રસ્તાના કિનારે સ્ટ્રીટ-લાઈટ નીચે બેસીને કરતો હતો અભ્યાસ, એક કરોડપતિની નજર પડી અને જીવન બદલાઈ ગયું

થોડા સમય પહેલા પેરુમાંથી એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક છોકરો રાત્રે સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને ભણી રહ્યો હતો. આજે અમે તમને એ વીડિયોમાં દેખાયેલા એ છોકરાની સ્ટોરી તમને જણાવીશું, જે ફક્ત 11 વર્ષનો છે. અને હવે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. એ છોકરાનો ઝાંખા પ્રકાશમાં ભણતા સમયનો એક ફોટો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. અને સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને ભણતા એ છોકરાના ફોટાને સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવ્યો. નીચેના ફોટામાં તમે જોઈ શકો છો કે, એ છોકરો સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને લેસન કરી રહ્યો છે.

ફોટો વાયરલ થયા પછી ઘણા સંગઠનોનું ધ્યાન તે છોકરા તરફ આકર્ષિત થયું, જે તેની મદદ કરવા માટે તૈયાર હતા. પણ આ છોકરાનો ફોટો મુબારક નામના વ્યક્તિના દિલને સ્પર્શી ગયો. મદદ માટે યુકુબે યુસુફ અહમદ મુબારકે તરત પેરુ માટે ફ્લાઈટ પકડી. એ છોકરાનું નામ વિકટર માર્ટિન છે. એના ઘરમાં લાઈટની સુવિધા હતી નહિ, આથી તે સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને ભણતો હતો.

વિક્ટરના ઘરની સ્થિતિ ઘણી ખરાબ છે, એ કારણે એનો પરિવાર ઘરમાં વીજળીની વ્યવસ્થા નથી કરી શકતો. એની માતાએ જણાવ્યું કે, દિવસે તે પોતાનું અસાઈમેન્ટ પૂરું કરી શકતો નહતો. એટલા માટે તે સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને પોતાનું લેસન પૂરું કરતો હતો.

પણ બહરીનના રહેવા વાળા 31 વર્ષના કરોડપતિ મુબારકની નજર વિકટર પર પડી. મુબારકને પોતાનું બાળપણ યાદ આવી ગયું. એમણે તરત વિક્ટરની મદદ કરવાનો નિર્ણય લીધો. એમણે વાયદો કર્યો કે, તે વિકટર માટે બે માળનું મકાન બનાવશે. એમણે વિક્ટરની માં ને બિઝનેસ કરવા માટે લગભગ દોઢ લાખ રૂપિયા પણ આપ્યા.

મુબારકે ન ફક્ત વિક્ટરની પણ વિકટરની સ્કૂલમાં ભણતા બીજા બાળકોની પણ મદદ કરી. તેમણે સ્કૂલ બનાવવા માટે મદદ કરી, અને ત્યાં એક કોમ્પ્યુટર લેબ બનાવવાની પણ વાત કરી. મુબારકને મદદ કરતા જોઈ વિકટર ભાવુક થઈ ગયો. એણે કહ્યું કે, તમે જે મદદ કરી રહ્યા છો, એના માટે તમારો ખુબ ખુબ આભાર. ઘણા ઓછા લોકો એવા હોય છે, જે કોઈ બીજાની સાચા દિલથી મદદ કરે છે. હું એ લોકોનો પણ આભાર માનવા માંગુ છું, જે ઘર બનાવવામાં મારી મદદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, સમાજ માટે આ ઘણી નિરાશાજનક સ્થિતિ છે કે, દેશમાં આજે પણ એવા ઘણા મહેનતી બાળકો છે, જેમની પાસે પાયાની જરૂરિયાતો પણ નથી હોતી. દેશમાં એવા ઘણા બાળકો છે, જે સાધારણ જીવન જીવવા માટે ભણે છે, અને થોડા પૈસા કમાવા માટે આખું જીવન મહેનત કરે છે. પણ એમની પાસે પૂરતી સુવિધાઓ નથી. એમાંથી ઘણા ઓછા લોકો હોય છે, જેમને સમાજની મદદ મળે છે. મુબારક જેવા બીજા માણસો હોય તો કોઈએ ભીખ મંગાવાની જરૂર નહિ પડે. જણાવી દઈએ કે, મુબારકની મદદથી હાલમાં વિક્ટરના ઘરે લાઈટની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.