આજકાલની ડીજીટલ દુનિયામાં દેશ વિદેશમાં બનતી ઘટનાઓ પળ ભરમાં દુનિયાના ખૂણે ખૂણામાં ફેલાઈ જતી હોય છે. અને દુનિયામાં બની રહેલી તમામ ઘટનાઓની જાણ આપણને તરત જ મળી જાય છે, દુનિયામાં ચિત્ર વિચિત્ર કિસ્સા બનતા હોય છે, જેમાં કોઈ રહસ્યમય ઘટનાઓ, કોઈ મોટી સેલીબ્રિટીના લગ્નના કે કોઈ જાણવા જેવી ઘટનાઓ કે કોઈ વિચિત્ર એવી ઘટનાઓના કે કોઈ ગાંડપણના અને એવો જ એક ગાંડપણનો કિસ્સો બન્યો છે, જે અમે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છીએ.
પાકિસ્તાનમાં જેમાં સોશિયલ મીડિયા ઉપર હાલના દિવસોમાં પાકિસ્તાન અને પાકિસ્તાનીઓના એકથી એક ચડિયાતા કારનામાંના ફોટા વાયરલ થતા રહે છે. તેની વચ્ચે શનિવારના રોજ પાકિસ્તાન માંથી એક એવો ફોટો આવ્યો જેણે આખી દુનિયાને અચરજમાં મૂકી દીધા. તે પહેલા જણાવી દઈએ કે આખી ઘટના ઇસ્લામાબાદના બ્લુચ વિસ્તારની છે.
ખાસ કરીને અહિયાં એક વ્યક્તિ મોબાઈલના ટાવર ઉપર ચડી ગયો. સૌથી મોટી નવાઈની વાત નીચે ઉતરવા માટે એણે જે શરત મૂકી એ હતી. તેણે કહ્યું કે જ્યાં સુધી તેને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેની ખાતરી નહિ આપવામાં આવે ત્યાં સુધી તે નીચે નહિ ઉતરે. જીયો ન્યુઝના રીપોર્ટના જણાવ્યા મુજબ વ્યક્તિ સરગોધા શહેરનો રહેવાસી છે, જેના હાથમાં પાકિસ્તાનનો ઝંડો પણ હતો.
રીપોર્ટના જણાવ્યા મુજબ તેણે દાવો કર્યો કે જો તેને દેશના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે, તો તે પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિને સારી બનાવી શકે છે. તે છ મહિનામાં દેશનું દેવું ચૂકવી દેશે. પોલીસવાળાએ કહ્યું તારી વાત માનવામાં આવશે તું નીચે આવી જા. ઘણા સમય સુધી ચાલેલા નાટક પછી સંકટ અધિકારીઓ લીફ્ટર અને પોલીસની મદદથી તેને નીચે ઉતારીને પોલીસ સ્ટેશન લઇ ગયા.
આ કિસ્સા પરથી તમને આપણી બોલીવુડ ફિલ્મ શોલે જરૂર યાદ આવી હશે. એમાં ધર્મેન્દ્ર લગ્ન માટે ટાંકી પર ચઢી જાય છે, અને કહે છે કે જો એના લગ્ન બસંતી સાથે નહિ કરાવવામાં આવે તો તે નીચે કુદીને આત્મહત્યા કરી લેશે. એવું લાગે છે કે આ ફિલ્મ જોયા પછી આ ભાઈ પણ ઉત્સાહી થઈ ગયો હશે અને આ રીત અપનાવી હશે. પણ એ ફિલ્મ હતી અને આ અસલ દુનિયા છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેરથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.