવાની ના પાડે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિએ જેસીબી લઈને કંપનીના પરિસર માં પ્રવેશ કર્યો હતો અને ત્યાં રહેલા લાખો-કરોડોના વાહનો તોડવાનું શરુ કરી દીધું.

તેમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ થોડી સેકંડમાં એક પછી એક ઘણી ટ્રકોનો ભંગાર બનાવી દીધો અને તે દરમિયાન ઘણા લોકોએ તેને રોકવાનો પણ પ્રયત્ન કર્યો. જોકે ત્યાં સુધી ઘણું બધું નુકશાન થઇ ગયું હતું. વિડીયોમાં જોઈ શકાય છે કે, કર્મચારીએ જેવી જ વાહનોની તોડફોડ શરુ કરી કે બીજા કર્મચારી પણ પરિસરમાં પહોંચી ગયા અને બુમો પાડવા લાગ્યા.

આ વિડીયો શેર થયા પછી લોકો વિડીયો ઉપર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મોડેથી પગાર આપવો એક ગંભીર ગુનો છે. એવું કરવું કર્મચારીઓને ગુલામ બનાવવા જેવું છે. બધા કર્મચારીઓને સમયસર પગાર મળી શકે, તેના માટે રાઈટ ટુ સેલેરી એક્ટ લાવવો જોઈએ. મોડું થવા પર 6 ટકા વ્યાજ સાથે પગારની ચુકવણી કરવી જોઈએ. તે ઉપરાંત એક યુઝરે જણાવ્યું કે, લાગે છે કે બોસે અમિતાભ બચ્ચનની ફિલ્મ નહિ જોઈ હોય.

મજુરને તેની મજુરી તેનો પરસેવો સુકાયા પહેલા મળી જવી જોઈએ. એક બીજી કમેન્ટમાં જણાવવામાં આવ્યું છે ઠીક કર્યું ઘણું સારું કર્યું. પાઠ ભણાવવો જોઈએ. તમે કોઈનું નુકશાન કરશો તો તમારી સાથે પણ એવું જ થશે. અને એક યુઝરે વિડીયો જોયા પછી કર્મચારીને જ પ્રશ્ન પૂછતાં લખ્યું કે, હું તેને હારેલો માનું છું. એમ કરવાથી તેને શું મળ્યું?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.