દુર્લભ બીમારીઓ અને 2 ટકા મગજ સાથે જન્મેલા બાળકે કર્યા બધાને આશ્ચર્યચક્તિ, જાણો કારણ.

આ બાળક ફક્ત 2 ટકા મગજ સાથે જન્મ્યો હતો, પણ હવે તેણે જે કર્યું તે જાણીને બધા ચકિત થઈ રહ્યા છે.

જયારે નોઆહ વોલ જન્મ્યો ત્યારે તેની પાસે માત્ર 2 ટકા મગજ જ હતું. તે જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ડોકટરોને લાગ્યું હતું કે, આ બાળક સારી રીતે જીવન જીવી નહિ શકે. કારણ કે તેને 2 જેનેટીક બીમારીઓ એક સાથે જકડી રાખ્યો હતો. ડોકટરોએ નોઆહના માતા પિતાને જણાવ્યું કે, આ બાળક ચાલી નહિ શકે, ન તો તે પોતાની જાતે ખાઈ શકશે, અને ન તો વાત કરી શકશે.

આ સાંભળી બધા દુઃખી થઇ ગયા. તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરુ થઇ ગઈ હતી. કોફીન પણ ખરીદી લેવામાં આવ્યું હતું. પણ આજે નોઆહ 9 વર્ષનો છે. તે એસ્ટ્રોનોટ બનવા માંગે છે. હવે તેના મગજમાં ઘણો ફેરફાર આવી ગયો છે. આવો જાણીએ નોઆહની સ્ટોરી.

નોઆહ જયારે ગર્ભમાં હતો, ત્યારે ડોકટરોએ તેના માતા-પિતાને જણાવ્યું હતું કે નોઆહને સ્પાઈના બોફીડા નામની બીમારી થઇ રહી છે. બની શકે છે કે, જયારે બાળક જન્મે ત્યારે તેની કરોડરજ્જુનું હાડકું સંપૂર્ણ રીતે વિકસિત ન થયું હોય, તેના કારણે જ બાળકની છાતીની નીચેનું શરીર લકવાગ્રસ્ત થઇ જશે. ગર્ભમાં જ નોઆહના મગજનું સ્કેનીંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, તેનું મોટા ભાગનું મગજ છે જ નહિ.

નોઆહનું મગજ માત્ર 2 ટકા જ વિકસિત થયું છે. કારણ કે તેના મગજમાં પોરિનસેફેલિક સિસ્ટ છે. તેના કારણે જ મગજનો મોટો ભાગ નાશ થઇ રહ્યો છે. મુશ્કેલી આટલે પૂરી નથી થઇ જતી, ડોકટરોને લાગ્યું કે બાળકે એડવર્ડ સિન્ડ્રોમ અને પટાઉ સિન્ડ્રોમ વિકસિત કરી લીધું છે. આ બંને દુર્લભ જેનેટિક બીમારીઓ થયા પછી કોઈની પણ બચવાની સંભાવના ઘણી ઓછી હતી.

એડવર્ડ સિન્ડ્રોમને ટાઈસોમી 18 ના નામથી પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સ્વસ્થ માણસમાં ક્રોમોસોમ 18 ની બે કોપી મળી આવે છે. જયારે ટ્રાઈસોમી 18 માં તે કોપી વધીને ત્રણ થઇ જાય છે. જો આ બીમારી સાથે દુનિયામાં 100 બાળકો પેદા થાય છે, તો તેમાંથી માત્ર 13 જ જીવિત રહી શકે છે. બાકીનાનું મરુ તયુ તેના પહેલા જન્મદિવસ પહેલા જ થઇ જાય છે. આ રીતે પટાઉ સિન્ડ્રોમ ક્રોમોસોમ 13 ની વધારાની કોપી બની જાય છે. 10 માંથી કોઈ એક બાળકને આ બીમારી હોય છે. તે વધુ પ્રમાણમાં દુર્લભ જેનેટિક બીમારી છે. તેનાથી પીડિત બાળક એક વર્ષ પણ જીવતા નથી રહેતા.

