છોકરા અને છોકરીની ઉંમરમાં હોવું જોઈએ આ ખાસ અંતર, નહી તો સંબંધમાં પડે છે ખરાબ પ્રભાવ

સમયની સાથે સાથે માણસે ખુબ પ્રગતિ કરી લીધી છે. આ ઝડપથી થઇ રહેલી પ્રગતિએ માનવ જાતિને ખાસ પ્રભાવિત કરી છે. એટલું જ નહિ પણ આ બદલાતા સમયને કારણે માણસના વિચારમાં પણ ઘણું પરિવર્તન થયું છે. આજના સમયમાં ઘણી બધી વસ્તુઓ મનુષ્ય માટે સામાન્ય થઇ છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેમનું હોવું સમાજમાં આજે પણ મહાપાપ માનવામાં આવે છે. આજના લેખમાં અમે પુરુષ અને સ્ત્રીના એકબીજાના સંબંધો વિષે વાત કરવાના છીએ.

આજની યુવા પેઢીની વાત કરીએ તો તેઓ ખુબ ખુલ્લા વિચારોના હોય છે. આજ કાલની ફિલ્મો આ સમયના યુવાઓને સૌથી વધારે પ્રભાવિત કરે છે. પહેલાના સમયમાં ઘરના મોટા દ્વારા જ એમના બાળકોના લગ્નનો નિર્ણય કરવામાં આવતો હતો. પણ અત્યારની પેઢીના બાળકો યુવાન થતાં જ પોતાના માટે કોઈને કોઈ સાથી શોધી લે છે. એવામાં દેશના યુવાઓ ઘર્મ, જાતી વગેરે જેવી વાતો પર વિશ્વાસ રાખતા નથી. તે લોકો એવા થઇ જાય છે કે ઘણી વાર ઘરવાળાઓની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લે છે.

પતિ અને પત્નીનો સબંધ સૌથી અતૂટ અને મહત્વપૂર્ણ સબંધ હોય છે. અને એવું એક રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે. એવામાં તેમનો સબંધ ત્યારે જ ટકી શકે છે જયારે તે એક બીજાને સારી રીતે સમજે અને એકબીજા પ્રત્યેની સાજેદારી એમનામાં હોય. અને આ સાજેદારી ત્યારે જ હોય જયારે બંનેની ઉંમરમાં ખાસ અંતર ન હોય, કારણ કે માણસની ઉંમરને એમના વ્યક્તિત્વ સાથે સીધો સબંધ હોય છે. એવામાં જો તમારો સાથી તમારી ઉંમરથી નાનો હોય તો તમને તે પોતાના કરતા ઓછો સમજદાર લાગશે. આના સિવાય જો તમારો સાથી તમારા કરતા મોટો છે તો તે તમને હમેશા નીચું દેખાડવાનો પ્રયત્ન કરી શકે છે, કારણ કે સમજદારી ઉંમર જતા જ આવે છે.

એવામાં જો તમે સમાન ઉંમરમાં લગ્ન કરો છો તો તમારે સારું અંડરસ્ટેન્ડિંગ બની રહેશે અને તમે એકબીજાને સરળતાથી સમજી શકશો. લગ્નનો સંબંધ જવાબદારીઓથી ભરેલો સંબંધ હોય છે. એવામાં તમારી અને તમારા સાથીની લગ્ન પછી એક બીજા પ્રત્યે હજારો અપેક્ષાઓ હોય છે. અને તે અપેક્ષાને તમે પણ સમજી શકો છો. જયારે તમારો પાર્ટનર તમારી ઉંમરનો હોય. ત્યારે જ આ સંબંધ ટકે છે.

ઈચ્છાઓ પુરી ન કરી શકવી એ પણ સબંધ તૂટવા પાછળનું એક કારણ છે.

એક બીજાને સારી રીતે સમજવા માટે એ જરૂરી છે, કે તમે સામે વાળની ભાવનાને જાણો અને સારી રીતે સમજો. પણ ઘણી વાર ઉંમરમાં ખુબ વધારે અંતર હોવાને કારણે લોકોએ પોતાના સંબંધમાં તણાવનો સામનો કરવો પડે છે. આજે અમે તમને જણાવીશું કે તમારા લગ્ન માટે ઉમરનું સાચું અંતર શું હોવું જોઈએ?

તમારા અને તમારા પાર્ટનર વચ્ચે ઓછામાં ઓછો 1 થી 2 વર્ષનો જ ફરક હોવો જોઈએ. કારણ કે, ઉંમરની સાથે સાથે માણસના વિચાર અને પસંદ પણ બદલાઈ જાય છે. એવામાં જો તમે એક જ ઉંમરમાં હોય તો બંનેની પસંદ અને નાપસંદ એક જેવી હોય છે.

20 થી 22 વર્ષની ઉંમર યુવાઓની મસ્તીની ઉંમર હોય છે. એવામાં તમને તમારી ઉંમરથી મોટો સાથી મળે છે તો તે તમારી પસંદ અને સપનાને નાદાનીનું નામ આપશે. એવામાં તમારા વચ્ચે નાની મોટી વાતોને લઈને ઝગડો થવા લાગે છે.

બાકી સમજુ લોકોની જોડીઓ ગમે તેટલા ઉંમરની હોય કોઈને કંઈ સમસ્યા આવતી નથી.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)