બોયફ્રેન્ડની બર્થડે પર રોમાન્ટિક થઈ સુષ્મિતા સેન, શેયર કરી દિલની વાત.

બોલીવુડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન લાંબા સમયથી ફીલ્મી દુનિયાથી દુર છે. કે એમ કહીએ કે હવે બોલીવુડમાં તેના દિવસો પુરા થઇ ગયા છે. પરંતુ છતાં પણ સુષ્મિતા સેન સોશિયલ મીડિયાના સમાચારોમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે. સતત સોશિયલ મીડિયા સાઈટ્સ ઉપર એક્ટીવ હોવાને કારણે જ સમાચારોમાં જળવાયેલી રહે છે.

પોતાના ફોટા અને વિડીયો સતત અપડેટ કરતી રહે છે, જેટી તેના ફેંસને તેના વિષે માહિતી મળતી રહે છે. હાલના દિવસોમાં સુષ્મિતા સેનનો પ્રેમ ભરેલો અંદાઝ સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો છે. તેનું ખાસ એક કારણ પણ છે. અને તે કારણ તેના બોયફ્રેન્ડનો જન્મ દિવસ છે.

સુષ્મિતાના બોયફ્રેન્ડ રોહમાન શોલ જે એક મોડલ છે. તેનો આજે જન્મદિવસ છે. આ ખાસ સમય ઉપર સુષ્મિતાએ સોશિયલ મીડિયા ઉપર રોમાન્ટિક અંદાઝમાં એક પોસ્ટ કરી છે. સુષ્મિતા પોતાની આ પોસ્ટમાં પોતાના બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. આ ફોટો સુષ્મિતાએ પોતાના ઓફિસીયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ માંથી શેર કર્યો છે. આ પોસ્ટમાં રોહમાન સાથે ઘણા ફોટા સુષ્મિતાએ અપલોડ કર્યા છે. બોયફ્રેન્ડ સાથે સુદંર તસ્વીરો સાથે સુષ્મિતાએ કાંઈક વધુ જ રોમાન્ટિક અંદાઝમાં એક મેસેજ પણ નાખ્યો છે. તો આવો જાણીએ કે સુષ્મિતાએ પોતાની પોસ્ટમાં શું મેસેજ લખ્યો છે.

સુષ્મિતાએ લખ્યું છે હેપ્પી બર્થડે બાબુશ, ભગવાન તમે તે બધું આપે જે તું ઈચ્છે છે. મને તારી ઉપર ઘણો ગર્વ છે. આ પોસ્ટમાં સુષ્મિતા આગળ લખે છે, કે તું મારા જીવનમાં રોહમાસ હોય અને ભગવાન દ્વારા આપવામાં આવેલી સુંદર ભેંટ હોય. તેણે પોતાના બોયફ્રેન્ડ માટે લખ્યું કે તને આ 3 એંજેલ્સ ઘણો પ્રેમ કરે છે અને કરતા રહેશે. પોતાના બોયફ્રેન્ડના બર્થડે ઉપર સુષ્મિતાએ આ વિશેષ મેસેજ આપ્યો છે.

સુષ્મિતા રોહમાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. અને તેની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા ઉપર આપી હતી. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહેવા વાલી પર્સનેલીટી છે. અને તે હંમેશા રોહમાન સાથે વાળા ફોટા શેર કરતી રહે છે.

આ ફોટા તેમના ફેંસને ઘણા પસંદ પણ આવે છે. રોહમાન અને સુષ્મિતાની લવ સ્ટોરી સુષ્મિતાના કુટુંબ વાળાને પણ ખબર છે, તે કારણ છે કે સુષ્મિતાની ફેમીલી કાર્યક્રમોમાં રોહમન તેની સાથે જોવા મળે છે. સુષ્મિતાની દીકરીઓ સાથે પણ રોહમાનને ઘણું સારું બને છે. બધું મળીને એમ કહેવામાં આવે તો સુષ્મિતા અને રોહમાનની કેમેસ્ટ્રી મસ્ત છે.

રોહમાન પણ હંમેશા પોતાના 3 એંજેલ્સ સાથે ફોટા શેર કરે છે. એટલે સુષ્મિતા અને તેની ૨ દીકરીઓ સાથે. જતા જતા જણાવી આપીએ કે રોહમાન એક મોડલ છે અને તેની સુષ્મિતા સેન સાથે મુલાકાત એક ફેશન શો માં થઇ હતી. ત્યારથી તેમની લવ સ્ટોરી શરુ થઇ. રોહમાન ઉત્તર પ્રદેશના નોએડાના રહેવાસી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી રોહમાન મુંબઈમાં જ રહે છે.

સુષ્મિતાની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી તે પડદાથી દુર છે. પરંતુ તે જ્યાં સુધી પડદા ઉપર હતી, તેણે ઘણી હીટ ફિલ્મો આપી છે. સુષ્મિતા સેન બોલીવુડની જાણીતી વ્યક્તિ છે. સુષ્મિતા સેન મિસ વર્લ્ડ અને મિસ ઇંડિયા પણ રહી ચુકી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.