છોકરી જોવા આવ્યો હતો છોકરો, લોકડાઉનમાં ફસાયો તો ત્યાં જ રહેવા લાગ્યો, પછી થયું આવું, જુઓ વિડીયો

છોકરી જોવા આવેલો છોકરો લોકડાઉનને કારણે ફસાયો, તેના જ ઘરે રોકાયો અને પછી…. જુઓ વાયરલ વિડીયો

કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ઘણા લોકોનાં લગ્ન અટકી ગયાં છે. જે લોકો લગ્ન કરી પણ રહ્યા છે તે મર્યાદિત સંસાધનોમાં ખૂબ સાદગી સાથે કરી રહ્યા છે. લોકડાઉન વચ્ચે અત્યાર સુધી જેટલા પણ લગ્ન થઈ રહ્યાં છે, તેમના સંબંધો અને તારીખ પહેલાથી નક્કી થઈ ગયા હતા. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા લગ્ન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે લગ્ન કરવાનો નિર્ણય લોકડાઉન દરમિયાન પોતાની જાતે જ લેવામાં આવ્યો હતો.

હકીકતમાં, મધ્યપ્રદેશના ખાંડવા શહેરમાં એક એવા અનોખા લગ્ન થયા જેના વિશે સાંભળીને તમને પણ મજા આવી જશે. તેમના લગ્નની વાર્તા કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી.

25 માર્ચે નીતિન નામનો છોકરો મહારાષ્ટ્રથી ખાંડવા શહેરમાં નેહા નામની યુવતીને જોવા માટે આવ્યો હતો. ત્યાર પછી, 26 માર્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. ત્યારથી લઈને આજ સુધી આ લોકડાઉન ચાલુ છે.

આવી સ્થિતિમાં છોકરા વાળા જે છોકરીને જોવા આવ્યા હતા તેના ઘરમાં ફસાઈ ગયા. લોકડાઉનને કારણે, છોકરો અને તેનું સંપૂર્ણ કુટુંબ 25 દિવસ સુધી છોકરી વાળાના ઘરે જ રહ્યા. આ સમય દરમિયાન, બધા એક બીજા સાથે ઘણા હળી મળી ગયા હતા. ખાસ કરીને છોકરો અને છોકરી વાતો કરતા કરતા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.

હવે પરિણામ એ આવ્યું કે બંને પરિવારોએ તરત જ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. તેમણે લોકડાઉન સમાપ્ત થાય તેની પણ રાહ ન જોઈ. બસ પછી શું હતું, તેના પરિવારજનો પણ સંમત થઇ ગયા અને બધાએ ઘરમાં જ છોકરા અને છોકરીના લગ્ન કરાવી દીધા. હવે તેમના આ લગ્ન સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બંનેએ પોતાના લગ્નની જાણ ટિકટોક દ્વારા સંબંધીઓ અને મિત્રોને કરી દીધી. જ્યારે આ રીતે અચાનક લોકડાઉનમાં બંનેના લગ્ન વિશે ખબર પડી, ત્યારે તેમને અભિનંદનન સંદેશાઓ આવવા લાગ્યા.

મીડિયા સાથે વાત કરતા આ બંનેએ કહ્યું કે, તેમને એ વાતનું કોઈ દુઃખ નથી કે લોકડાઉનને કારણે તેમના લગ્ન ધામધૂમ સાથે થઇ શક્યા નથી. તેઓ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે અમે પરિવારના દરેકની સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા છે, જે સારી વાત છે. બીજી તરફ, જ્યારે લોકોને સોશિયલ મીડિયા ઉપર જયારે આ લગ્ન વિશે ખબર પડી, ત્યારે તેઓ આ દંપતીને અભિનંદન આપવા લાગ્યા.

સામાન્ય રીતે, જ્યારે છોકરો છોકરીને જોવા પહેલીવાર જાય છે, ત્યારે સંબંધ પણ નક્કી કરવામાં આવતા નથી. છોકરી વાળા પણ છોકરાના ઘરે જાય છે. ત્યાર પછી, બંને પરિવારો એકબીજાની પૃષ્ઠભૂમિ તપાસે છે. પછી વાત આગળ વધે છે અને સગાઈ થાય છે. પછી લગ્નનું મુહુર્ત કાઢવામાં આવે છે અને સંપૂર્ણ આયોજન સાથે લગ્ન કરવામાં આવે છે. જો કે, આ કિસ્સામાં બધુ ખૂબ ઝડપી બની ગયું.

કદાચ છોકરાએ પણ વિચાર્યું નહિ હોય કે, તે જે છોકરીને જોવા જઈ રહ્યો છે તેની સાથે તેના ઘરે લગ્ન કરીને પાછો આવશે. હાલમાં લોકડાઉન સમાપ્ત થયું નથી, તેથી લગ્ન પછી પણ છોકરો અને તેનો પરિવાર છોકરી વાળાના ઘરે જ રોકાયા છે. ખરેખર આ આખી ઘટના કોઈ ફિલ્મની વાર્તાથી ઓછી નથી.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.