યુકેના કંબ્રિયામાં જન્મેલા નોઆહની માં મિશેલ વોલ કહે છે કે, અમે લોકોએ કોફીનની તૈયારી કરી લીધી હતી. અંતિમ સંસ્કારની તૈયારી પણ કરી લીધી હતી. પણ જન્મ તો આપવાનો જ હતો. જયારે નોઆહ થયો તો તેણે એવી ચીસ પાડી કે મારાથી રહેવાયું નહિ. આ ચીસ હતી જીવનની. આ ચીસથી ડોક્ટર પણ આશ્ચર્યચકિત રહી ગયા. કેમ કે તેને એક આટલા સક્રિય બાળકની આશા ન હતી.

તાત્કાલિક બાળકનું એમઆરઆઈ સ્કેન કરાવવામાં આવ્યું. બાળક 2 ટકા મગજ સાથે જન્મ્યો હતો. આ સ્થિતિને હાઈડ્રોસીફેલસ કહે છે. તેના કારણે જ મગજમાં એક ખાસ પ્રકારમાં તૈલી પદાર્થ જમા થઇ જાય છે. પછી ડોકટરોએ અનુમાન લગાવ્યું કે, અત્યારે તો ચીસ પડી હતી, પણ બની શકે છે કે ત્યાર પછી તે વેજીટેટીવ સ્ટેટ એટલે નિષ્ક્રિય અવસ્થામાં જતો રહે. પણ એવું કાંઈ ન થયું.

નોઆહ આજે 9 વર્ષનો છે. તેણે ચમત્કારિક રીતે વિકાસ કર્યો છે. હાલમાં જ અમે તેનો 9 મો જન્મ દિવસ ઉજવ્યો છે. તે વાંચી લે છે. પોતાની જાતે ગણિતના પ્રશ્ન ઉકેલે છે. તેને સાયન્સ વધુ ગમે છે. તે એસ્ટ્રોનોટ બનવા માંગે છે. નોઆહને તેની માં એ ઘરમાં જ ભણાવ્યો છે. વ્હીલચેર ઉપર રહેવા વાળા નોઆહને સ્કી અને સર્ફિંગ પણ વધુ પસંદ છે. અને તે માતા-પિતાની મદદ કરે છે.

નોઆહની રીકવરી જન્મના સાત અઠવાડિયા પછી શરુ થઇ. ડોકટરોએ તેના માથામાં એક સ્ટંટ અને નરમ ટ્યુબ લગાવી દીધી હતી. હાઈડ્રોસિફેલસના કારણે જ મગજમાં ભરાઈ રહેલા વધુ તૈલી પદાર્થ બહાર નીકળી શકે છે. તે કારણે જ તેના મગજની અંદર જગ્યા બનવાનું શરુ થઇ ગયું. તરત મગજે કામ કરવાનું શરુ કર્યું. તેની ખાલી થઇ રહેલી જગ્યા ભરવાનું શરુ કરી દીધું. હાલ પણ નોઆહનું મગજ ફેલાઈ રહ્યું છે.

દુર્ભાગ્યની વાત એ છે કે, નોઆહનું મગજ અને કરોડરજ્જુના હાડકાનું જોડાણ નથી થઇ શક્યું. એટલા માટે નોઆહ ચાલી નથી શકતો. પણ નોઆહ હવે 9 વર્ષના બાળક જેવો દેખાય પણ છે. તેની માં મિશેલ કહે છે મારો દીકરો સ્માર્ટ થઇ રહ્યો છે. દરરોજ દિવસમાં તે કાંઈક એવું કરે છે જેનાથી હું ઈમ્પ્રેસ થઇ જાઉં છું. તેનું ધ્યેય છે દોડવાનું અને હું તેને દોડાવીને જ રહીશ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.