ઘરે બહાનું બતાવીને હોટલ પહોંચ્યા છોકરા-છોકરી… ઘણા કલાકો સુધી રૂમમાં બંધ રહ્યા, છોકરીનો નીકળી ગયો દમ

આજકાલનો સમય કેવો થઇ ગયો છે. માં બાપ ઘણા વિશ્વાસથી બાળકોને ઉછેરે છે, કે મોટા થઈને તેઓ અમારું નામ ઉજ્વળ કરશે. પરંતુ આ કલિયુગ છે. અહિયાં જે વિચારવામાં આવે છે તે થતું નથી. દિલ્હી સાથે જોડાયેલું ગાજિયાબાદ, ત્યાંની એક હોટલમાં એક છોકરો અને એક છોકરી છાનામાના પહોંચ્યા.

બન્ને ઘેરથી ખોટું બોલીને આવ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ જેવી વાત હતી. રૂમ પણ મળી ગયો, પરંતુ તેમ છતાં જે બન્યું તે બન્ને પરિવાર માટે કલંક જેવું બની ગયું. ખાસ કરીને ગાજિયાબાદના કોતવાલી વિસ્તારમાં એક હોટલની અંદર છોકરા અને છોકરીએ ઝેર પી લીધું. તેથી સ્થળ ઉપર જ છોકરીનું મૃત્યુ થઇ ગયું. જો કે છોકરાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બન્ને ઝેર ખાધેલી હાલતમાં હોટલના રૂમમાં મળ્યા હતા. જણાવવામાં આવે છે કે દિલ્હીના રહેવાસી સુબોધ અને છોકરી બે દિવસ પહેલા શકરપુર આવેલા પોતાના ઘરેથી એ કહીને નીકળ્યા હતા કે ઢોંસા ખાવા માટે જઈ રહ્યા છીએ. ત્યાર પછી બન્ને પાછા ફર્યા નહિ. શુક્રવારની સવારે સુબોધે છોકરીના પરિવારને ફોન કરીને કહ્યું કે બન્ને એ ઝેર ખાઈ લીધું છે. ત્યાર પછી જેવા પરિવાર વાળા ગાજિયાબાદની જીલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા તો છોકરી મૃત્યુ પામેલી મળી આવી છે. છોકરા વિષે જણાવવામાં આવ્યું હતું કે તે ત્યાં દાખલ થયેલો છે. પરંતુ પરિવારને હજુ છોકરો મળી શક્યો ન હતો.

પોલીસ આખી ઘટનાની તપાસમાં લાગેલી છે. પરિવારનું કહેવું છે કે છોકરો અને છોકરી બજરિયાની એક હોટલમાં આવીને રોકાયા હતા. જ્યાં છોકરી સાથે કાંઈક ખરાબ બન્યું છે. છોકરીના પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે છોકરા અને છોકરી વચ્ચે હોટલના રૂમમાં શું થયું હતું. પરિવાર વાળા છોકરા ઉપર જ આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સગાઈ થયા પછી જ છોકરાના પરિવાર વાળા દહેજની માંગણી કરવા લાગ્યા હતા.

આજના સમયમાં યુવાઓ દ્વારા પ્રેમમાં ખોટું પગલું ભરવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. તેઓ વિચારતા જ નથી કે એમના આવા નિર્ણયથી બિચારા માં-બાપનું શું થશે, જેમણે આટલા વર્ષો સુધી પ્રેમ પૂર્વક એમને મોટા કર્યા છે. એમનું તો આખું સંસાર જ વિખેરાય જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.