વિધવા માં માટે વર શોધી રહ્યો છે દીકરો, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

જીવનને આનંદમય જીવવા માટે દરેકને એક જીવનસાથીની શોધ હોય છે, તે કારણ છે કે દુનિયામાં લગ્નની વિધિ શરુ થઇ હશે. આમ તો લગ્ન કરવાના થોડા વર્ષો પછી છૂટાછેડા કે કોઈ અકસ્માતને કારણે ઘણા લોકો જીવનસાથીને ગુમાવી દે છે. ત્યાર પછી તે એકલા પડી જાય છે. સામાન્ય રીતે જયારે કોઈ નાની ઉંમરમાં એકલા પડી જાય છે, તો તેના બીજા લગ્ન કરાવી દેવામાં આવે છે.

આમ તો ઉંમર વધુ થઇ ગયા પછી લોકો ફરી લગ્નનું નથી વિચારતા. જો તે વિચારી પણ લે તો સમાજવાળા તેનો મજાક ઉડાવે છે. ખાસ કરીને જો કોઈ મહિલા પોતાની અધેડ ઉંમરમાં ફરી લગ્ન કરવા માંગે છે, તો સમાજ તે વાતનો સ્વીકાર કરતો નથી. આમ તો કલકત્તાના દુગલીમાં રહેતો એક દીકરો સમાજની ચિંતા ન કરીને પોતાની વિધવા માતા માટે વરની શોધ કરી રહ્યો છે.

ખાસ કરીને આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક ફેસબુક પોસ્ટ ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટને ગૌરવ અધિકારી નામના એક યુવકે શેયર કરી છે. પોસ્ટમાં ગૌરવે જણાવ્યું છે કે, તેને પોતાની વિધવા માતા માટે એક યોગ્ય વરની શોધ છે. ગૌરવના જણાવ્યા મુજબ, મારે નોકરીને કારણે હંમેશા ઘરની બહાર રહેવું પડે છે. પછી પાછળથી મારા પણ લગ્ન થઇ જશે, તેવામાં કદાચ હું મારી માતાને વધુ સમય નહિ આપી શકું.

ગૌરવે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તેની માતાને પુસ્તકો વાંચવા અને ગીતો સાંભળવાનો વધુ શોખ છે. હું જ્યારે બહાર રહું છું તો તે પોતાના એકલાપણામાં આ બધું કરે છે. આમ તો પુસ્તકો અને ગીતોના સહારે જીવન નહિ પસાર થઇ શકે. તે વસ્તુ જીવનસાથીની ખોટ પૂરી નથી કરી શકતી. ગૌરવ જણાવે છે કે, અમને રૂપિયા પૈસા કે સંપતીની લાલચ નથી. અમે બસ એટલું વિચારીએ છીએ કે વર આત્મનિર્ભર હોવો જોઈએ.

এটা কোন গা ভাসানো ট্রেন্ড নয়.. এটা আমার মনের ইচ্ছে মা কে নতুন জীবন দেওয়ার… আমি কালকেই বলেছিলাম একটা সিদ্ধান্তের কথা…

Posted by গৌরব অধিকারী on Saturday, November 9, 2019

તે બસ મારી માતાને ખુશ રાખે, તેમાં મારી ખુશી પણ છુપાયેલી છે. ગૌરવે આગળ જણાવ્યું કે, મારા આ નિર્ણયથી ઘણા લોકો મારી મજાક પણ ઉડાવશે. પરંતુ આ બધી બાબત મારો નિર્ણય નહિ બદલે. હું મારી માતાને એક નવું જીવન આપવા માગું છું, મારી તમન્ના છે કે તેમને એક નવો સાથી અને નવો દોસ્ત મળે.

ગૌરવે તે પણ જણાવ્યું કે, તે પોતાની માતાનો એકમાત્ર સંતાન છે. તેવામાં તે નથી ઈચ્છતો કે તેની માતા એકલી પડી જાય. તેણે ફેસબુક ઉપર આ પોસ્ટ કરતા પહેલા માતાને પણ પૂછ્યું હતું. માતાનું કહેવું હતું કે તે પોતાના દીકરા વિષે વિચારી રહી છે. આમ તો ગૌરવનું કહેવું છે કે, માતા વિષે વિચારવું મારું પણ કર્તવ્ય છે, હું ઈચ્છું છું કે માતાના પાછળના દિવસો સારી રીતે પસાર થાય.

ગૌરવની આ પહેલ અને વિચારસરણીની સોશિયલ મીડિયા ઉપર ઘણી પ્રસંશા થઇ રહી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પહેલા પણ આવા પ્રકારની એક બીજી પોસ્ટ ટ્વીટર ઉપર વાયરલ થઇ હતી, જેમાં એક છોકરી પોતાની ૫૦ વર્ષની માતા મારે યોગ્ય વર શોધી રહી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે