બાળકના આ ફની વિડીયોને જોઈને યુઝર્સ કહી રહ્યા છે – આ ઓનલાઇન ક્લાસ પછીનું પ્રેક્ટિકલ છે.
આ મહામારીના સમયમાં અનલોકની પ્રક્રિયા શરુ થયા પછી મોટા લોકો તો પોતાના બિઝનેસ અને નોકરી પર જવા લાગ્યા છે, પરંતુ ડરના કારણે બાળકોને હજુ પણ સ્કૂલે બોલવવામાં નથી આવતા. એવામાં બાળકો ઘરમાં રહીને કંટાળી ગયા છે, ન સ્કૂલ ન મિત્ર અને ન બગીચામાં મોજમસ્તી. એવામાં પરેશાન બાળકો કેવી કેવી હરકતો કરે છે તેનો એક વિડીયો ઘણો શેર થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળકે વાછરડા સાથે પંગો લીધો અને પોતાના માથાના બળ પર જ તેને હરાવી દીધો.
આ વીડિયો જોઈને વાલીઓને અનુભવ થઇ રહ્યો છે કે, હવે સ્કૂલ ખોલી દેવી જોઈએ નહિ તો બાળકો ઘરમાં રહીને ન જાણે શું શું કરશે.
આ શાનદાર વીડિયોને આઇપીએસ અધિકારી રૂપિન શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. તેનું કેપશન લખ્યું છે : ઓનલાઇન ક્લાસ પછી હેડસ્ટ્રોન્ગ.
તેમણે શેર કરેલા વીડિયોમાં એક નાનું બાળક ગાયના વાછરડાના માથામાં પોતાનું માથું ભટકાડતા દેખાઈ રહ્યો છે. સામાન્ય રીતે ગાય, ઘેટાં, બકરા અને તેમના બાળકો એકબીજા સાથે માથું ભટકાડતા જોવા મળે છે. પણ આ વખતે માણસનું બાળક આ કામ કરતા દેખાઈ રહ્યું છે. અને નવાઈની વાત એ છે કે, આ બંને માંથી માણસનું બાળક જીતી જાય છે. એટલા માટે લોકો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે કે, હવે તો સ્કૂલ ખોલી નાખો નહિતર બાળક સિંહ સાથે લડી પડશે.
Online Classes ke baad #HeadStrong ☺️☺️☺️☺️☺️😊@hvgoenka @ipskabra pic.twitter.com/y3yG4Ctjm5
— Rupin Sharma IPS (@rupin1992) June 11, 2021
હાલના દિવસોમાં બાળકો ઘરોમાં પુરાઈ ગયા છે. ન તો ગલીમાં રમવા મળે છે અને ન તો પાડોસીના ઘરમાં જઈ શકે છે. ઘરમાં ડિજિટલ રમત પણ કેટલી રમશે. હવે બાળકોને પોતાની સ્કૂલ અને પોતાના સ્કૂલના મિત્રોની પણ યાદ આવવા લાગી છે. પરંતુ સરકારે બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ સ્કૂલ બંધ રાખવાનું પગલું લીધું છે, અને આ ખુબ જરૂરી છે.
આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રકારના કૉમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈને બાળક ખુબ ગમ્યો તો કોઈને બાળક હિંમતવાળો લાગ્યો. એક યુઝરે તો એવું જણાવ્યું કે, ઓનલાઇન ક્લાસ પછી આ પ્રેક્ટિકલ સેશન થઇ રહ્યું છે.
નોંધ : અમારા અનુમાન અનુસાર આ વિડીયો ઘણો જૂનો દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં ટિક્ટોકનું સિમ્બોલ દેખાઈ રહ્યું છે, જેના લીધે આ વિડીયો જુઓ લાગી રહ્યો છે. પણ તેને હાલના દિવસોમાં ટ્વીટર પર ફરીથી શેર કરવામાં આવ્યો હોવાથી તે ફરીથી ફેમસ થઇ રહ્યો છે.
આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.