12 વર્ષની ઉંમરથી ખરીદવા લાગ્યા Bitcoin, 18 વર્ષની ઉમરે બન્યા કરોડોના માલિક, જાણો કોણ છે તે?

બીટકોઈને આ છોકરાને બનાવ્યો કરોડપતિ, હવે પોતાની કંપની ચલાવે છે, ફોન પણ લોન્ચ કરી ચુક્યો છે.

બીટકોઈન (Bitcoin) એક એવી ક્રિપ્ટો કરન્સી (Cyrpto Currency) છે જેણે ઘણા લોકોને રાતોરાત કરોડોના માલિક બનાવી દીધા છે. અત્યારે એક બીટકોઈનની કિંમત લગભગ 50 લાખ રૂપિયાની આસપાસ છે. બીટકોઈને જે લોકોનું ભાગ્ય બદલી નાખ્યું, તેમાંથી એક એરિક ફીનમેન છે. ફીનમેનનું કહેવું છે કે તે બીટકોઈનથી કરોડપતિ બનવા વાળા સૌથી નાની ઉંમરના વ્યક્તિ છે.

છેલ્લા 10 વર્ષોમાં એરિક ફીનમેનના લગભગ 100 બીટકોઈન હોલ્ડીંગની કિંમત 50 કરોડ રૂપિયા નજીક પહોંચી ગઈ છે. આ 100 બીટકોઈનને એરીકે 2011 માં લગભગ એક હજાર ડોલર એટલે 47 હજાર રૂપિયામાં ખરીદ્યા હતા. જે સમયે એરીકે બીટકોઈન ખરીદ્યા હતા, ત્યારે તેમની ઉંમર આશરે 12 વર્ષ હતી.

એરિક ફીનમેને 12 વર્ષની ઉંમરમાં પોતાનું પહેલું રોકાણ કર્યું અને 18 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયા. 18 વર્ષની ઉંમરમાં તેમણે એક સ્પર્ધક ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું. આવો ઈડાહો ટ્વીનથી સીલીકોન વેલી ક્રિપ્ટો-કરોડપતિ સુધીની સફર પૂરી કરવા વાળા એરિક ફીનમેન વિષે જાણીએ.

2011 માં 12 વર્ષની ઉંમરમાં એરિક ફીનમેને 10 ડોલર કિંમતના બીટકોઈન ખરીદ્યા હતા. 15 વર્ષની ઉંમરમાં એરિકને સ્કુલ માંથી કાઢી મુકવામાં આવ્યા. ત્યાર પછી તેમણે 100 Bitcoin ખરીદી લીધા. ત્યાર પછી તેમણે એક શિક્ષણ સ્ટાર્ટઅપ બાટંગલની સ્થાપના કરી.

17 વર્ષની ઉંમરમાં એરિક ફીનમેને બાટંગલને વેચી દીધી અને 18 વર્ષની ઉંમરમાં બીટકોઈન કરોડપતિનું સ્થાન પ્રાપ્ત કર્યું. 19 વર્ષની ઉંમરમાં એરીકે વાસ્તવિક જીવનનું નિર્માણ ‘ડૉ. ઓક્ટોપસ’ શૂટ કર્યું. પછી 20 વર્ષની ઉંમરમાં એરીકે એક સેટેલાઈટ લોન્ચ કર્યું.

આ વર્ષે એટલે કે 2021 માં બીટકોઈન કરોડપતિ એરિક ફીનમેન પોતાનો સ્માર્ટફોન લઈને આવ્યા છે, જેને ફ્રીડમ ફોન કહેવામાં આવે છે. નામ તમને પરિચિત લાગી શકે છે પણ તે સંપૂર્ણ રીતે એક નવો ફોન છે જે સંપૂર્ણ રીતે સેન્સર (censored) વગરનો હોવાનો દાવો કરે છે. તેની ટેગ લાઈન છે – ફ્રી સ્પીચ અને પ્રાઈવેસી ફર્સ્ટ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.