Tik-Tok વિડીયો પર લાઈક ન મળવાથી પરેશાન વ્યક્તિએ કરી આત્મહત્યા

અહીં એક વ્યક્તિ પોતાના ટિક્ટોક વિડીયો પર લાઈક ન મળવાથી હતો પરેશાન, કરી લીધી આત્મહત્યા

ઉત્તર પ્રદેશના નોએડામાં ટિક્ટોક વિડીયો પર લાઈક ન મળવાથી પરેશાન એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે, સેક્ટર – 39 પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક યુવકે પંખા સાથે ફાંસો ખાઈને કથિત રૂપથી આત્મહત્યા કરી છે.

સહાયક પોલીસ કમિશનર અરુણ કુમાર સિંહે જણાવ્યું કે, સેક્ટર – 39 પોલીસ સ્ટેશન ક્ષેત્રના સલારપુર ગામમાં ચાંદ મસ્જિદ પાસે રહેતો ઇકબાલ (ઉંમર 18 વર્ષ) ટિક્ટોક વિડીયો બનાવીને અપલોડ કરતો હતો. તેમણે આગળ જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોથી તેના ટિક્ટોક વિડીયોને લાઈક ન મળવાથી તે ઘણો પરેશાન હતો.

એસીપી અરુણ સિંહે જણાવ્યું કે, ઇકબાલે ગુરુવારે મોડી રાત્રે પોતાના ઘરે પંખા પર ફાંસી લગાવવા માટે ફંદો લગાવીને કથિત રૂપથી આત્મહત્યા કરી લીધી. ઘટનાની સૂચના મેળવીને સ્થળ પર પહોંચેલી પોલીસે તેના શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી લીધું હતું. એસીપીએ જણાવ્યું કે, મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, ટિક્ટોક પર તેના વિડીયોને લાઈક મળી રહી ન હતી, જેના કારણે તે પરેશાન હતો.

બે પક્ષ સામ-સામે આવી ગયા હતા :

જણાવી દઈએ કે, પ્રદેશમાં ટિક્ટોકને લઈને ઉભા થયેલા વિવાદનો આ કોઈ પહેલો કેસ નથી. વીતેલા દિવસોમાં મુજફ્ફર નગર જિલ્લાના સંભલહેડામાં ટિક્ટોક વિડીયો બનાવવા દરમિયાન બે પક્ષ સામ-સામે આવી ગયા હતા. ત્યારે બંને પક્ષો વચ્ચે લાઠી – ડંડા અને ધારદાર હથિયારો ચાલ્યા હતા. સાથે જ બંને પક્ષોમાં એકબીજા પર પથ્થરમારો અને ફાયરિંગ પણ થયું હતું. આ સંઘર્ષમાં મહિલા સહીત બે લોકો ઘાયલ થયા હતા. ત્યારે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી.

બનાવ મીરાપુર પોલીસ સ્ટેશનના સંભલહેડા ગામનો હતો :

જાણકારી અનુસાર, બનાવ મીરાપુર પોલીસ સ્ટેશનના સંભલહેડા ગામનો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે, યુવક ઘોડા પર બેસીને મોબાઈલથી ટિક્ટોક વિડીયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન ઘોડાએ ડ્યુટી પર જઈ રહેલા સર્વ યુપી ગ્રામીણ બેંકના કર્મચારી અને બહસૂમામાં રહેવાસી મોનુને લાત મારી દીધી, જેના લીધે તે ઘાયલ થઈ ગયો.

ગામના સરપંચ અબ્દુલ કાદિર રાવે મોનુનો ઉપચાર કરાવીને પોલીસને જાણકારી આપી હતી, એ પછી પોલીસે ટિક્ટોક વિડીયો બનાવી રહેલા સાદિક અને સારિક (યાકુબના પુત્ર) ની ધરપકડ કરી હતી. જેને લઈને યુવકોના પરિવાર અને ગામના સરપંચ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ બંને તરફથી જોરદાર મારપીટ અને ગોળીબારી થઈ હતી.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.